પરમાણુ હથિયાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે ઇરાન : મોસાદ પ્રમુખ

મોસાદ પ્રમુખ યોસી કોહેને કહ્યું કે, ઇરાનનાં પરમાણુ કાર્યક્રમ મુદ્દે ચાલી રહેલ વૈશ્વિક ચર્ચામાં એક પ્રભાવી અવાજને મજબુત કર્યો છે

પરમાણુ હથિયાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે ઇરાન : મોસાદ પ્રમુખ

યરૂશલમ : ઇઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદનાં પ્રમુખને 100 ટકા વિશ્વાસ છે કે ઇરાન પરમાણુ બોમ્બ વિકસિત કરવા મુદ્દે પ્રતિબદ્ધ છે. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયથી ઇરાનની સાથે કરવમાં આવેલ પરમાણુ સમજુતીને રદ્દ કરવા માટેની અપીલ કરી છે. મોસાદ પ્રમુખ યોસી કોહનેનાં નિવેદને ઇરાનનાં પરમાણું કાર્યક્રમ મુદ્દે ચાલી રહેલ વૈશ્વિક ચર્ચામાં એક પ્રભાવી અવાજ બુલંદ થઇ છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઇરાનની સાથે સમજુતીને અને કઠોર બનાવવા માટે નક્કી કરવામાં આવેલ સીમા પણ નજીક આવી ચુકી છે. 
ઇઝરાયેલનાં વડાપ્રધાન બેજામિન નેતાન્યાહુની તરફ ટ્રમ્પ પણ 2015માં થયેલ પરમાણુ સમજુતીનાં કટુ આલોચક છે. ટ્રમ્પે ઇરાનની વિરુદ્ધ પ્રતિબંધોને વધારે કડક બનાવવા માટે યૂરોપીય દેશોની સાથે સમજુતી કરવા માટે મે મહિના સુધીની સમસીમા નક્કી કરી છે. આ ઘટનાક્રમોની વચ્ચે કોહેન આ અંગે ચર્ચા કરી રહ્યા છે અને હાલમાં જ તેમણે બંધ રૂમમાં વરિષ્ઠ અધિકારીઓની સાથે થયેલી બેઠકમાં પોતાની ગણત્રી અંગે માહિતી પણ આપી હતી. બેઠકમાં હાજર રહેલા એક વ્યક્તિએ આ અંગે માહિતી આપી હતી. 
કોહેનનાં આ વિશ્લેષણે ઇરાન પર ટ્રમ્પ માટે ઇઝરાયેલનાં સમર્થનને સ્પષ્ટ કરી દીધું છે. કોહેને ઇરાનની સાથે થયેલ પરમાણુ સમજુતીને મોટી ભુલ ગણાવી છે. તેમનું કહેવું છે કે આ સમજુતીનાં કારણે ઇરાન પોતાનાં પરમાણુ કાર્યક્રમ માટે જરૂરી અને મહત્વપુર્ણ વસ્તુઓ પોતાની પાસે રાખવામાં સફળ રહ્યું અને કેટલાક વર્ષોમાં પ્રતિબંધ હટ્યા બાદ તેને ફરીથી ચાલુ પણ કરી શકે છે. 
2015માં થઇ હતી સમજુતી
ઇરાન, જર્મની અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનાં પાંચ સ્થાયી સભ્યો બ્રિટન, ચીન, ફ્રાન્સ, રશિયા અને અમેરિકાની વચ્ચે જુલાઇ 2015માં જેસીપીઓએ સમજુતી થઇ હતી. આ સમજુતી હેઠળ ઇરાન આર્થિક મદદ અને પોતાનાં પર લાગેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હટાવવાની અવેજમાં પોતાનાં પરમાણુ કાર્યક્રમને અટકાવવા માટે સમંત થયું હતું. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઓક્ટોબર 2017માં આ સમજુતીને રદ્દ કરવાનું આહ્વાન કરતા ઇરાન પર સમજુતીનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. જેને ઇરાને ફગાવી દીધો હતો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news