શત્રુને ભાજપનો પલટવાર, કહ્યું- જે થાળીમાં ખાધું એમાં જ છેદ કર્યો...

શત્રુધ્ન સિંહાએ પોતાના ટ્વિટર હેન્ડલથી ગુરૂવારે સતત ટ્વિટ કરતાં કહ્યું કે, એક મામુલી એવા અલોકપ્રિય નેતાએ મને યશવંતસિંહાની જેમ પાર્ટી છોડી દેવાની સલાહ આપી છે. 

શત્રુને ભાજપનો પલટવાર, કહ્યું- જે થાળીમાં ખાધું એમાં જ છેદ કર્યો...

પટના : ભાજપના બાગી સાંસદ શત્રુધ્નસિંહાએ પોતાના ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરી ફરી એકવાર ભાજપ સામે સવાલો કર્યા છે. જેની સામે ભાજપે પણ પલટવાર કર્યો છે. શ્રમ સંશાધન મંત્રી અને ભાજપના નેતા વિજય કુમાર સિંહાએ કહ્યું કે, જે થાળીમાં ખાધું એમાં જ છેદ કર્યો છે. વિજય કુમાર આટલું કહ્યા બાદ પણ ન અટક્યા તેમણે કહ્યું કે, તે અનાબશનાબ નિવેદન આપી રહ્યા છે જેનાથી પાર્ટીની આબરૂ ખરડાઇ રહી છે.

ભાજપના નેતાએ કહ્યું કે, બિહારના ઉપ મુખ્યમંત્રી સુશીલ મોદીના કારણે બિહારમાં ભાજપ સત્તામાં છે અને શત્રુધ્ન સિંહા ફિલ્મી કારકિર્દીને લીધે રાજકારણમાં આવ્યા છે. દુર્ભાગ્યપૂર્ણ છે કે શત્રુધ્ન સિંહા ભ્રષ્ટાચારીઓના ખોળામાં બેઠા છે અને એમની ભાષા બોલી રહ્યા છે. આવા લોકોએ પોતાની ઉંમરનો ખ્યાલ રાખીને સન્યાસ લઇ લેવો જોઇએ. બિહારને કલંકિત ન કરે અને લોકોને ભ્રમિત ન કરે. 

અહીં નોંધનિય છે કે, શત્રુધ્ન સિંહાએ ભાજપમાં પોતાના વિરોધીઓ વિરૂધ્ધ આકરી પ્રતિક્રિયા આપી છે. સિંહાએ એક પછી એક સતત ટ્વિટ કરી કોઇ પણ નેતાનું નામ આપ્યા વગર લખ્યું કે, બિહારમાં ભાજપની હાર માટે એક અલોકપ્રિય નેતા મને પાર્ટી છોડી દેવાની સલાહ આપી રહ્યા છે. સિંહાએ એમણે બંધ રહેવા અને આગામી ચૂંટણીમાં પરિણામ ભોગવવા સુધીની ચીમકી આપી છે. 

— Shatrughan Sinha (@ShatruganSinha) May 3, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news