Kanwar Yatra Japan: જાપાનમાં હર હર મહાદેવની ગૂંજ, શિવભક્તોએ કાઢી 82 KM લાંબી કાવડયાત્રા

Japan Kanwar Yatra: ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો ચાલુ છે ત્યારે દેશના કેટલાક ભાગોમાં શિવભક્તોએ કાવડયાત્રા કાઢી અને ભગવાન મહાદેવનો જળાભિષેક પણ કર્યો. બિહાર સરકારના બિહાર ફાઉન્ડેશને પોતાના ટ્વિટર હેન્ડલથી જાપાનની રાજધાનની ટોક્યોમાં કાઢવામાં આવેલી કાવડયાત્રાની જાણકારી શેર કરી છે.

Kanwar Yatra Japan: જાપાનમાં હર હર મહાદેવની ગૂંજ, શિવભક્તોએ કાઢી 82 KM લાંબી કાવડયાત્રા

Japan Kanwar Yatra: ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો ચાલુ છે ત્યારે દેશના કેટલાક ભાગોમાં શિવભક્તોએ કાવડયાત્રા કાઢી અને ભગવાન મહાદેવનો જળાભિષેક પણ કર્યો. બિહાર સરકારના બિહાર ફાઉન્ડેશને પોતાના ટ્વિટર હેન્ડલથી જાપાનની રાજધાનની ટોક્યોમાં કાઢવામાં આવેલી કાવડયાત્રાની જાણકારી શેર કરી છે. અત્રે જણાવવાનું કે ભગવા રંગના કપડાં પહેરેલા શિવભક્તોએ ટોક્યોમાં શ્રી રાધાકૃષ્ણ મંદિરથી કાવડયાત્રા શરૂ કરી અને સીતામા શિવ મંદિરમાં મહાદેવનો જળાભિષેક કરીને કાવડ યાત્રાનું સમાપન કર્યું. આ દરમિયાન શિવભક્તોએ કાવડમાં ગંગાજળ લઈને 80 કિલોમીટરથી વધુનું અંતર નક્કી કર્યું. કાવડયાત્રા માટે ગંગાજળ બિહારના સુલ્તાનગંજથી ટોક્યો લાવવામાં આવ્યું હતું. 

જાપાનમાં નીકળી કાવડયાત્રા
જાપાનમાં ભારતના રાજદૂત સી  બી જ્યોર્જ પણ કાવડયાત્રાના ઉદ્ધાટન સમારોહમાં સામેલ થયા હતા. મળતી માહિતી મુજબ જાપાનમાં આયોજિત આ કાવડયાત્રામાં લગભગ 500 શિવભક્ત શિવભક્ત સામેલ થયા. ફક્ત ભારતમાં જ નહીં પરંતુ નેપાળ અને શ્રીલંકાના લોકોએ પણ આ કાવડયાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો. 

82 KM લાંબી કાવડયાત્રા
કાવડયાત્રાની શરૂઆત શ્રી રાધા કૃષ્ણ મંદિરથી થઈ. ત્યારબાદ સીતામા શિવ મંદિરમાં જળાભિષેક સાથે કાવડ યાત્રાનું સમાપન થયું. શિવ ભક્તોએ કાંવડમાં ગંગાજળ લઈન લગભગ 82 કિમીનું અંતર કાપ્યું. કાવડનું ગંગાજળ બિહારના સુલ્તાનગંજથી ટોક્યો પહોંચાડવામાં આવ્યું. જાપાનમાં નીકળેલી કાવડયાત્રામાં સામેલ શ્રદ્ધાળુઓમાં ખુબ ઉત્સાહ જોવા મળ્યો. 

કાવડયાત્રામાં શું હોય છે
અત્રે જણાવવાનું કે શ્રાવણ મહિનામાં કાવડયાત્રા કાઢવામાં આવે છે. શ્રદ્ધાળુઓ ગંગા નદીથી જળ લઈને પગપાળા મંદિર જાય છે. તેનાથી જળાભિષેક કરે છે. યુપી, બિહાર અને દિલ્હીમાં કાવડયાત્રાનો ક્રેઝ બહુ જોવા મળે છે. લોકો હરિદ્વારા અને અન્ય તીર્થસ્થળો પર જઈને કળશમાં ગંગાજળ લઈને જાય છે અને શિવલિંગ પર ચડાવે છે. આ વખતે ભારત બહાર જાપાનમાં પણ કાવડયાત્રા કાઢવામાં આવી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news