વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો એક અનોખો ગ્રહ! અહીં માત્ર 16 જ કલાકનું હોય છે એક વર્ષ!
Trending Photos
નવી દિલ્લીઃ વર્ષોથી, વિશ્વભરના વૈજ્ઞાનિકો અંતરિક્ષના અનોખા રહસ્યો વિશે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. વૈજ્ઞાનિકો અવકાશ વિશે દરરોજ નવા ખુલાસા કરી રહ્યા છે. હવે આ દરમિયાન વૈજ્ઞાનિકોએ એક એવો દાવો કર્યો છે, જેને સાંભળીને દરેક આશ્ચર્યચકિત થઈ જશે. નાસાના વૈજ્ઞાનિકોએ અવકાશમાં ગુરુ જેવા નવા ગ્રહની શોધ કરી છે. આશ્ચર્યની વાત એ છે કે, આ ગ્રહ પર એક વર્ષ માત્ર 16 કલાકનું હોય છે.
વૈજ્ઞાનિકોએ આ નવા ગ્રહને TOI-2109b નામ આપ્યું છે. વૈજ્ઞાનિકોના મતે બ્રહ્માંડમાં જોવા મળતો આ બીજો સૌથી ગરમ ગ્રહ છે. આ અલ્ટ્રાહોટ બૃહસ્પતિ અનેક વાયુઓનો ભંડાર છે. તે માત્ર 16 કલાકમાં પોતાના તારાની પરિક્રમા કરે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, આ ગ્રહનું દળ ગુરુ કરતાં પાંચ ગણું છે અને આ ગ્રહ ગુરુ જેટલો ગરમ છે. આવો જાણીએ આ નવા ગ્રહ વિશે કેટલીક ખાસ વાતો.
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં આવા 4000થી વધુ ગ્રહોની શોધ થઈ છે. જે સૌરમંડળની બહાર રહેલા છે. સૌથી મોટી વાત એ છે કે, આમાંથી ઘણા ગ્રહો એવા તારાઓની આસપાસ ફરે છે, જે આપણી પૃથ્વીથી હજારો પ્રકાશવર્ષના અંતરે સ્થિત છે. આ ગ્રહ એટલા માટે અનોખો છે કારણ કે તે પોતાના તારાની આસપાસ માત્ર 16 કલાકમાં પરિક્રમા પૂર્ણ કરે છે. મતલબ કે આ ગ્રહનું આખું વર્ષ પૃથ્વીના એક દિવસ કરતાં ઓછું છે.
આ ગ્રહની શોધ MITની આગેવાની હેઠળના મિશન દ્વારા નાસાના ટ્રાન્ઝિટીંગ એક્સોપ્લેનેટ સર્વે સેટેલાઇટ દ્વારા કરવામાં આવી છે. આ શોધના મુખ્ય લેખક ઈયાન વોંગ કહે છે કે, એક-બે વર્ષમાં અમે એ જાણવાનો પ્રયાસ કરીશું કે આ નવો ગ્રહ તેના તારાની નજીક કેવી રીતે જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે છેલ્લા કેટલાક વર્ષોમાં વૈજ્ઞાનિકોએ ઘણા ગરમ બૃહસ્પતિની શોધ કરી છે. તાજેતરમાં શોધાયેલ ગ્રહને અલ્ટ્રાહોટ ગુરુ કહેવામાં આવે છે. કારણકે આ ગ્રહની સપાટીનું તાપમાન 3300 °C કરતાં વધુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે