બેવફા Pizza ની કહાની! એક સમયે ગરીબો જે વસ્તુ ખાઈ કામ ચલાવતા, આજે એને શાનથી ખાય છે અમીરો

History of Pizza: જાણો બેવફા પિઝાની કહાની, કેવી રીતે લારી પર મળતી, ગરીબોની પસંદગીની આ ડિશ, આજે પૈસાવાાળાની બની ગઈ. આજના સમયમાં જો પાર્ટીની વાત કરવામાં આવે તો તેમાં પિઝાનો એક મહત્વનો રોલ હોય છે. પરંતુ શું તમે જાણો છો તે આ પિઝા એકસમયે ગરીબોના હતા? તે એકદમ સસ્તા હતા, જેના કારણે ગરીબોમાં તે અત્યંત લોકપ્રિય હતા. ધીમે-ધીમે પિઝા પોતાનું રૂપ બદલતા ગયા અને આજે તે ગરીબોથી જોજનો દૂર પહોંચી ગયા છે અને પૈસાવાળાના એકદમ મનપસંદ બની ગયા છે.

બેવફા Pizza ની કહાની! એક સમયે ગરીબો જે વસ્તુ ખાઈ કામ ચલાવતા, આજે એને શાનથી ખાય છે અમીરો

જયેશ જોશી, અમદાવાદઃ સ્પેશિયલ સ્ટોરી: આજના સમયમાં જો પાર્ટીની વાત કરવામાં આવે તો તેમાં પિઝાનો એક મહત્વનો રોલ હોય છે. પરંતુ શું તમે જાણો છો તે આ પિઝા એકસમયે ગરીબોના હતા? તે એકદમ સસ્તા હતા, જેના કારણે ગરીબોમાં તે અત્યંત લોકપ્રિય હતા. વર્ષો પહેલાં એક સમય એવો હતો જ્યારે ગરીબ લોકો આ વસ્તુ ખાઈને પોતાનું ગુજરાન ચલાવતા હતાં. આજે એજ વસ્તુ ખાવા માટે અમીરો હોટલોમાં લાઈનો લગાવે છે, કેવી નવાઈની વાત છે!

ધીમે-ધીમે પિઝા પોતાનું રૂપ બદલતા ગયા અને આજે તે ગરીબોથી જોજનો દૂર પહોંચી ગયા છે અને પૈસાવાળાના એકદમ મનપસંદ બની ગયા છે. તો ચાલો અમે તમને બતાવીશું આ બેવફા પિઝાની કહાની. જે એક સમયે ગરીબોની પસંદગીની વસ્તુ હતા.

ક્યાંથી થઈ પિઝાની શરૂઆત:
જો આજના મોડર્ન પિઝાની વાત કરીએ તો તેની શરૂઆત ઈટલીથી થઈ. પરંતુ હકીકતમાં પિઝા લગભગ અઢી હજાર વર્ષ પહેલાની ડિશ છે. તે સમયમાં પર્શિયાના સૈનિક ફ્લેટ બ્રેડની ઉપર ચીઝ અને ખજૂર રાખીને બનેલી નાન ખાતા હતા. ધીમે-ધીમે આ ફ્લેટ બ્રેડનું કલ્ચર ગ્રીસ પહોંચ્યું અને ત્યાં ફ્લેટ બ્રેડ પર ચીઝ, હર્બ્સ, ડુંગળી, લસણ વગેરે નાંખીને ખાવાની શરૂઆત કરવામાં આવી. ગ્રીસમાં તેને પિટ્ટા કહેવામાં આવતું હતું. ફ્રેન્ચ અને ઈટલીના પુરાતત્વવિદ તો એમ પણ માને છે કે લગભગ 7000 વર્ષ પહેલાં ઈટલીના સારડિનિયા આઈલેન્ડ પર પિઝા જેવી જ ડિશ લોકો ખાતા હતા. તે બ્રેડ પર બીજી વસ્તુ નાંખીને તેને વધારે સ્વાદિષ્ટ બનાવીને ખાતા હતા.

ઈટલીથી થઈ મોડર્ન પિઝાની શરૂઆત:
જ્યારે પિઝા ગ્રીસથી ઈટલી પહોંચ્યા ત્યારે ત્યાં તેનું ઉચ્ચારણ પિઝા થઈ ગયું અને તે જ પિઝા અત્યાર સુધી ચાલતું આવે છે. જ્યારે 16મી શતાબ્દીમાં યૂરોપમાં ટોમેટો સોસનું ચલણ વધ્યું ત્યારે પિઝાના તમામ પ્રકારના એક્સપિરીમેન્ટ થવા લાગ્યા અને સ્વાદની સાથે સાથે તેનું સ્વરૂપ પણ બદલાવા લાગ્યું. 18મી સદીમાં ઈટલીના ત્રીજા મોટા શહેર નેપલિસમાં ત્યાંના ગરીબ લોકો યીસ્ટમાંથી બનેલી ફ્લેટ બ્રેડ પર ટોમેટો સોસ લગાવીને ખાતા હતા. ત્યારે પિઝાના કોઈ સ્ટોર ન હતા. પરંતુ પિઝા વેચનારા પાસેથી તેને ખરીદતા હતા કે પછી દુકાન કે પોતાની દુકાન દ્વારા તેને વેચતા હતા. આ પિઝાની કિંમત બહુ જ ઓછી હતી. જેના કારણે તે ગરીબોમાં સૌથી વધારે લોકપ્રિય હતા.

અને પિઝાના ટેસ્ટ અને સ્વરૂપમાં પરિવર્તન આવતું ગયું:
નેપલિસની આ ખાસ ડિશને જ્યારે પ્રવાસીઓએ ચાખી ત્યારે તેમને આ ખૂબ પસંદ આવી. ધીમે-ધીમે તેની પોપ્યુલારિટી વધવા લાગી અને તેની સાથે જ પિઝામાં નાંખવામાં આવતી વસ્તુઓ વધવા લાગી. આ રીતે ધીમે-ધીમે પિઝાનો સ્વાદ અને રૂપ બંને બદલાઈ ગયું. ઈટલીના એક બેકર રોફેલ એસ્પોસિટોએ પહેલીવાર રાજા ઉમ્બેર્ટો અને માર્ગરીટા માટે ઈટલીના ઝંડાથી પ્રેરણા લેતાં લીલી તુલસી, સફેદ મોઝરેલા અને લાલ ટામેટાને નાંખીને પિઝા બનાવ્યો. જે તે સમયે રાણીને ખૂબ પસંદ આવ્યો. ત્યારથી તે પિઝા માર્ગરીટા તરીકે ઓળખાય છે.

આ રીતે બેવફા બન્યો પિઝા:
પહેલા ટામેટા સોસ સાથે ખાવામાં આવતી ફ્લેટ બ્રેડ ધીમે-ધીમે વિવિધ વસ્તુઓ નાંખવામાં આવતાં પિઝાનું સ્વરૂપ ધારણ કર્યું. જેના કારણે તે મોંધો બની ગયો. આજના પિઝા પર મશરૂમ, લાલ-લીલી-પીળી શિમલા મિર્ચ અને પનીર જેવી વસ્તુઓ નાંખવામાં આવે છે. જેના કારણે તેના ભાવ આસમાને પહોંચી ગયા છે. અમેરિકામાં પિઝા ઈટલીથી આવેલા પ્રવાસીઓની સાથે આવ્યો અને 1905માં ન્યૂયોર્કમાં પિઝાની પહેલી દુકાન ખૂલી.

ભારતમાં કઈ રીતે પહોંત્યાં પિઝા?
1970ના દાયકામાં પિઝા ભારતની ફાઈવ સ્ટાર હોટલ સુધી પહોંચી ગયા. 1980-90ના દાયકામાં પિઝા આખા દેશમાં ફેલાવા લાગ્યા અને આજે દરેક નાના-મોટા શહેર અને મહોલ્લામાં પિઝાની દુકાનમાં જોવા મળે છે. એક સમયમા જે પિઝા ગરીબોની ભૂખ સંતોષવાનું કામ કરતા હતા. આજે તે પૈસાદાર લોકોની પાર્ટીનો ભાગ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news