કરણ જૌહર ફરીથી બનાવશે ‘કુછ કુછ હોતા હૈ’, આ સ્ટાર્સ બનશે અંજલી અને રાહુલ
Trending Photos
નવી દિલ્હી :બોલિવુડમાં આવનાર દરેક એક્ટરની ઈચ્છા કેટલીક ફિલ્મોમાં કામ કરવાની જરૂર હોય છે. આવી જ એક ફિલ્મ હતી કુછ કુછ હોતા હૈ. જે પોતાની સ્ટોરી, બેમિસાલ મ્યૂઝિક અને સુપહીટ ડાયલોગ્સ માટે લોકોની ચહિતી ફિલ્મ બની હતી. કરણ જોહરની શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખરજી અને સલમાન ખાન સ્ટારર ફિલ્મ કુછ કુછ હોતા હૈ ફિલ્મે હાલમાં જ 20 વર્ષ પૂરા કર્યાં છે.
કરણ જૌહરની હાલ તો કુછ કુછ હોતા હૈની રીબૂટ પર કામ કરવાની કોઈ યોજના નથી. પરંતુ તેમનુ કહેવુ છે કે, જો તે આ લવ સ્ટોરીને ફરીથી બનાવવાનો નિર્ણય કરે તો રણવીર સિંહ, આલિયા ભટ્ટ અને જ્હાન્વી કપૂર તેમાં કામ કરશે.
6 દિવસ બાદ સસ્તુ થયું પેટ્રોલ, તો ડીઝલના ભાવે પણ આપ્યા રાહતના સમાચાર
મેલબોર્નમાં ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ફેન્સ સાથે વાતચીત કરવા દરમિયાન કરણે કહ્યું કે, મારી નજરમાં રણવીર સિંહ રાહુલના રૂપમાં રહેશે. તેનામાં શાહરૂખ ખાન જેવા પાગલપન છે. આલિયા ભટ્ટ અંજલીનું પાત્ર ભજવશે. કારણ કે તે ઉત્સાહી છે. અને જ્હાન્વી ટીનાના રૂપમાં નજર આવશે.
ઉલ્લેખનીય છે કે, મેલબર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં કુછ કુછ હોતા હૈને એક બેસ્ટ ફિલ્મ તરીકે દર્શાવવામાં આવી છે. ફિલ્મે ઓક્ટોબર 2018માં 20 વર્ષ પૂરા કર્યાં છે. મેલબર્નમાં આ ફિલ્મ મહોત્સવનું સમાપન 17 ઓગસ્ટના રોજ થયું હતું. (ઈનપુટ આઈએએનએસમાંથી)
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે