મળો 19 વર્ષના ઈશાન ગોયલને, જેણે એક ઈંડાને બનાવી દીધો 'સુપરસ્ટાર'

થોડા દિવસ અગાઉ સોશિયલ મીડિયા પર એક ઈંડાનો ફોટો વાયરલ થયો હતો, જેનો ઉદ્દેશ્ય કાઈલીની 18 મિલિયન લાઈક્સના વર્લ્ડ રેકોર્ડને તોડવાનો હતો 

Updated By: Jan 23, 2019, 08:30 AM IST
મળો 19 વર્ષના ઈશાન ગોયલને, જેણે એક ઈંડાને બનાવી દીધો 'સુપરસ્ટાર'

નવી દિલ્હીઃ રિયાલિટી ટીવી સ્ટાર કાઈલી જેનર પાસે ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ લાઈક કરનારો ફોટો હતો અને તે સોશિયલ મીડિયામાં સૌથી વધુ લાઈક્સ મેળવનારી વર્લ્ડ રેકોર્ડધારક હતી. જેનરે જ્યારે પોતાની પુત્રી સ્ટોર્મીનો પ્રથમ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો તો આ ફોટાએ રેકોર્ડ બનાવતા 18 મિલિયન કરતાં પણ વધુ લાઈક્સ મેળવી હતી. જોકે, તાજેતરમાં જ કાઈલીના આ રેકોર્ડને એક સામાન્ય ગણાતા ઈંડાએ તોડી નાખ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ સોશિયલ મીડિયા પર એક ઈંડાનો ફોટો વાયરલ થયો હતો, જેનો એકમાત્ર ઉદ્દેશ્ય 18 મિલિયન લાઈક્સના વર્લ્ડ રેકોર્ડને તોડવાનો હતો. સૌ કોઈના આશ્ચર્ય વચ્ચે આ ફોટાને 49 મિલિયન કરતાં પણ વધુ લાઈક મળી હતી, જેણે એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો હતો. આ ફોટો સૌ પ્રથમ વખત 4 જાન્યુઆરીના રોજ એક કેપ્શન સાથે સોશિયલ મીડિયામાં શેર કરાયો હતો કે, "આવો, એક સાથે મળીને વર્લ્ડ રેકોર્ડ બનાવઈએ અને ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ પસંદ થનારી પોસ્ટ બનાવીએ."

આ વાયરલ ઈંડાની તસવીર પાછળની વ્યક્તિનું નામ છે ઈશાન ગોયલ. ભારતના 19 વર્ષના ઈશાને ખુલાસો કર્યો છે કે, કાઈલીની તસવીરની સરખામણીમાં ઈંડાની તસવરીને સૌથી વધુ પસંદ કરવામાં તે સફળ રહ્યો છે. તેણે દાવો કર્યો હતો કે, વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે આ ફોટો શેર કર્યો છે. 

વિચિત્ર બિમારીઃ આ શખ્સના હાથ અને પગમાં ઊગે છે ઝાડ, કહેવાય છે 'ટ્રી મેન'

તેણે જણાવ્યું કે, "હું આ ઈંડા આપતી મરઘીનું સંપૂર્ણ શ્રે આપવા માગીશ. તે એક ચિનગારી હતી અને હું ગેસોલીન હતો. ઘણી વખત કોઈ ફોટો વાયરલ થવા પાછળ કોઈ કારણ હોતું નથી, પરંતુ આ વાત સાબિત કરે છે કે દરેક તસવીર મહત્વ ધરાવે છે."

કાઈલી સાથે સરખામણી શા માટે?
21 વર્ષની અભિનેત્રી કાઈલીએ ફેબ્રુઆરી મહિનામાં પોતાની ન્યૂબોર્ન બેબી સાથે એક ફોટો શેર કર્યો હતો, જેને 18 લાખ લાઈક્સ મળી હતી. જે એક વર્લ્ડ રેકોર્ડ બની ગયો હતો. કાઈલીના ઈન્સ્ટાગ્રામ પર 12.38 કરોડ ફોલોઅર્સ છે. જોકે, હવે તેને એક ઈંડાએ પાછળ પાડી દીધી છે. કાઈલી પણ ઈન્સ્ટાગ્રામ પર ઈંડાથી પાછળ રહી જવાને કારણે ચકિત છે. 

વિશ્વના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...