Monkeypox: 67 દેશોમાં ફેલાયો આ વાયરસ, યૂરોપમાં 2 અઠવાડિયામાં 3 ગણા કેસ

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને યૂરોપમાં મંકીપોક્સને વધુ ફેલાતો રોકવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાનું આહવાન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક સ્વાસ્થ્ય એજન્સીએ કહ્યું કે ગત બે અઠવાડિયામાં મહાદ્રીપમાં કેસ ત્રણ ગણા વધી ગયા છે. તાજેતરમાં જ વર્લ્ડ હેલ્થ નેટવર્કે મંકીપોક્સ વાયરસને મહામારી જાહેર કર્યો હતો.

Monkeypox: 67 દેશોમાં ફેલાયો આ વાયરસ, યૂરોપમાં 2 અઠવાડિયામાં 3 ગણા કેસ

Monkeypox Case Update: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને યૂરોપમાં મંકીપોક્સને વધુ ફેલાતો રોકવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાનું આહવાન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક સ્વાસ્થ્ય એજન્સીએ કહ્યું કે ગત બે અઠવાડિયામાં મહાદ્રીપમાં કેસ ત્રણ ગણા વધી ગયા છે. તાજેતરમાં જ વર્લ્ડ હેલ્થ નેટવર્કે મંકીપોક્સ વાયરસને મહામારી જાહેર કર્યો હતો. જોકે WHO એ તાજેતરમાં તેને મહામારી ગણવાની ના પાડી દીધી છે. 15 જૂન બાદથી યૂરોપીમાં સંક્રમણના કેસમાં 3 ગણો વધારો થયો છે. 6 મેના રોજ બ્રિટનમાં તેનો પહેલો કેસ મળ્યા બાદ આખા યુરોપમાં અત્યાર સુધી લગભગ 5,000 થી વધુ કેસ નોંધાયા છે. 

આટલા દર્દીઓની થઇ ઓળખ
Monkeypoxmeter.com ના અનુસાર અત્યાર સુધી 67 દેશોમાં મંકીપોક્સના કેસ સામે આવ્યા છે. તેના 6,229 દર્દીઓની ઓળખ થઇ છે. તો બીજી તરફ 6,178 કન્ફોર્મ કેસ નોંધાઇ ચૂક્યા છે. તો બીજી તરફ 52 કેસને સંદિગ્ધ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. 

આ દેશોમાં આટલા કેસ
મંકીપોક્સના યૂરોપમાં 5,262, ઉત્તરી અમેરિકામાં 692, સાઉથ અમેરિકામાં 92, એશિયામાં 64, આફ્રીકામાં 35 અને ઓશિનિયામાં 12 કેસ સામે આવી ગયા છે. તો બીજી તરફ મંકીપોક્સથી ગ્રસ્ત ટોઇપ 10 દેશોમાં બ્રિટન, સ્પેન, અમેરિકા, જર્મની, ફ્રાંસ, પુર્તગાલ, કેનેડા, નેધરલેન્ડ, ઇટલી અને બેલ્ઝિયમ સામેલ છે. 

લંડનમાં 54 દર્દીઓની તપાસ
લૈંસેટ જર્નલમાં પ્રકશિત એક સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ લંડનમાં રહેનાર મંકીપોક્સના 54 દર્દીઓની તપાસ કરી. આ તમામ હોમસૈક્સુલ હતા. તેમાંથી ફક્ત 2 દર્દીઓને અંદાજો ન હતો કે કિઓ સંક્રમિતના સંપર્કમાં આવ્યા છે. 

મંકીપોક્સમાં લગાવવી પડશે લગામ
WHO ના યૂરોપ ક્ષેત્રના ક્ષેત્રીય નિર્દેશક હંસ હેનરી ક્લુઝે કહ્યું કે હું સરકારો અને નાગરિક સમાજ માટે આગામી અઠવાડિયા અને મહિનામાં પ્રયત્નોને તેજ કરવા માટે મારા આહવાનને તેજ કરી રહ્યો છું. જેથી મંકીપોક્સના વધતા ભૌગોલિક ક્ષેત્રમાં પોતાને સ્થાપિત કરતાં રોકી શકાય. 

યૂરોપ સૌથી વધુ પ્રભાવિત
તેમણે કહ્યું કે તાત્કાલિક અને સમન્વિત કાર્યવાહી જરૂરી છે, જો આપણે આ બિમારીના પ્રસારને રોકવા ઇચ્છીએ છીએ. મોટાભાગના દેશ જ્યાં મંકીપોક્સના કેસમાં હજારોમાં પહોંચી ગયા છે. તે યૂરોપમાં છે. તો બીજી તરફ આ અઠવાડિયાની શરૂઆતમાં WHO ના મહાનિર્દેશક ટેડ્રોસ એડનોમ ઘેબિયસે કહ્યું કે તે મંકીપોક્સ વાયરસના સતત ટ્રાંસમિશનથી ચિંતિત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news