આકાશગંગાઓની વિનાશકારી અથડામણ તરફી આગળ વધી રહી છે 'મિલ્કી વે', જાણો કારણ

વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે, આગામી બે અબજ વર્ષમાં નજીકની આકાશગંગા સાથે વિનાશકારી અથડામણ થવાથી આપણી આકાશગંગા 'મિલ્કી વે'નો નિષ્ક્રિય પડેલો બ્લોક હોલ ફરીથી સક્રિય થઈ શકે છે

Updated By: Jan 10, 2019, 08:15 AM IST
આકાશગંગાઓની વિનાશકારી અથડામણ તરફી આગળ વધી રહી છે 'મિલ્કી વે', જાણો કારણ
પ્રતિકાત્મક તસવીર

લંડનઃવૈજ્ઞાનિકોનો અંદાજ છે કે, આગામી બે અબજ વર્ષમાં નજીકની આકાશગંગા સાથે વિનાશકારી અથડામણ થવાથી આપણી આકાશગંગા 'મિલ્કી વે'નો નિષ્ક્રિય પડેલો બ્લોક હોલ ફરીથી સક્રિય થઈ શકે છે. તેના કારણે આપણું સૌરમંડળ અંતરિક્ષમાં ધકેલાઈ શકે છે. 

બ્રિટનની ડરહમ યુનિવર્સિટીના એસ્ટ્રોફિઝિસિસ્ટના નેતૃત્વમાં સંશોધનકર્તાઓએ અનુમાન વ્યક્ત કર્યું છે કે, 'લાર્જ મેગ્નેટિક ક્લાઉડ બે અબજ વર્ષના સમયમાં મિલ્કી વે સાથે ટકરાઈ શકે છે. આ અથડામણ મિલ્કી વે અને તેની અન્ય નજીકની આકાશગંગા એન્ડ્રોમેડાની વચ્ચે થનારી સંભવિત અથડામણ પહેલાં થશે.' વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે, તે આપણી આકાશગંગા સાથે આઠ અબજ વર્ષમાં ટકરાશે. 

આ અથડામણને કારણે સક્રિય થઈ ચુકેલા બ્લેક હોલમાંથી ઊચ્ચ ઊર્જા ધરાવતા વિકિરણો નિકળશે. જોકે, આ બ્રહ્માંડની આતિશબાજીની પૃથ્વી પર કોઈ અસર થશે નહીં. તેમ છતાં વૈજ્ઞાનિકોનું માનવું છે કે, પ્રારંભિક અથડામણને કારણે આપણું સૌરમંડળ અંતરિક્ષમાં પહોંચી જશે.