Shinzo Abe: હાલ કેવી છે જાપાનના પૂર્વ પીએમ શિંજો આબેની તબિયત? PM ફુમિઓ કિશિદાએ શું કહ્યું તે ખાસ જાણો
Shinzo Abe attacked: જાપાનના પૂર્વ પીએમ શિંજો આબે પર એક રેલીમાં જીવલેણ હુમલો થયો.
Trending Photos
Shinzo Abe attacked: જાપાનના પૂર્વ પીએમ શિંજો આબે પર એક રેલીમાં જીવલેણ હુમલો થયો. આ હુમલા અંગે જાપાનના પ્રધાનમંત્રી ફુમિઓ કિશિદાએ ભાવુક થતા કહ્યું કે તેમની હાલત અત્યંત નાજુક છે. તેમણે કહ્યું કે શિંજોને બચાવવાની દરેક શક્ય કોશિશ થઈ રહી છે. તેમણે એ પણ કહ્યું કે આ એક બર્બરતાપૂર્ણ હુમલો હતો. આવી ઘટનાઓ સહન કરવામાં નહીં આવે.
जापान के पीएम ने मीडिया से की बात, बताया कैसी है शिंजो आबे की हालत #AttackOnAbe पर ट्वीट करें #Shinzoabe #Japan #PMModi pic.twitter.com/hIxIJ6Qs6E
— Zee News (@ZeeNews) July 8, 2022
આવી ઘટનાઓ સહન નહીં કરવામાં આવે
મીડિયા સાથે વાતચીત કરતા પીએમ ફૂમિદા કિશિદાએ કહ્યું કે આ બર્બર અને દુર્ભાવનાપૂર્ણ ઘટના છે. તેને સહન કરવામાં નહીં આવે. અમે જે કઈ કરી શકીએ છીએ તે બધુ જ કરીશું. હાલ ડોક્ટરો શિંજો આબેને બચાવવા માટે દરેક શક્ય કોશિશ કરી રહ્યા છે.
#BREAKING 'I pray that former PM Abe will survive': Japan PM pic.twitter.com/Emb9Qw60GF
— AFP News Agency (@AFP) July 8, 2022
ભાષણનો વીડિયો
અત્રે જણાવવાનું કે શિંજો આબે પોતાની લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં ભાષણ આપવા માટે નારા પ્રાંત પહોંચ્યા હતા. અહીં તેઓ એક રેલીમાં ભાષણ આપી રહ્યા ત્યારે સ્થાનિક સમય મુજબ સવારે 11.30 વાગે તેમના પર પાછળથી ગોળી છોડાઈ. જાપાની મીડિયાના જણાવ્યાં મુજબ તેમના શરીરમાં કોઈ મૂવમેન્ટ જોવા મળી રહી નથી અને હાલ તેઓ જીવન અને મોત સામે ઝઝૂમી રહ્યા છે. હુમલાખોરની ગોળી તેમને છાતીમાં વાગી છે.
WATCH: भाषण दे रहे थे जापान के पूर्व PM शिंजो आबे, अचानक चली गोली... | #ZeeExclusive @ramm_sharma #Japan #Shizoabe #Nara pic.twitter.com/FSPNbj6gkb
— Zee News (@ZeeNews) July 8, 2022
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે