પાકિસ્તાન માટે મોટો ઝટકો, ઓસ્ટ્રેલિયા હવે નહીં કરે નાણાકીય મદદ

ઓસ્ટ્રેલિયા તરફથી 1.9 કરોડ ઓસ્ટ્રેલિયાન ડોલરની મદદ રોકવામાં આવી રહી છે. ઓસ્ટ્રેલિયાના વિદેશ અને વેપાર મંત્રાલયે આ પાછળના હેતુનો રિપોર્ટ બહાર પાડતા કહ્યું કે પાકિસ્તાનને આપવામાં આવનારી નાણાકીય મદદ હવે બંધ  કરવામાં આવી રહી છે.

પાકિસ્તાન માટે મોટો ઝટકો, ઓસ્ટ્રેલિયા હવે નહીં કરે નાણાકીય મદદ

નવી દિલ્હી: આર્થિક મોરચે કથળી રહેલા પાકિસ્તાન (Pakistan) ને પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. ઓસ્ટ્રેલિયા (Australia) એ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય નાણાકીય મદદ (Bilateral Aid) નો સંબંધ ખતમ કરવાની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયા તરફથી આપવામાં આવનારી નાણાકીય મદદનો ઉપયોગ ગરીબ મહિલા(Women) ઓ અને છોકરીઓ માટે જનકલ્યાણકારી યોજનાઓ અર્થે કરાતો હતો. ઓસ્ટ્રેલિયાના વિદેશ વિભાગ અને વાણિજ્ય વિભાગ તરફથી આ અંગે સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું છે. 

ઓસ્ટ્રેલિયા તરફથી 1.9 કરોડ ઓસ્ટ્રેલિયાન ડોલરની મદદ રોકવામાં આવી રહી છે. ઓસ્ટ્રેલિયાના વિદેશ અને વેપાર મંત્રાલયે આ પાછળના હેતુનો રિપોર્ટ બહાર પાડતા કહ્યું કે પાકિસ્તાનને આપવામાં આવનારી નાણાકીય મદદ હવે બંધ  કરવામાં આવી રહી છે. મદદ માટે અપાતી રકમનો ઉપયોગ હવે પ્રશાંત મહાસાગરની નવી પ્રતિબદ્ધતાઓ માટે કરવામાં આવશે. 

2021 સુધીમાં સંપૂર્ણ મદદ રોકવામાં આવશે
પાકિસ્તાન પર સહાયતા કાર્યક્રમ પ્રદર્શન રિપોર્ટ 2018-19 મથાળા હેઠળ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં નાણાકીય મદદ (Financial Aid) રોકવાની પ્રક્રિયાનો ઉલ્લેખ છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાન દ્વિપક્ષીય સહાયતા કાર્યક્રમ 2019-20માં 1.9 કરોડ ઓસ્ટ્રેલિયન ડોલર સુધીનો કાપ મૂકાશે. ત્યારબાદ 2020-21 સુધીમાં તેને સંપૂર્ણપણે ખતમ કરી નાખવામાં આવશે. ઓસ્ટ્રેલિયાએ સ્પષ્ટ કર્યુ છે કે નાણાકીય મદદ રોકવાથી પાકિસ્તાન ઉપરાંત ક્ષેત્રીય સહયોગ અને છાત્રવૃત્તિઓના કાર્યક્રમ પર તેની કોઈ અસર પડશે નહીં. 

જુઓ LIVE TV

પાકિસ્તાનના સુરક્ષા હાલાત વિસ્ફોટક, કાશ્મીરનો પણ ઉલ્લેખ
પાકિસ્તાનમાં સુરક્ષા વ્યવસ્થા અને દેશની અંદર ચાલી રહેલા સંઘર્ષને લઈને રિપોર્ટમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં સુરક્ષા હાલાત ચિંતાજનક સ્તરે પહોંચ્યા છે. 2019ના ફેબ્રુઆરીમાં પાકિસ્તાન અને ભારત વચ્ચે કાશ્મીર (Kashmir) માં થયેલા સૈન્ય તણાવ બાદ સ્થિતિ વધુ ગંભીર બની છે. રિપોર્ટમાં કહેવાયું છે કે પંજાબ અને સિંધ વિસ્તારમાં આતંકી વારદાતની ઘટનાઓમાં ઘટાડો થયો છે. પરંતુ ખેબર પખ્તનૂખ્વા અને બલુચિસ્તાનમાં આતંકી ઘટનાઓ વધી છે. આ બંને ક્ષેત્રોમાં ઓસ્ટ્રેલિયા દ્વારા અપાયેલી નાણાકીય સહાયનો ઉપયોગ વિવિધ કલ્યાણકારી કાર્યોમાં ખર્ચ થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news