Blackout in Pakistan: પાકિસ્તાનમાં વીજળી ડૂલ, ઈસ્લામાબાદ અને કરાચી સહિત અનેક શહેરો અંધારામાં ડૂબ્યા
પાકિસ્તાન (Pakistan) માં શનિવારે મોડી રાતે અચાનક વીજળી ગૂલ થઈ ગઈ અને અનેક શહેરો અંધારામાં ડૂબ્યા. પાકિસ્તાનના ઉર્જા મંત્રાલયના જણાવ્યાં મુજબ પાવર ટ્રાન્સમિશન સિસ્ટમની ફ્રિક્વન્સીમાં અચાનક આવેલા ઘટાડાના કારણે બ્લેકઆઉટ થઈ ગયું.
Trending Photos
કરાચી: પાકિસ્તાન (Pakistan) માં શનિવારે મોડી રાતે અચાનક વીજળી ગૂલ થઈ ગઈ અને અનેક શહેરો અંધારામાં ડૂબ્યા. પાકિસ્તાનના ઉર્જા મંત્રાલયના જણાવ્યાં મુજબ પાવર ટ્રાન્સમિશન સિસ્ટમની ફ્રિક્વન્સીમાં અચાનક આવેલા ઘટાડાના કારણે બ્લેકઆઉટ થઈ ગયું. આ ટેક્નિકલ ખામી લગભગ રાતે 11.41 વાગે સર્જાઈ.
કયા કયા શહેરોમાં થયું બ્લેકઆઉટ
પાકિસ્તાનમાં બ્લેકઆઉટ બાદ કરાચી, લાહોર, પેશાવર, ઈસ્લામાબાદ, મુલ્તાન અને રાવલપિંડી સહિત અનેક મોટા શહેરો અંધારામાં ડૂબી ગયા. પાકિસ્તાનના ઉર્જા મંત્રાલયે જણાવ્યું કે પાવર ટ્રાન્સમિશન સિસ્ટમની ફ્રિક્વન્સીમાં અચાનક 50થી 0નો ઘટાડો નોંધાતા દેશવ્યાપી બ્લેકઆઉટ થઈ ગયું. આ સાથે જ મંત્રાલયે લોકોને સંયમ વર્તવાની પણ અપીલ કરી.
ટ્વિટર પર છવાયું હેશટેગ #blackout
બ્લેકઆઉટની થોડીવારમાં જ ટ્વિટર પર #blackout ટ્રેન્ડ થવા લાગ્યું અને લોકોએ ખુબ મજા લીધી. આ અગાઉ જાન્યુઆરી 2015માં પાકિસ્તાનમાં બ્લેકઆઉટ થયું હતું અને અનેક શહેરોમાં કલાકો સુધી વીજળી ગૂલ થઈ ગઈ હતી. તે વખતે પણ સોશયિલ મીડિયા પર બ્લેકઆઉટ ચર્ચામાં રહ્યું હતું.
રાતે 2 વાગે વીજળી પાછી આવી
ઈસ્લામાબાદના ડેપ્યુટી કમિશનર હમજા શફકતે જણાવ્યું કે નેશનલ ટ્રાન્સમિશન એન્ડ ડિસ્પેચ કંપની સિસ્ટમ (NTDC) ની ટ્રિપિંગના કારણે બ્લેકઆઉટ થયું છે. થોડીવારમાં બધુ જ ઠીક થઈ જશે. જો કે રિપોર્ટ્સ મુજબ વીજળીની બહાલી રાતે 2 વાગે થઈ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે