અમેરિકામાં ઓમિક્રોનના કેસમાં વધારો, સંક્રમણના કુલ કેસમાં 73 ટકા ભાગીદારી, એકનું મોત

કાઉન્ટીની જજ લિના હિડાલ્ગોએ સોમવારે પત્રકાર પરિષદમાં ઓમિક્રોનથી પ્રથમ મોતની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, મૃત્યુ પામનારનું સ્વાસ્થ્ય પહેલાથી ખરાબ હતું. 
 

અમેરિકામાં ઓમિક્રોનના કેસમાં વધારો, સંક્રમણના કુલ કેસમાં 73 ટકા ભાગીદારી, એકનું મોત

હ્યૂસ્ટનઃ બ્રિટન બાદ હવે અમેરિકામાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને કારણે પ્રથમ મોત થયું છે. ટેક્સાસમાં રસી ન લેનાર 50 વર્ષીય વ્યક્તિ તેનો શિકાર બન્યો છે. અમેરિકામાં ઓમિક્રોન સંક્રમણનો પ્રસાર ઝડપથી થઈ રહ્યો છે અને હવે 73 ટકા સંક્રમિતોમાં આ વેરિએન્ટ મળ્યો છે. હૈરિસ કાઉન્ટી પબ્લિકલ હેલ્થ તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓમિક્રોન વેરિએન્ટને કારણે જે વ્યક્તિનું મોત થયુ છે તે પહેલા પણ કોરોનાથી સંક્રમિત રહી ચુક્યો છે. 

સંક્રમણના નવા કેસમાં વધારો
કાઉન્ટીની જજ લિના હિડાલ્ગોએ સોમવારે પત્રકાર પરિષદમાં ઓમિક્રોનથી પ્રથમ મોતની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, મૃત્યુ પામનારનું સ્વાસ્થ્ય પહેલાથી ખરાબ હતું. હ્યૂસ્ટનમાં ત્રણ સપ્તાહ પહેલા ઓમિક્રોનનો પ્રથમ કેસ મળ્યો હતો અને હવે સંક્રમિતોમાં 82 ટકા કેસ આ વેરિએન્ટના મળી રહ્યાં છે. તેનાથી અંદાજ લગાવી શકાય કે આ વેરિએન્ટ કેટલો ઝડપથી ફેલાય રહ્યો છે. તે રોગ નિયંત્રણ નિવારણ કેન્દ્ર (સીડીસી) એ કહ્યું કે, પાછલા સપ્તાહના આંકડાથી જાણવા મળે છે કે ઓમિક્રોન છ ગણો ઝડપથી વધી રહ્યો છે. તે અમેરિકામાં ફેલાય ચુક્યો છે અને મુખ્ય વેરિએન્ટ બની ગયો છે. ન્યૂયોર્કમાં 90 ટકા સંક્રમિતોમાં આ વેરિએન્ટ જોવા મળ્યો છે. 

લાખો લોકો સુધી ફેલાયું સંક્રમણ
દેશવ્યાપી આંકડાથી અમેરિકામાં ઓમિક્રોનથી સાડા છ લાખથી વધુ લોકોના સંક્રમિત હોવાના સંકેત મળી રહ્યાં છે. સીડીસીના ડાયરેક્ટર ડો. રોશેલ વાલેંસ્કીએ કહ્યું કે નવા આંકડા બીજા દેશોમાં આ વેરિએન્ટમાં જોવા મળેલી વૃદ્ધિને દર્શાવે છે. તેમણે કહ્યું કે, આ સંખ્યા અનપેક્ષિત છે, પરંતુ આશ્ચર્યજનક નથી. અત્યાર સુધી તે વેરિએન્ટ 90 દેશો સુધી પહોંચી ગયો છે. આફ્રિકામાં ઓમિક્રોનના મોટાભાગના દર્દી સામાન્ય સારવારથી સાજા થઈ ગયા છે. 

સરળ સારવારથી સાજા થયા દર્દીઓ
દક્ષિણ આફ્રિકન મેડિકલ એસોસિએશનના ચેરપર્સન ડો. એન્જેલિક કોએત્ઝીએ કહ્યું કે, તેમના દેશમાં ઓમિક્રોનના મોટાભાગના દર્દીને કોઈ વિશેષ સારવારની જરૂર પડી નથી. સામાન્ય અને સરળ સારવારથી જ મોટા ભાગના દર્દી સાજા થયા છે. ડો. કોએત્ઝીએ સૌથી પહેલા કોરોનાના નવા વેરિએન્ટની ઓળખ કરી હતી. ત્યારબાદ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તેને ઓમિક્રોન નામ આપ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news