થાઇલેન્ડઃ ગુફામાંથી વધુ બે બાળકોને બહાર કઢાયા, હજુ પણ ફસાયેલા છે 7 સભ્યો
ઉત્તરી થાઇલેન્ડમાં ગત બે સપ્તાહ કરતા વધુ સમયથી ગુફામાં ફસાયેલા 13 લોકોમાંથી ચાર બાળકોને રવિવારે સુરક્ષિત બહાર કાઢ્યા બાદ સોમવારે બચાવ અભિયાનના બીજા દિવસે વધુ બે બાળકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે.
Trending Photos
મે સાઈ (થાઇલેન્ડ): ઉત્તરી થાઇલેન્ડમાં ગત બે સપ્તાહ કરતા વધુ સમયથી ગુફામાં ફસાયેલા 13 લોકોમાં ચાર બાળકોને રવિવારે સુરક્ષિત બહાર કાઢ્યા બાદ સોમવારે બચાવ અભિયાનના બીજા દિવસે બે બાળકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. અભિયાનના પ્રમુખે કહ્યું કે, અભિયાન આશા કરતા વધુ સારી રીતે ચાલી રહ્યું છે. 11 થી 16 વર્ષની ઉંમરના બાળકો અને તેમના કોચને પાણીમાં કુદીને બચાવવાનું અભિયાન સવારે શરૂ થયું. નિષ્ણાંત ગોતાખોર આ જટિલ તથા ખતરનાક અભિયાન માટે આ જગ્યામાં ઘુસ્યા.
થાઇલેન્ડમાં પૂરને કારણે ગુફાની અંદર ફસાયેલી ફુટબોલ ટીમના નવ સભ્યોને બચાવવા માટે આંતરરાષ્ટ્રીય અભિયાનના પ્રમુખે કહ્યું કે, તેમને જલ્દી અને સારા સમાચાર આવવાની આશા છે. બચાવ અભિયાનના પ્રમુખ નરોંગસાક ઓસોટાનકોર્ને સંવાદદાતાને કહ્યું, તમામ ઉપકરણ તૈયાર છે. ઓક્સીજનની બોટલ તૈયાર છે. આગામી કેટલિક કલાકોમાં અમારી પાસે સારા સમાચાર આવશે.
Six boys rescued from flooded Thai cave: AFP news agency
— ANI (@ANI) July 8, 2018
ઉત્તરી થાઇલેન્ડની થામ લુઆંગ ગુફામાં બે સપ્તાહ કરતા વધુ સમયથી ફસાયેલા 12 બાળકો અને તેમના સહાયક ફુટબોલ કોચને બહાર કાઠવાનું કામ રવિવાર (8 જુલાઇ)થી શરૂ થયું. બચાવ અભિયાનના પ્રમુખે આ જાણકારી આપી હતી. વાઇલ્ડ બોર્સ નામની આ ફુટબોલ ટીમ ગુફામાં 23 જૂનથી ફસાયેલી છે. આ લોકો પ્રેક્ટિસ બાદ અહીં ગયા હતા અને ભારે વરસાદને કારણે ગુફામાં પાણી ભરાઇ ગયું અને ત્યાં ફસાઇ ગયા. આ ઘટનાએ થાઇલેન્ડ સહિત વિશ્વભરનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. અધિકારીઓ સતત બાળકો અને કોચને બહાર કાઢવા માટે સતત સંઘર્ષ કરી રહ્યાં હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે