પીએમ મોદીની કૂટનીતિની આગળ ફેલ થયું ચીન, માલદીવે કહ્યું- સૌથી પહેલા ભારત
Trending Photos
નવી દિલ્હી: માલદીવના નવા રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ ત્રણ દિવસની રાજકિય યાત્રા પર રવિવારે ભારત પહોંચ્યા છે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી પુરીએ ભારત આવવા પર સોલિહનું સ્વાગત કર્યું હતું. સોલિહના રાષ્ટ્રપતિના રૂપમાં કોઇ પણ દેશની આ પ્રથમ વિદેશ યાત્રા છે. સોલિહની સાથે તેમની પત્ની ફાજના અહમદ અને સરકારના ત્રણ ઉચ્ચ અધિકારીઓ પણ તેમની સાથે હાજર હતા. તેમની ભારત યાત્રા પક સોલિહે કહ્યું કે માલદીવ અને ભારતની વચ્ચે હમેશાં સારા સબંધ રહ્યા છે. માલદીવની પાસે હમેશાં. ભારતની પહેલી નીતિ રહી છે.
માલદીવના વિકાસ માટે ભારતે સતત સમર્થન અને સહયોગ કર્યો છે. સોલિહનું આ નિવેદન ભારત અને માલદીવની વચ્ચે સંબંધોમાં એક નવી ઉર્જાની જેમ છે. આ પહેલા ભારત અને માલદીવના સંબંધમાં જટિલતા બની ગઇ હતી. પહેલા સરકારમાં રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યમીને ભારતની પહેલી નીતિને પલટી ચીનની સાથે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
પરંતુ આ વખતે માલદીવમાં યોજાયેલ રાષ્ટ્રપિત ચૂંટણીમાં મોહમ્મદ સોહિલની જીત બાદ ભારત અને માલદીવના સંબંધ એક વાર ફરી પાટા પર આવતા જોવા મળી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 નવેમ્બરે માલદીવના રાષ્ટ્રપતી મોહમ્મદ સોલિહની સપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા. પ્રધાનમંત્રી મોદી એકલા એવા રાષ્ટ્રઅધ્યક્ષ હતા, જેમને આ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે બોલાવવામં આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે