આંદોલનની અનોખી રીત, બસ ડ્રાઇવરોએ પોતાની માંગ પૂરી કરવા મુસાફરોને કરાવી મફતમાં સવારી

જાપાનમાં બસ ડ્રાઇવર એક અનોખી હડતાળ પર છે. બસ ડ્રાઇવરોએ હડતાળ દરમિયાન બસ બંધ કરવાના બદલે મુસાફરો પાસેથી ભાડું ન લેવાનો નિર્ણય કર્યો છે. બસ સંચાલકોએ ટિકિટ મશીનને ધાબળો ઓઢાડી દીધો અને મુસાફરોને મફતમાં સેવા આપી. ડ્રાઇવરોનું કહેવું છે કે આ એક અલગ પ્રકારની હડતાળ છે. તેમણે કહ્યું કે જો તે બસ બંધ કરવાનો નિર્ણય લેતા તો મેનેજમેંટ એમ કહી શકતું હતું કે ડ્રાઇવરોને પ્રજાની પડી નથી ફક્ત પોતાની જ ચિંતા છે. તેની જગ્યાએ ડ્રાઇવરોએ બસોમાં મુસાફરો પાસેથી પૈસા ન લેવાનો નિર્ણય કર્યો.
આંદોલનની અનોખી રીત, બસ ડ્રાઇવરોએ પોતાની માંગ પૂરી કરવા મુસાફરોને કરાવી મફતમાં સવારી

ટોક્યો: જાપાનમાં બસ ડ્રાઇવર એક અનોખી હડતાળ પર છે. બસ ડ્રાઇવરોએ હડતાળ દરમિયાન બસ બંધ કરવાના બદલે મુસાફરો પાસેથી ભાડું ન લેવાનો નિર્ણય કર્યો છે. બસ સંચાલકોએ ટિકિટ મશીનને ધાબળો ઓઢાડી દીધો અને મુસાફરોને મફતમાં સેવા આપી. ડ્રાઇવરોનું કહેવું છે કે આ એક અલગ પ્રકારની હડતાળ છે. તેમણે કહ્યું કે જો તે બસ બંધ કરવાનો નિર્ણય લેતા તો મેનેજમેંટ એમ કહી શકતું હતું કે ડ્રાઇવરોને પ્રજાની પડી નથી ફક્ત પોતાની જ ચિંતા છે. તેની જગ્યાએ ડ્રાઇવરોએ બસોમાં મુસાફરો પાસેથી પૈસા ન લેવાનો નિર્ણય કર્યો.

કહેવામાં આવી રહ્યું છે કે જાપાનમાં વધુ એક બસ કંપનીને કામનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, જે ખૂબ જ ઓછા ભાડામાં મુસાફરોને સેવા આપી રહી છે. એવામાં આ કંપનીના ડ્રાઇવરોને ડર છે અને ડ્રાઇવરોએ મેનેજમેન્ટ પાસે તેમની જોબ સિક્યોરિટીને લઇને સખત વ્યવસ્થા કરવા માટે કહ્યું છે.

મોદી સરકાર વૃદ્ધોને આપશે 10 હજાર રૂપિયા પેંશન, 10 વર્ષ સુધી મળશે લાભ
 
આ પહેલીવાર નથી બન્યું જ્યારે આ પ્રકારની કોઇ હડતાળ થઇ હોય. આ પહેલાં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં પણ બસ ડ્રાઇવરોએ મજૂરોના મુદ્દાને લઇને 'ફેર ફ્રી ડેઝ'ની શરૂઆત કરી હતી. આ નિર્ણયને લઇને સ્થાનિક લોકોની મિશ્ર પ્રતિક્રિયા છે. કેટલાક લોકોનું કહેવું છે કે આ લોકો મફતમાં સેવા આપીને ખોટું કરી રહ્યા છે. તો કેટલાક લોકોનું કહેવું છે કે મફત સેવાઓ ચલાવવાના બદલે જો બધી બસો બંધ કરી દેવામાં આવે તો મેનેજમેંટ પર વધુ દબાણ બનાવી શકાય છે. કેટલાક લોકોએ એમ પણ કહ્યું કે આ પ્રકારની હડતાળ કરવાનો આઇડિયા બિલકુલ નવો છે, પોતાની માંગને પૂરી કરવા માટે પબ્લિકને પરેશાનીથી બચાવવાનો માર્ગ શોધ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news