Kabul Airportનો કંપારી છૂટી જાય તેવો Video, વિમાનના પૈડા પર લટકેલાં છોકરાના હાથ-પગ થઈ ગયા ગાયબ!

તાલિબાનોએ કાબુલ પર કબજો જમાવ્યા બાદ હજારો લોકો 16 ઓગસ્ટના રોજ કાબુલ એરપોર્ટ પર ધસી આવ્યા હતા અને ઘણા લોકો અંધાધૂંધીમાં ત્યાંથી ઉપડતા સી-17 કાર્ગો પ્લેનમાં સવાર થયા હતા, પરંતુ બાદમાં ફ્લાઇટમાંથી પડી ગયા હતા.

  • ડરના કારણે પ્લેન પર લટકી ગયો હતો છોકરો

    પ્લેનના પૈડા અને અન્ય જગ્યાઓ પર લટકતા હતા લોકો

    વિમાનમાંથી પડી ગયેલા છોકરાનો પરિવાર સામે આવ્યો

    અમેરિકન પ્લેનમાંથી પડી જતા છોકરાનું દર્દનાક મોત

    પીડિત પરિવારે સંભળાવી દર્દનાક દ્રશ્યોની કહાની 

    પરિવારે જાણ કરી કે છોકરાના હાથ-પગ ગાયબ હતા

Trending Photos

Kabul Airportનો કંપારી છૂટી જાય તેવો Video, વિમાનના પૈડા પર લટકેલાં છોકરાના હાથ-પગ થઈ ગયા ગાયબ!

કાબુલ: અફઘાનિસ્તાનમાં તાલિબાન (Taliban) ની દહેશત વચ્ચે લોકોને દેશ છોડવાની ઉતાવળ છે. અને જ્યારે તેમને કાબુલ એરપોર્ટ પરથી ઉપડતા વિમાનમાં જગ્યા ન મળી, ત્યારે ત્રણ લોકો પ્લેનનું ટાયર પકડીને લટકી રહ્યા હતા. જોત જોતામાં ફ્લાઈટે ઉડાન ભરી લીધી ઘડીના છઠ્ઠા ભાગમાં વિમાન જમીનથી ઉંચા આકાશમાં પહોંચી ગયું. અને બસ એજ ઘડીએ હવાનું દબાણ વધતા વિમાનનું પૈડું અને પાંખિયા પરડીને લટકતા લોકો આકાશમાંથી જમીન પર પટકાયા. અકસ્માતનો વીડિયો સોશલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં ત્રણેય લોકો પડતા જોઇ શકાય છે. હવે વિમાનમાંથી પડી ગયેલા છોકરાનો પરિવાર આગળ આવ્યો છે અને તે ભયાનક ક્ષણ અંગે ખુલાસો કર્યો છે, જ્યારે તેમને પોતાના દીકરાનો મૃતદેહ મળ્યો હતો.

No description available.

છોકરાના હાથ-પગ ગાયબ થઈ ગયા હતા:
આ આઘાતજનક ક્ષણ એક આઘાતજનક વિડીયોમાં કેદ થઈ હતી. જેમાં 17 વર્ષીય રેઝા (કાલ્પનિક નામ) હવામાં પડતા જોવા મળે છે. રેઝાના એક સંબંધીએ જણાવ્યું કે તેના પગ અને હાથ ગાયબ થઈ ગયા હતા. હું જાતે જ તેનો મૃતદેહ પાછો લાવ્યો. સી-17 કાર્ગો વિમાનમાંથી સોમવારે લોકોને પડતા જોનારા પ્રત્યક્ષદર્શીઓએ તેમના અવશેષોને શોધી કાઢ્યા અને તેને કાબુલના મુખ્ય વિમાન મથકથી હટાવાયા હતા.

No description available.

તેના ભાઈ સાથે રેઝા પણ ગુમ છે:
ધ સનના અહેવાલ મુજબ, રેઝાના સંબંધીએ જણાવ્યું કે જ્યારે તેઓએ રેઝાના મોબાઈલ પર ફોન કર્યો ત્યારે તેમને સમજાયું કે કંઈક ન થવાનું થઈ ગયું છે, કારણ કે કોઈ અજાણી વ્યક્તિએ ફોન ઉપાડ્યો હતો. ચિંતિત પરિવાર ત્યારબાદ રેઝા અને તેના 16 વર્ષના ગુમ થયેલા ભાઈ કબીર (કાલ્પનિક નામ) ને શોધવા એરપોર્ટ પહોંચ્યો. પરિવારે જણાવ્યું કે, બંને ભાઈઓ તાલિબાનથી બચવા માંગતા હતાં. બન્ને ભાઈઓ તાલિબાનથી એટલાં ગભરાઈ ગયા હતાકે, તેઓ પોતાનો જીવ બચાવવા અને દેશ છોડીને જવા માટે દોડીને એરપોર્ટ પહોંચ્યા હતાં. વિમાનમાં બેસવાની જગ્યા ન મળતા તેઓ પ્લેનના પૈડા પર લટકી ગયા હતાં.

No description available.

રેઝાનો મૃતદેહ મળ્યો, કબીર હજુ લાપતા:
રેઝાના અવશેષો મળી આવ્યા છે, જ્યારે તેના ભાાઈ કબીર અંગે હજુ કોઈ ભાળ મળી નથી. વિમાનમાંથી આટલી ઉંચાઈ પરથી પડ્યા બાદ ભાગ્યે જ કોઈ બચી શકે. જોકે, તેના અવશેષો અંગે પણ હજુ કોઈ જાણકારી મળી નથી. પરિવારના સભ્યએ કહ્યું, 'અમે ખરેખર પરેશાન છીએ, કારણ કે અમે બે સભ્યો ગુમાવ્યા છે. અમને તેમાંથી એકનો મૃતદેહ મળ્યો છે, પરંતુ બીજો હજુ ગુમ છે. સંબંધીએ કહ્યું, 'તેઓએ ગુમ થયેલા કબીરને શોધવા માટે ઘણી હોસ્પિટલોની મુલાકાત લીધી છે, જેથી તે મૃત અથવા જીવંત મળી શકે. જોકે, અમને હજી સુધી કોઈ માહિતી મળી નથી.

અફવા સાંભળીને બંને છોકરાઓ એરપોર્ટ પર પહોંચી ગયા હતા:
સંબંધીએ જણાવ્યું કે દીકરાના મૃત્યુથી તેની માતા ખૂબ જ પરેશાન છે અને તે આઘાતમાં છે. સંબંધીએ જણાવ્યું કે 20,000 શરણાર્થીઓને કેનેડા અથવા યુ.એસ.માં ખસેડવામાં આવ્યા હોવાની અફવાઓ સાંભળીને બંને છોકરાઓ તેમની સાથે તેમના આઈડી કાર્ડ સાથે એરપોર્ટ પહોંચ્યા હતા.

પ્લેનના પૈડા પર ચોટેલાં જોવા મળ્યાં માનવ અવશેષો:
જણાવી દઈએકે, કાબુલ પર તાલિબાનોના કબજા બાદ હજારો લોકો પોતાનો જીવ બચાવવા 16 ઓગસ્ટના રોજ કાબુલ એરપોર્ટ પહોંચ્યા હતા. અને અંધાધૂંધીમાં ઘણા લોકો ત્યાંથી ઉડતા C-17 કાર્ગો પ્લેનમાં સવાર થયા હતા. આ દરમિયાન જેમને પ્લેનમાં બેસવાની જગ્યા ન મળી શકી તેવા લોકો પ્લેનના પૈડા, પાંખિયા અને અન્ય ખાલી જગ્યાઓ પર લટકી રહ્યા હતા. બાદમાં યુએસ મિલિટરી એરક્રાફ્ટના લેન્ડિંગ ગિયરમાં માનવ શરીરના ટુકડાઓ મળી આવ્યા હતા. એરક્રાફ્ટના વ્હીલ વેલમાં માનવ ટુકડાઓ મળવાની પુષ્ટિ કરતા યુએસ એરફોર્સે કહ્યું કે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news