શ્રીલંકા સંકટ: SLFP સાથેનો 50 વર્ષ જુનો સંબંધ તોડી રાજપક્ષે SLPPમાં જોડાયા
શ્રીલંકામા રાજનીતિક સંકટ ખતમ થવાનું નામ નથી લઇ રહ્યો, હવે રાજપક્ષે SLFP સાથેનો પોતાનો પાંચ દશક જુનો સંબંધ ખતમ કરીને શ્રીલંકા પીપલ્સ પાર્ટીમાં જોડાયા
Trending Photos
કોલંબો : શ્રીલંકામાં ઉપજેલા રાજનીતિક સંકટ બાદ રાષ્ટ્રપતિ દ્વારા ત્યાની સંસદ ભંગ કરવા જવાનાં નિર્ણય મુદ્દે સવાલ ઉઠી રહ્યા છે. શ્રીલંકાનું રાજનીતિક સંકટ સતત ઉંડુ થઇ રહ્યું છે. એક વિવાદિત પગલું ઉઠાવતા રાષ્ટ્રપતિ માત્રિપાલ સિરિસેનાએ મહિંદ્રા રાજપક્ષેને વડાપ્રધાન બનાવી દીધા હતા. રવિવારે રાજપક્ષેએ SLFPએ પોતાના પાંચ દશક જુના સંબંધ ખતમ કરીને શ્રીલંકા પીપલ્સ પાર્ટી (SLPP) જોઇન કરી લીધી છે. રાજપક્ષેનું આ પગલું તે તરફ ઇશારો કરે છે કે 5 જાન્યુઆરીએ થનારા ત્વરિત ચૂંટણીમાં તેઓ સિરિસેનાની પાર્ટીને બેનર તળે નહી પરંતુ પોતાની પાર્ટીમાંથી ચૂંટણી લડશે.
પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેએ રવિવારે SLPPનું સભ્યપદ લીધું. આ પાર્ટી તેમના સમર્થકોએ જ બનાવી છે. શ્રીલંકા ફ્રીડમ પાર્ટીના સંસ્થાપક રાજપક્ષેનાં પિતા હતા. 1951માં આ પાર્ટી બનાવવામાં આવી હતી. ગત્ત વર્ષે રાજપક્ષેનાં સમર્થકોએ SLPP બનાવી જેના કારણે તે રાજનીતિકમાં પરત આપી શકે. પાર્ટીએ ફેબ્રુઆરીમાં થયેલા લોકરકાઉન્સિલની ચૂંટણીમાં બે તૃતિયાંશ સીટો જીતી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, 2015ના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં 72 વર્ષના રાજપક્ષે પોતાનાં ડેપ્યુટી સિરિસેના સામે હારી ગયા હતા. સિરિસેનાએ વિક્રમસિંઘેની યુનાઇટેડ નેશનલ પાર્ટીનું સમર્થન લીધું હતું. જો કે ત્યાર બાદ સિરિસેના અને વિક્રમસિંઘેની વચ્ચે અધિકારોની વહેંચણી મુદ્દે તણાવ હતો. 26 ઓક્ટોબરે સિરિસેનાએ વિક્રમસિંઘેના પદથી હટાવીને રાજપક્ષેને વડાપ્રધાન બનાવી દીધા. સિરિસેનાએ 16 નવેમ્બર સુધી સંવૈધાનિક ગતિવિધિઓ અટકાવી દીધી હતી. સ્થાનીક અને આંતરરાષ્ટ્રીય દબાણમાં 14 નવેમ્બરના રોજ બીજીવાર સંસદ ચલાવવાની પરવાનગી આપવામાં આવી.
જો કે શુક્રવારે સિરિસેનાએ સંસદ ભંગ કરીને 5 જાન્યુઆરીનાં રોજ ત્વરિત ચૂંટણીનો આદેશ આપ્યો હતો. રાજપક્ષેને સંસદમાં બહુમત નહોતો મળી શક્યો. પદ પર રહેવા માટે 225 સભ્યોમાંથી તેમને ઓછામાં ઓછા 113 સભ્યોનું સમર્થન જરૂરી હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે