તમારા ફોનના Recharge Planથી પણ સસ્તું મળી રહ્યું છે આ શહેરમાં ઘર, મેયરે આપી આ ખાસ ઓફર
એક સુંદર ઘર દરેકનું સપનું હોય છે, પરંતુ તેને ખરીદવા માટે જીવનભરની પૂંજી લાગી જાય છે. જો કે, તમને કહીએ કે દુનિયાના એક શહેરમાં ઘર તમારા ફોનના રિચાર્જ પ્લાન (Recharge Plan)થી પણ સસ્તામાં મળી રહ્યું છે તો શું તમે વિશ્વાસ કરશો
Trending Photos
નવી દિલ્હી: એક સુંદર ઘર દરેકનું સપનું હોય છે, પરંતુ તેને ખરીદવા માટે જીવનભરની પૂંજી લાગી જાય છે. જો કે, તમને કહીએ કે દુનિયાના એક શહેરમાં ઘર તમારા ફોનના રિચાર્જ પ્લાન (Recharge Plan)થી પણ સસ્તામાં મળી રહ્યું છે તો શું તમે વિશ્વાસ કરશો?
તમને જાણીને આશ્ચર્ય થશે કે આ દુનિયામાં એક એવી પણ જગ્યા છે, જ્યાં ઘર માત્ર 87 રૂપિયામાં મળે છે. પરંતુ તમને જણાવી દઇએ કે, અહીં કોઈ રહેવા ઇચ્છતું નથી. આ શહેરનું નામ છે સલેમી (Salemi) જે ઈટાલી (italy)ના સિસિલી દ્વીપ પર આવેલું છે. આ એક ઐતિહાસિક જગ્યા છે, જ્યાં કેટલાક ઘર એવા પણ છે, જે 16મીં સદીના છે, જો કે, 1968માં આવેલા ભૂકંપ બાદ આ શહેરને ઘણું નુકસાન પહોંચ્યું હતું.
મેયરે આપી ખાસ ઓફર
રિપોર્ટ અનુસાર છેલ્લા ઘણા વર્ષોથી ઇટલીનું આ શહેર નિવાર્સનની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. તેના કારણે લોકોને ખુબજ સસ્તા દરમાં એટલે કે માત્ર એક યૂરોની શરૂઆતી કિંમતમાં ઘર વેચવામાં આવી રહ્યાં છે. સૌથી ખાસ વાત એ છે કે, અહીં રસ્તાથી લઇને વીજળીના ગ્રિડ અને સીવેજ પાઇપ સુધીની પાયાની સુવિધાઓ અને સેવાઓ ઉપલબ્ધ છે.
આ શહેરના મેયર ડોમેનિકો બેનુટીએ જણાવ્યું કે, કસ્બોને ફરી પહેલાની જેમ આબાદ કરવાના પ્રયત્ન અંતર્ગત ઓછી કિંમત પર ઘર ઉપલબ્ધ કરવામાં આવી રહ્યાં છે, કેમ કે, અહીં લોકો સતત આ જગ્યા છોડી અન્ય જગ્યાએ સ્થાયી થઇ રહ્યાં છે.
કોરોનાથી વધી મુશ્કેલીઓ
સરકાર (Government) ઘણા વર્ષોથી આ પ્લાન પર કામ કરી રહી છે. પરંતુ આ વચ્ચે કોરોના મહામારી (Coronavirus) આવી, જેના કારણે થોડૂ મુશ્કેલીઓ વધી ગઈ છે. આ તમામ ઘર સિટી કાઉન્સિલના છે. તેથી તેના વેચાણમાં કોઈ વિલંબ થશે નહીં. તમને જણાવી દઇએ કે, આ પહેલા વર્ષ 2018માં ઇટલીના ઓલોલિ શહેરમાં પણ ઘરોની કિંમત માત્ર 84 રૂપિયા રાખવામાં આવી હતી. ઓલોલિમાં પણ કંઇક આ પ્રકારની સ્થિતિ ઉભી થઈ હતી.
શહેરની આબાદી ઝડપથી ઓછી થતી જઈ રહી હતી, આ કારણે શહેરના નષ્ટ થવાનો ખતરો ઉભો થઈ ગયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે