'ખુરશી' સંકટમાં જોઈ ઈમરાનના તેવર બદલાયા! મુશ્કેલ સમયમાં હિન્દુસ્તાન યાદ આવ્યું, જોરદાર વખાણ કર્યા
તેમણે વધુમાં જણાવ્યું કે, ભારત અને અમેરિકાનું ગઠબંધન છે અને તેઓ પોતાને તટસ્થ કહે છે. ઈમરાને કહ્યું કે ભારત રશિયા પાસેથી તેલ મેળવી રહ્યું છે, જ્યારે પ્રતિબંધો લાગુ છે. કારણ કે ભારતની વિદેશ નીતિ લોકોના ભલા માટે છે.
Trending Photos
India-Pakistan: ભારતને દિવસ-રાત નિંદા કરનાર પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન અચાનક જ ભારતના સૌથી મોટા પ્રશંસક બની ગયા. રવિવારે એક જાહેર સભામાં તેમણે ખુલ્લેઆમ ભારતની પ્રશંસા કરી અને હિન્દુસ્તાનને સલામ પણ કરી. ઈમરાન ખાનની બદલાયેલા તેવર જોઈને તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.
ઈમરાન ખાને ભારતના ભેટ ભરીને વખાણ કર્યા
રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન રવિવારે ખૈબર પખ્તુનખ્વાના મલકંદ જિલ્લામાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. આ જાહેર સભામાં ઈમરાન ખાને ભારતના ભરપેટ વખાણ કર્યા. ઈમરાને કહ્યું કે ભારત અમેરિકા સાથે ક્વાડ (QUAD)નો ભાગ છે, તેમ છતાં તેઓ રશિયા પાસેથી તેલ આયાત કરી રહ્યા છે, આ ભારતની વિદેશ નીતિ છે. તેમણે કહ્યું કે હું આજે ભારતની પ્રશંસા કરું છું. તેમણે હંમેશા સ્વતંત્ર વિદેશ નીતિ રાખી છે.
I salute India for pursuing an independent foreign policy always, today India is an ally of USA and Russia at the same time: PM Imran Khan pic.twitter.com/hJZcfMQRan
— Murtaza Ali Shah (@MurtazaViews) March 20, 2022
તેમણે વધુમાં જણાવ્યું કે, ભારત અને અમેરિકાનું ગઠબંધન છે અને તેઓ પોતાને તટસ્થ કહે છે. ઈમરાને કહ્યું કે ભારત રશિયા પાસેથી તેલ મેળવી રહ્યું છે, જ્યારે પ્રતિબંધો લાગુ છે. કારણ કે ભારતની વિદેશ નીતિ લોકોના ભલા માટે છે.
'યુરોપિયન સંઘ ભારતને કંઈપણ કહેવાનું ટાળે છે'
તેમણે યુક્રેન સંકટ પર પાકિસ્તાનને દબાણમાં લેવા માટે યુરોપિયન સંઘની ટીકા પણ કરી હતી. તેમણે જણાવ્યું કે યુરોપિયન સંઘના રાજદ્વારીઓ પાકિસ્તાનને જે પણ કહે છે, તેઓ ભારતને તે જ વાત કહેતા ડરે છે. યુક્રેન પર રશિયન હુમલા પર તેમણે પાકિસ્તાન પર રશિયાની ટીકા કરવા દબાણ કર્યું પરંતુ ભારતને કંઈપણ કહેવાનું ટાળ્યું.
પોતાના અસંતુષ્ટ સાંસદોને આપી પાછા ફરવાની ઓફર
આ જ જાહેરસભામાં ઈમરાન ખાને પોતાના બળવાખોર સાંસદોને પાર્ટીમાં પાછા ફરવા અને અવિશ્વાસ પ્રસ્તાવ પર સરકારને સમર્થન આપવાની ઓફર કરી હતી. તેમણે કહ્યું કે જો પાર્ટીના અસંતુષ્ટ સાંસદો આ તક ચૂકી જશે તો આખો દેશ સમજી જશે કે સાંસદોએ ચોરોના પક્ષમાં મતદાન કરીને પોતાનો અંતરાત્મા વેચી દીધો છે. ઈમરાને જણાવ્યું કે પાકિસ્તાનના લોકો માટે હવે નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. દરગઈના યુવાઓ તે પાર્ટીને સમર્થન કરશે જેણે પાકિસ્તાન માટે કામ કર્યું છે. વિપક્ષે ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ આપ્યો છે. જેના પર 27 માર્ચે મતદાન થઈ શકે છે. જો ઈમરાન આ પ્રસ્તાવમાં હારી જાય છે તો તેમની ખુરશી જઈ શકે છે.
ભારત વિરુદ્ધ પ્રોપેગેંડા અભિયાનથી થાકી ગયા ઈમરાન
તમને જણાવી દઈએ કે જ્યારથી ઈમરાન ખાન પાકિસ્તાનમાં સત્તામાં આવ્યા છે. તેમણે દરેક જગ્યાએ ભારત વિરુદ્ધ દુષ્પ્રચારની ઝુંબેશ શરૂ કરી દીધી છે. તેમણે યુએન, ઓઆઈસીથી લઈને દરેક ઈન્ટરનેશનલ ફોરમ પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે અને આ મામલે હસ્તક્ષેપની માંગ કરી છે. જોકે, ભારતના વધતા પ્રભાવને કારણે તેમને ક્યાંયથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી. જેના કારણે ઈમરાન સતત હતાશ રહે છે. આવી સ્થિતિમાં દુશ્મન દેશના મોઢે ભારતની પ્રશંસા સાંભળીને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે