સરકારે કોવિડ-19 રસીકરણ પર આખરે કેટલો કર્ચ કર્યો, આંકડો આવ્યો સામે

દેશમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મફત સપ્લાય માટે આવેલી કોવિડ વિરોધી રસી ખરદી પર 20 ડિસેમ્બર સુધી 19,675.46 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે ગુરૂવારે આ જાણકારી આપી છે.

સરકારે કોવિડ-19 રસીકરણ પર આખરે કેટલો કર્ચ કર્યો, આંકડો આવ્યો સામે

નવી દિલ્હી: કેન્દ્ર (Central Govt) એ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મફત સપ્લાય માટે કોવિડ-19 વિરોધી રસીની ખરીદી પર રૂ. 19,675 કરોડનો ખર્ચ કર્યો છે. સરકારી ડેટા અનુસાર, સરકારે કેન્દ્રીય બજેટ 2021-22 માં કોવિડ-19 રસીકરણ માટે 35,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી. સામાજિક કાર્યકર્તા અમિત ગુપ્તાની આરટીઆઈ અરજી પર મળેલા જવાબમાં જણાવવામાં આવ્યું છે કે, "રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મફત સપ્લાય માટે કોવિડ વિરોધી રસીની ખરીદી પર 20 ડિસેમ્બર સુધી 19,675.46 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે."

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આપી આ માહિતી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની કોવિડ-19 રસીકરણ શાખાએ જણાવ્યું કે 1 મે થી 20 ડિસેમ્બરની વચ્ચે સરકારી કોવિડ રસીકરણ કેન્દ્રો પર રસીના 117.56 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા. જ્યારે ખાનગી રસીકરણ કેન્દ્રો પર લગભગ 4.18 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા.

અત્યાર સુધી આપવામાં આવેલ રસીના ડોઝની સંખ્યા
કોરોના મહામારી સામે દેશવ્યાપી રસીકરણ અભિયાનની વાત કરીએ તો, દેશમાં અત્યાર સુધીમાં 139.70 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

ઓમિક્રોન પર રાજ્યોને કર્યા એલર્ટ
તાજેતરમાં કેન્દ્ર સરકારે પણ રાજ્યોને કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોન વિશે ચેતવણી આપી છે. સરકારે કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા કરતા ત્રણ ગણો વધુ ચેપી છે અને તેને ધ્યાનમાં રાખીને તમામ રાજ્યોએ સાવચેતી રાખતી વખતે સંપૂર્ણ તૈયારી કરવી જોઈએ.

કેન્દ્ર સરકાર દાખવી રહી છે સતર્કતા
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં કહ્યું કે તેઓ કોરોનાના આ નવા વેરિયન્ટને લઈને સાવચેત રહે અને કોઈપણ પ્રકારની કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર રહે. એવું કહેવામાં આવ્યું છે કે ઓછા કેસ નોંધાયા હોવા છતાં, તેમની નજીકથી દેખરેખ રાખવી પડશે અને સ્થાનિક સ્તરે અને જિલ્લા સ્તરે સક્રિય પગલાં લેવા જોઈએ.

કેન્દ્ર સરકારે રાજ્યોને આપી સલાહ
કેન્દ્ર સરકારે રાજ્યોને એ પણ સુનિશ્ચિત કરવા કહ્યું છે કે કોવિડ પ્રભાવિત વસ્તીના ઉભરતા કેસ, તેનો ભૌગોલિક ફેલાવો, હોસ્પિટલના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉપલબ્ધ કર્મચારીઓનો વધુ સારો ઉપયોગ, કન્ટેનમેન્ટ ઝોન અને જિલ્લા સ્તરે કન્ટેઈનમેન્ટ ઝોનના કદને સૂચિત કરવા અને આનો કડક અમલ થવો જોઈએ. સ્થાનિક સ્તરે તેને અટકાવવામાં આવે તેની ખાતરી કરવા માટે અમલીકરણ માટે આગળની યોજના બનાવો.
(ભાષા ઇનપુટની સાથે)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news