સફાઈ કામદારને કરોડ રૂપિયાનું સેલેરી પેકેજ, 8 કલાકની નોકરી, બે દિવસ રજા! છતાંય કેમ નથી મળતા માણસો?

શું તમે ક્યાંય સાંભળ્યું છેકે, સાફ-સફાઈનું કામ કરતા સ્વીપરને મહિને 8 થી 10 લાખ રૂપિયા પગાર મળે? પણ હાં એક જગ્યા એવી છે જ્યાં આટલી સેલેરીની સાથો-સાથ બીજી અનેક સુવિધાઓ પણ આપવામાં આવે છે છતાંય લોકો કામ કરવા તૈયાર નથી થતાં. જાણો રોચક માહિતી.

સફાઈ કામદારને કરોડ રૂપિયાનું સેલેરી પેકેજ, 8 કલાકની નોકરી, બે દિવસ રજા! છતાંય કેમ નથી મળતા માણસો?

Sweeper Are Getting 8 Lakh Rs Salary:​ અનેક લોકો સાફ-સફાઈ અને પટ્ટાવાળાનું કામ નાનું સમજતા હોય છે. સ્વીપરના કામમાં પગાર ઘણો જ ઓછો હોય છે. પરંતુ આજે અમે આપને એક એવી જગ્યા વિશે જણાવીશું જ્યાં સ્વીપરનું કામ કરનારને બંપર સેલરી મળે છે. રિપોર્ટ મુજબ સ્વીપરની જોબ માટે ત્યાં આઠ લાખ રૂપિયા મહિને સેલરી મળે છે. તેમ છતાં અહીં લોકો આ કામ કરવા માટે રાજી નથી.

ઓસ્ટ્રેલિયામાં છે સ્વીપરની ભારે અછત:
એક મીડિયા રિપોર્ટ મુજબ ઓસ્ટ્રેલિયામાં હાલ સ્વીપરની ભારે અછત વર્તાઈ રહી છે. આ જ કારણે ત્યાં સ્વીપરની સેલરીમાં જોરદાર વધારો કરવામાં આવ્યો છે. સ્વીપરની આ અછતને કારણે કંપનીઓ સફાઈ કર્મીઓને એકસ્ટ્રા રજાઓની સાથે સાથે અનેક સુવિધાઓ પણ આપી રહી છે. હાલ ઓસ્ટ્રેલિયામાં એક કંપની સ્વીપરના કામ માટે આઠ લાખ રૂપિયા મહિનાનો પગાર આપવાનો ઓફર કરી રહી છે.

એક કરોડ સુધીનું મળી રહ્યું છે પેકેજ:
મીડિયા રિપોર્ટ મુજબ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આવેલી સફાઈ કંપની એબ્સોલ્યૂટ ડોમેસ્ટિક્સ સફાઈકર્મીઓન માટે અનેક મોટા પેકેજની જાહેરાત કરી છે. જો કોઈ આ જોબ કરવા ઈચ્છે તો તેનું ઈન્ટવ્યૂ કરવામાં આવશે. ત્યારબાદ 72 લાખથી એક કરોડ સુધી તેને પેકેજ આપવામાં આવે છે. એટલું જ નહીં સફાઈ કર્મચારીઓને સપ્તાહમાં બે દિવસ રજા પણ આપવામાં આવે છે. અન્ય કર્મચારીઓની માફક સ્વીપરને પણ પાંચ દિવસ જ કામ કરવાનું રહેશે. સાથે જ સફાઈકર્મીઓને દિવસમાં આઠ કલાકથી વધારે કામ કરવાનું નહીં રહે.

ઓવરટાઈમના મળશે એકસ્ટ્રા રૂપિયા:
એબ્સોલ્યૂટ ડોમેસ્ટિક્સના અધિકારીના કહેવા પ્રમાણે કંપનીને હાલ સફાઈકર્મચારીઓ નથી મળી રહ્યા. તેને જોતા કંપનીએ નવી ઓફર લોન્ચ કરી છે. તેમણે કહ્યું કે જો કોઈ સફાઈ કર્મી ઓવરશિફ્ટ કામ કરે છે તો તેને 3600 રૂપિયા એક કલાકના એકસ્ટ્રા આપવામાં આવશે. સફાઈકર્મીઓની શોધમાં કંપનીઓ નવી નવી જાહેરાત પણ જાહેર કરી રહી છે. તેમ છતાં અહીં સ્વીપરનું કામ કરવા માટે લોકો આગળ નથી આવી રહ્યા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news