ઇઝરાયેલના PMએ પાઠવી સ્વતંત્રતા દિવસની શુભેચ્છા, કહ્યું ભારતીયો પર ગર્વ કરવા માટે ઘણું બધું

ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ (Benjamin Netanyahu)એ ભારતના સ્વતંત્રતા દિવસ (independence day)ના અભિનંદન પાઠવ્યા છે. તેમણે સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ પોતાના ટ્વિટમાં ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ને તેમનો શ્રેષ્ઠ મિત્ર ગણાવ્યો છે.
ઇઝરાયેલના PMએ પાઠવી સ્વતંત્રતા દિવસની શુભેચ્છા, કહ્યું ભારતીયો પર ગર્વ કરવા માટે ઘણું બધું

નવી દિલ્હી: ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ (Benjamin Netanyahu)એ ભારતના સ્વતંત્રતા દિવસ (independence day)ના અભિનંદન પાઠવ્યા છે. તેમણે સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ પોતાના ટ્વિટમાં ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ને તેમનો શ્રેષ્ઠ મિત્ર ગણાવ્યો છે.

નેતન્યાહુએ કરેલું આ ટ્વિટ બંને દેશો વચ્ચે સતત સુધરતા સંબંધોને દર્શાવે છે. શુક્રવારે તેમણે PM મોદીની સાથે તેમનો એક ફોટો શેર કર્યો હતો અને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. ઇઝરાઇલના પ્રધાનમંત્રીએ પોતાની ટ્વિટમાં લખ્યું કે, 'મારા ખૂબ સારા મિત્ર નરેન્દ્ર મોદી અને આશ્ચર્યજનક ભારતની જનતાને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. તમારી પાસે ગર્વ કરવા માટે ઘણું બધું છે'.

स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं

🇮🇱🤝🇮🇳 pic.twitter.com/OaW7tHgKrH

— Benjamin Netanyahu (@netanyahu) August 14, 2020

ખાસ વાત એ છે કે, બેન્જામિન નેતન્યાહુએ તેમના ટ્વિટમાં હિન્દીનો પણ ઉપયોગ કર્યો. તેમમે હિન્દીમાં લખ્યું, સ્વતંત્રતા દિવસની હાર્દીક શુભકામનાઓ. ભારત અને ઇઝરાયલની વચ્ચે ઘણા સારા સંબંધ છે અને આ સંબંધોની શરૂઆત સાચા અર્થમાં PM મોદીના કાર્યકાળમાં જ થઈ છે. ગત વર્ષ ફ્રેન્ડશિપ ડે પર ઇઝરાયઇલ દૂતાવાસે તેમના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ અને નરેન્દ્ર મોદીનો ફોટો શેર કર્યો હતો, સાથે જ લખ્યું હતું કે, યે દોસ્તી હમ નહીં તોડેગેં. જેનો પીએમ મોદીએ હિબ્રૂ ભાષામાં ટ્વિટ કરી જવાબ આપ્યો હતો. PM મોદીએ લખ્યું હતું કે, ઇઝરાયેલના નાગરિકો અને મારા સારા મિત્ર નેતન્યાહૂને ફ્રેન્ડશિપ ડેની શુભકામનાઓ.

આ વખતેના ફ્રેન્ડશિપ ડે પર પણ ઇઝરાયેલે ખાસ અંદાજમાં PM મોદીને શુભકામનાઓ પાઠવી હતી. ઇઝરાયેલના દુતાવાસે બંને દેશો વચ્ચેની મહત્વપૂર્ણ ક્ષણોની તસવીરોને બોલિવુડ ફિલ્મ યારાનાના ગીત 'તેરે જેસા યાર કહાં'ના મ્યુઝિક સાથે પોસ્ટ કરી હતી. દૂતાવાસે તેમના ટ્વિટમાં લખ્યું હતું, 'તેરે જેસા યાર કહાં, કહાં એસા યારાના'.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news