પ્રથમ વખત અંતરિક્ષમાં અનોખી ખેતી, મૂળાના પાકના ઉછેરનો ફોટો નાસાએ કર્યો શેર

નાસાની અવકાશયાત્રી અને ફ્લાઈટ એન્જિનિયર કેટ રુબિન્સે પ્રથમ વખત  આંતરરાષ્ટ્રીય સ્પેશ સ્ટેશનમાં ઉગાડેલા મૂળાના પાકની લણણી કરી છે. અને  27 દિવસમાં મૂળાનો પાક તૈયાર થયો તેનો વીડિયો પણ નાસાએ સોશિયલ  મીડિયામાં શેર કર્યો છે.

પ્રથમ વખત અંતરિક્ષમાં અનોખી ખેતી, મૂળાના પાકના ઉછેરનો ફોટો નાસાએ કર્યો શેર

નવી દિલ્હી: અંતરિક્ષમાં થતી અનેક હલચલ અને સ્પેસ સેન્ટરમાં કરવામાં આવતા  અવનવા પ્રયોગોની માહિતી મેળવવા લોકો આતુર રહેતા હોય છે. પણ આ  વખતે એવી માહિતી સામે આવી છે જે તમને ખરેખર આશ્ચર્યમાં મૂકી દેશે.  કદાચ પ્રથમ વખત એવુ બન્યું હશે કે અંતરિક્ષમાં મૂળાનો પાક ઉગાડવામાં  આવ્યો હશે. અત્યારે શિયાળાની ઋતુ છે અને ભારતમાં મૂળાની સારા પ્રમાણે  ના માત્ર ખેતી થાય છે પણ અહીં શિયાળાની ઋતુમાં લીલા શાકભાજીમાં  મૂળાની માગ પણ વધતી હોય છે. આવા સમયે નાસા તરફથી આવેલા આ  સમાચાર ભારતીયોના ચહેરા પર ખુશીની લહેર ચોક્કસથી રેલાવી રહ્યાં છે.  તમે આ ફોટોમાં જોઈ રહ્યા છો કે કેવી રીતે એક કાચની પેટીમાં મૂળાના બીજ  નાખવામાં આવ્યા અને કેવી રીતે મૂળા અંકુરિત થયા છે.

NASA astronaut Kate Rubins prepped the radishes for their journey back to Earth, where scientists will analyze them. Astronauts will soon grow a second crop of the vegetables for even more science! pic.twitter.com/hUfUaoSn0I

— ISS Research (@ISS_Research) November 30, 2020

નાસાની અવકાશયાત્રી અને ફ્લાઈટ એન્જિનિયર કેટ રુબિન્સે પ્રથમ વખત  આંતરરાષ્ટ્રીય સ્પેશ સ્ટેશનમાં ઉગાડેલા મૂળાના પાકની લણણી કરી છે. અને  27 દિવસમાં મૂળાનો પાક તૈયાર થયો તેનો વીડિયો પણ નાસાએ સોશિયલ  મીડિયામાં શેર કર્યો છે. નાસાએ કરેલા આ પ્રયોગનું નામ પ્લાન્ટ હેબિટેટ-02  રાખ્યુ છે. મૂળો 27 દિવસમાં સંપૂર્ણપણે તૈયાર થઈ જશે એ વિશ્વાસ વૈજ્ઞાનિકોને  હોવાથી સ્પેસ સ્ટેશનમાં ઉગાડવા માટે તેના પર પસંદગી ઉતારવામાં આવી  હતી. આ મૂળો ના માત્ર પ્રાયોગિક ધોરણે ઉગાડાયો છે પણ તેમાં  પોષકતત્વોની માત્રા સામાન્ય મૂળાની જેમ જ છે અને તે ખાવા લાયક પણ છે. 

— ISS Research (@ISS_Research) December 3, 2020

મૂળો ઓછી સંભાળ વગર વિકસીત થાય છે. 
નાસાના વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર મૂળાને ઉગાડવા માટે ઓછી સંભાળની  જરૂર છે. સ્પેસમાં તેને જે ચેમ્બર એટલે કે કાચના જે બોક્સમાં ઉગાડવામાં  આવ્યો ત્યાં લાલ, વાદળી, લીલી અને સફેદ LED લાઈટનું અજવાળું પણ  કરવામાં આવ્યું હતું. જેથી મૂળાના છોડનો વિકાસ કોઈ પણ અવરોધ વગર  થઈ શકે. સાથે જ ચેમ્બરમાં તૈયાર કરવામાં આવેલી સિસ્ટમ સમયાંતરે છોડ  સુધી પાણી પહોંચાડે છે તેને રેકોર્ડ કરવા ચેમ્બરમાં કેમેરા અને 180 સેન્સર  લગાવવામાં આવ્યા હતા. આ કેમેરા ચેમ્બરમાં ભેજ, તાપમાન અને કાર્બન  ડાયોક્સાઈડના લેવલને ચેક કરે છે. 

2021માં પૃથ્વી પર લાવવામાં આવશે મૂળાનો છોડ
હાલ આ મૂળાના 20 છોડને એક કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે જેને  આગામી 2021માં પૃથ્વી પર લાવવામાં આવશે અને અંતરિક્ષમાં ઉગાડવામાં  આવેલા મૂળાની તુલના ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરમાં ઉગાડવામાં આવેલા  મૂળા સાથે કરવામાં આવશે. અગાઉ પણ અંતરિક્ષમાં ઘઉં ઉગાડવામાં આવ્યા  હતાં. અને ત્યારબાદથી વિવિધ પ્રકારના શાકભાજી ઉગાડીને તેને ચેક કરવામાં  આવી રહ્યું છે કે કયા પ્રકારના શાકભાજી અહીં લાબા સમય સુધી  અંતરિક્ષયાત્રીઓને મદદરૂપ બની શકે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news