collision

અકસ્માતના Live દ્રશ્યો: સુરતમાં મોડીરાત્રે પૂરપાટ દોડતી કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઇ, કાર ચાલકનું કમકમાટીભર્યું મોત

સુરતના ડીંડોલી વિસ્તારમાં મોડીરાત્રે એક પૂરપાટ ઝડપે કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં કાર ટકરાતા કાર ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે હાલ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે.

Dec 2, 2021, 05:05 PM IST

RAJKOT: ટ્રકની ટક્કરે બેનાં મોત, કોંગી મહિલા સભ્યનો મૃતદેહ ટાયરમાં ફસાયો

રાજ્યમાં કોરોનાનો કાળ લોકડાઉન સમયે અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો હતો. જો કે લોકડાઉનમાં છુટછાટ બાદ કરી રોડ અકસ્માતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આજે જુનાગઢ સોમનાથ રોડ પર બાઇક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કોંગ્રેસી મહિલા સભ્ય અને તેમના દીયરનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી. બંન્ને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. 

Jul 8, 2021, 10:36 PM IST

SURAT: રોંગસાઇડ આવતી પોલીસ વાનની ટક્કરે યુવકનું મોત, પોલીસે મૃતકને જ આરોપી બનાવ્યો

અકસ્માતની ઘટનામાં પોલીસની શંકાસ્પદ કામગીરી જોવા મળી છે. પોલીસ વાન સાથે બનેલી અકસ્માતની ઘટનામાં પોલીસે મૃતક આરોપી બનાવી તેની સામે ગુનો દાખલ કર્યો છે. સુરતના વેસુ વિસ્તારમાં પોલીસવાન અડફેટે બાઇક ચાલક સગીરનું કરૂણ મોત નિપજ્યું છે. આ ઘટના બની હતી ત્યારે રવિવારે સાંજે વેસુ ચાર રસ્તા નજીક ઉમરા પોલીસની વાત સાથે અથડાયેલ બાઇક ચાલક સગીરનું કરૂણ મોત નિપજ્યું છે. જો કે ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે તેને બચાવી શકાયો નહોતો. 

Jun 22, 2021, 05:21 PM IST

દહેગામ-બાયડ રોડ પર ટ્રક સાથે ટક્કર બાદ CRETA ગાડી આગનો ગોળો થઇ ગયો, ડોક્ટર દંપત્તીનું મોત

દહેગામ-બાયડ રોડ પર આવેલા રોયલ સ્કૂલની લીહોડા વચ્ચે આજે ટ્રક અને ક્રેટા ગાડીનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કારમાં આગ ભભુકી ઉઠી હતી. ગણતરીની મિનિટોમાં કારમાં લાગેલી આગે રુદ્ર સ્વરૂપ ધારણ કરતા નાસભાગ મચી હતી. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચે તે અગાઉ આગની લપેટમાં કારમાં બેઠેલા ડોક્ટર દંપત્તીનું કરૂણ મોત નિપજ્યું હતું. પોલીસ ઘટના સ્થળે પહોંચીને ઘટના અંગે તપાસ આદરી હતી. 

Feb 28, 2021, 09:03 PM IST

આણંદ: દંતેલી નજીક ટ્રેક્ટરની ટક્કરે પરિવાર નંદવાઇ ગયો, 2નાં મોત 1 ગંભીર

પેટલાદ તાલુકાનાં દંતેલી ગામ નજીક ગુરૂવારે મોડીરાત્રે ઓવરટેક કરવાની લ્હાયમાં ટ્રેક્ટર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક પર રહેલા પિતા-પુત્રીના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા. જ્યારે પત્નીને શરીર અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં તેમની સ્થિતી ગંભીર હોવાનું જણાવાઇ રહ્યું છે. દંપત્તી માણેજ ખાતેનાં તેમનાં સાસરીથી પરત ફરી રહ્યું હતું. તે સમયે ઓવરટેક કરવા દરમિયાન આ ઘટના બની હતી.

Feb 29, 2020, 11:49 PM IST

મોટેરા સ્ટેડિયમ નજીક ભેખડ ઘસી પડતા 2 મજુરોનાં ઘટના સ્થળે નિપજ્યાં મોત

અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમમાં હાલ જોરશોરતી તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન મોદી ઉપરાંત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આવવાનાં છે. તેઓ મોટેરા સ્ટેડિયમમાં હાઉડી ટ્રમ્પ નામનો કાર્યક્રમ યોજવા જઇ રહ્યા છે. તેવી સ્થિતીમાં એરપોર્ટથી માંડીને મોટેરા સુધીનાં રૂટમાં આવતા તમામ રોડ રસ્તાઓને કવર કરવામાં આવી રહ્યા છે. કોઇ પણ પ્રકારની ક્ષતી ન રહે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેના અનુસંધાને પાઇપલાઇનની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતા 2 મજુરોનાં મોત નિપજ્યાં હતા. 

Jan 31, 2020, 05:35 PM IST
Cow Hit A Seven Year Old Girl In Mehsana PT1M1S

મહેસાણા: ગાયે 7 વર્ષની બાળકીને લીધી અડફેટે

મહેસાણામાં ગાયે 7 વર્ષની બાળકીને અડફેટે લીધી હોવાનો વીડિયો સામે આવ્યો છે. જમાં જોવા મળી રહ્યું છે કે ગાય બાળકી તરફ દોડીને આવી રહી છે. અને તે બાળકીને જમીન પર પટકી તેને શિંગળું મારવાનો પ્રય્તન કરી રહી છે. ત્યારે એક સ્થાનિક વ્યક્તિ દ્વારા આ બાળકીને બચાવી લેવામાં આવે છે. આવી ઘટનાઓ અવારનવાર બનતા સ્થાનિકો દ્વારા તંત્રને ઘણી વખત જાણ કરવામાં આવી છે પંરતુ આ ઘટનાઓ બાદ પણ તંત્ર દ્વારા કોઇ પગલા લેવામાં આવતા નથી.

Mar 11, 2019, 04:25 PM IST

વડોદરા: કાર સાથે અથડાયેલો એક્ટિવા ચાલક ડમ્પર નીચે કચડાતા મોત

શહેરના ફતેગંજ બ્રિજ પર કારે ટક્કર માર્યા પછી ડમ્પર ફરી વળતા એક્ટિવા ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. 

Feb 17, 2019, 05:37 PM IST

આકાશગંગાઓની વિનાશકારી અથડામણ તરફી આગળ વધી રહી છે 'મિલ્કી વે', જાણો કારણ

વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે, આગામી બે અબજ વર્ષમાં નજીકની આકાશગંગા સાથે વિનાશકારી અથડામણ થવાથી આપણી આકાશગંગા 'મિલ્કી વે'નો નિષ્ક્રિય પડેલો બ્લોક હોલ ફરીથી સક્રિય થઈ શકે છે

Jan 10, 2019, 08:15 AM IST

વડોદરા: BMW કારે ત્રણ વાહનોને ફંગોળ્યા, ચાલક થયો ફરાર

વડોદરાના પોશ વિસ્તાર ગણાતા અલકાપુરીમાં BMW કાર ચાલકે એકસાથે ત્રણ ટુ વ્હીલર વાહનચાલકોને અડફેટે લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બેકાબુ કાર ચાલકે અડફેટે લીધેલા વાહનચાલકમાંથી એક દંપતી સાથેના અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે જોઈને તમામ લોકોના રૂવાટા ઉભા થઈ જશે. 
 

Jan 5, 2019, 07:34 PM IST

વડોદરામાં ટ્રક ચાલકે બાઇક પર સવાર પરિવારને અડફેટેલીધો, 3 વર્ષની બાળકીનું મોત

શહેરના માંજલપુર જીઆઈડીસી રોડ પર એક પરિવારને અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકે બાઈક પર સવાર પરિવારને અડફેટે લેતા અકસ્માતમાં 3 વર્ષની બાળકીનું મોત થયું છે.

Oct 13, 2018, 11:42 AM IST

મહેસાણા-ઊંઝા હાઈવે પર ગોઝારા અકસ્માતમાં કારના ફૂરચા ઉડ્યા, સાતના દર્દનાક મોત

સાગોઝારા અકસ્માતો રોકાવાનું નામ લેતા નથી. મહેસાણા ઊંઝા હાઈવે પર હચમચાવી નાખે તેવી અકસ્માતની ઘટનામાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ આ મૃતકો અમદાવાદના હતા. બસ અને કારની ટક્કર એટલી ભયાનક હતી કે કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતાં. 

Nov 17, 2017, 04:07 PM IST