ભારતનું એક એવું ગામ, જ્યાં 1 વ્યક્તિને છોડી આખું ગામ છે કોરોના સંક્રમિત

અહીં કોરોના (Covid-19)ના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

મનાલી: દુનિયાભરની જેમ ભારતમાંથી પણ કોરોનાનો ખતરો ટળ્યો નથી. હિમાચલ પ્રદેશના લાહૌલ વાદીનું એક આખું ગામ જે કોરોના સંક્રમિત થયું છે. ત્યારબાદ હિમાચલ પ્રદેશમાં સામુદાયિક સંક્રમણની ચર્ચાઓ થવા લાગી છે. જો કે, લાહૌલ ઘાટીથી થોરાંગ ગામના તમામ લોકો કોરોના સંક્રમિત મળ્યા છે. એટલે કે, લાહૌલ સ્પીતિમાં સ્થિતિ ખુબ જ ગંભીર થઈ રહી છે. અહીં કોરોના Covid-19)ના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

થોરાંગ ગામ પ્રભાવિત

1/5
image

લાહૌલ સ્પીતિ જિલ્લામાં પહેલાના 2-3 મહિના સુધી કોરોનાનો એક પણ કેસ ન હતો, પરંતુ આ સમયે સ્થિતિ બેકાબૂ થઈ ગઇ છે.

તંત્ર થયું સક્રિય

2/5
image

કોરોના મહામારીની શરૂઆતી દોરમાં હિમાચલ પ્રદેશ થોડા દિવસ તો બચી રહ્યું, પરંતુ લોકડાઉન હટાવ્યા બાદ ઝડપથી વધતા કેસ અને જે રીતે આ ગામ સંપૂર્ણ કોરોના સંક્રમિત થયું તેમાં પણ ઠંડીની શરૂઆતમાં તંત્રની મુશ્કેલીઓ વધારી છે.

ભૂષણ ઠાકુર

3/5
image

લાહૌલ સ્પીતિ જિલ્લાના આ ગામમાં 52 વર્ષીય શખ્સે અહીં જોયું કે, જો સંપૂર્ણ ઇમાનદારીથી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવે તો કોરોનાથી બચી શકાય છે. 52 વર્ષના ભૂષણ ઠાકુર સંપૂર્ણ ગામમાં એક એવા વ્યક્તિ છે, જે કોરોના વાયરસના સંક્રમણથી દુર છે. જ્યારે, ભૂષણની પત્ની અને આખો પરિવાર પણ કોરોના પોઝિટિવ છે.

ટળ્યો નથી ખતરો

4/5
image

લાહૌલ ઘાટીથી થોરાંગ ગામના તમામ લોકો કોરોના પોઝિટિવ (Corona Positive)ને મળ્યા છે. આ પછી, સામુદાયિક સંક્રમણની અટકળો મજબૂત થઈ રહી છે.

ટૂરિસ્ટ પર પ્રતિબંધ

5/5
image

ખરાબ સ્થિતિને જોતા તંત્રએ ટૂરિસ્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે. રોહતાંગ સુરંગની ઉત્તર તરફથી પર્યટકોને જવાની મંજૂરી નથી.