Farmers Protest: સરકારની ખેડૂતોને અપીલ, વડીલો અને મહિલાઓને ઘરે પરત મોકલી દો
ખેડૂત આંદોલન (Farmers Protest)ના 10મા દિવસે કેન્દ્ર સરકારે ખેડૂતોને આગ્રહ કર્યો છે કે આ આંદોલનમાં ભાગ લેનાર વડીલ, મહિલાઓ અને બાળકોને ઘરે મોકલવામાં આવે.
Trending Photos
નવી દિલ્હી: ખેડૂત આંદોલન (Farmers Protest)ના 10મા દિવસે કેન્દ્ર સરકારે ખેડૂતોને આગ્રહ કર્યો છે કે આ આંદોલનમાં ભાગ લેનાર વડીલ, મહિલાઓ અને બાળકોને ઘરે મોકલવામાં આવે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર (Narendra Singh Tomar)એ બેઠક દરમિયાન પણ ખેડૂતો સાથે આ અંગે અપીલ કરી.
'કોરોનાનો ખતરો અને વધતી જતી ઠંડી'
પાંચમા તબક્કાની બેઠક બાદ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર (Narendra Singh Tomar)એ કહ્યું 'હું ખેડૂતોને અનુરોધ કરવા માંગુ છું કે તે પોતાના આંદોલન છોડી દો જેથી તેમને ઠંડીની સિઝનમાં અસુવિધાનો સામનો કરવો પડે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરએ વિજ્ઞા ભવનમાં મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે 'ઠંડીની સિઝન અને કોવિડ 19 (Covid-19)ને જોતાં હું ખેડૂત યૂનિયન (Kisan Union)ના નેતાઓ સાથે વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને બાળકોનો વિરોધ સ્થળોથી ઘરે પરત ફરવાની અપીલ કરી છે.
'મોદીના નેતૃત્વમાં રાખો વિશ્વાસ'
તેમણે ખેડૂતોને અપીલ કરી, દિલ્હીની સીમાઓ પર વિરોધ પ્રદર્શનના કારણે દિલ્હીના નાગરિકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તોમરએ ખેડૂતો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ના નેતૃત્વની સરકારમાં પોતાનો વિશ્વાસ બનાવી રાખવા માટે કહ્યું. તેમણે કહ્યું જે પણ કરવામાં આવશે તે તેમના હિતમાં હશે. સાથે જ તેમણે અનુશાસન બનાવી રાખવા માએ ખેડૂત યૂનિયનના નેતાઓને ધન્યવાદ આપ્યો. તેમણે કહ્યું કે આજની વાર્તા પુરી થઇ શકી નહી. અમે 9 ડિસેમ્બરના રોજ વધુ એક બેઠક બોલાવવામાં આવી છે.
‘MSP જાહેર રહેશે'
નરેન્દ્ર સિંહ તોમરને આશ્વસ્ત કરતાં કહ્યું 'મોદી સરકાર તમારા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે અને ભવિષ્યમાં પણ રહેશે. પીએમ મોદી (PM Narendra Modi)ના નેતૃત્વમાં, કૃષિ યોજનાઓને લાગૂ કરવામાં આવ્યો છે. બજેટ અને એમએસપી (MSP)માં પણ વધારો થયો છે. તેમણે એ પણ કહ્યું કે જો ખેડૂત નેતાઓએ કેટલીક ભલામણો કરી હોત તો સારું હોત. ન્યૂનતમ સમર્થન મૂલ્યના મુદ્દે તેમણે કહ્યું કે 'એમએસપી સિસ્ટમ ચાલુ રહેશે અને તેને લઇને કોઇ ખતરો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે