KAZAKHSTAAN: ફ્યૂલના ભાવમાં ભડકો, પડી ગઈ સરકાર, ઈમરજન્સી લાગૂ

કઝાકિસ્તાનની સરકારે પેટ્રોલિયમ પદાર્થ એલપીજી અને ગેસોલિનના ભાવ વધારવાના કારણે લોકોમાં ફેલાયો ભારે રોષ અને લોકોએ વિરોધ કર્યો હતો. વિરોધ એટલી હદે વધી ગયો કે તેને શાંત પાડવા પોલીસે લાઠીચાર્જ તેમજ ટીયર ગેસના સેલને છોડવા પડ્યા હતા. 

KAZAKHSTAAN: ફ્યૂલના ભાવમાં ભડકો, પડી ગઈ સરકાર, ઈમરજન્સી લાગૂ

નવી દિલ્હી: કઝાકિસ્તાનની સરકારે પેટ્રોલિયમ પદાર્થ એલપીજી અને ગેસોલિનના ભાવ વધારવાના કારણે લોકોમાં ફેલાયો ભારે રોષ અને લોકોએ વિરોધ કર્યો હતો. વિરોધ એટલી હદે વધી ગયો કે તેને શાંત પાડવા પોલીસે લાઠીચાર્જ તેમજ ટીયર ગેસના સેલને છોડવા પડ્યા હતા. 

ઈમરજન્સીની જાહેરાત
CNNમાં પ્રકાશિત અહેવાલ મુજબ દેશમાં ઈમરજન્સી લાગૂ કરી દેવામાં આવી છે. જ્યાં સુધી સ્થિતી સામાન્ય ન થાય ત્યાં સુધી સ્થાનિક લોકોને ઘરમાં રહેવા માટે અપીલ કરવામાં આવી છે. કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ દ્વારા દેશની રાજધાની અલ્માટી અને મંગિસ્ટાઉમાં વિરોધ પ્રદર્શનને કારણે રાતે 11 થી સવારના 7 વાગ્યા સુધી કર્ફ્યું લગાવવામાં આવ્યો છે.

દાયકાઓ બાદ આગચંપી અને વિરોધ પ્રદર્શન 
મીડિયા અહેવાલ અનુસાર અનેક શહેરોમાં સેના અને જનતા વચ્ચે પણ ધર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. દેશભરમાં આ હોબાળાના વીડિયો વાયરલ થઇ રહ્યા છે. જેમાં કજાકિસ્તાનની જનતા પોલીસની ગાડીઓને રોકવાની સાથે તેને આગ પણ લગાવી રહી છે.  

— Chaudhary Parvez (@ChaudharyParvez) January 5, 2022

દારૂના વેચાણ પર લગાવ્યો પ્રતિબંધ
અહેવાલોના અનુસાર કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિએ આદેશ આપતા અલ્માટી અને મંગિસ્ટાઉમાં સામૂહિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દીધો છે. તો બીજી તરફ આ પ્રકારની સ્થિતિને જોતાં શસ્ત્રો દારૂગોળા અને દારૂની વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ સાથે જ વાહનોના અવર-જવર પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

સરકારે આપ્યુ રાજીનામું 
સમાચાર એજન્સી અને સ્પૂતનિકના હવાલેથી મળતા સમાચાર અનુસાર આ વિરોધ પ્રદર્શન વચ્ચે સરકારે રાજીનામું આપી દીધું છે. જેના કારણે હવે રાષ્ટ્રપતિ તેમની શક્તિઓનો ઉપયોગ કરતાં આ વાતનો સ્વિકાર કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news