અમેરિકા, બ્રિટનમાં ઓમિક્રોનના સ્ટીલ્થ વેરિએન્ટથી હાહાકાર, ભારત માટે કેટલી ચિંતા

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અધિક્રી મારિયા વેન કેરખોવે દુનિયાના સર્વોચ્ચ દેશોને ચેતવણી આપી છે કે કોરોનાને હળવાશથી લેવો ખતરનાક બની શકે છે. 

અમેરિકા, બ્રિટનમાં ઓમિક્રોનના સ્ટીલ્થ વેરિએન્ટથી હાહાકાર, ભારત માટે કેટલી ચિંતા

નવી દિલ્હીઃ ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસના નવા કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. તેના કારણે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જલદી દેશને કોરોના સંક્રમણથી મુક્તિ મળી જશે. પરંતુ હવે ઓમિક્રોનનો સ્ટીલ્થ વેરિએન્ટ ફરીથી મુશ્કેલી વધારી રહ્યો છે. અમેરિકા, બ્રિટન અને ચીનમાં ઓમિક્રોનનો નવો સબ વેરિએન્ટ કહેર મચાવી રહ્યો છે. ત્યારબાદ ભારતમાં ચિંતા વધવા લાગી છે કે ક્યાંક આવનારા દિવસોમાં કોરોના ફરી ચિંતાનું કારણ ન બની જાય. તેનાથી દેશમાં કોરોનાની ચોથી લહેરની આશંકા વધવા લાગી છે. 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અધિક્રી મારિયા વેન કેરખોવે દુનિયાના સર્વોચ્ચ દેશોને ચેતવણી આપી છે કે કોરોનાને હળવાશથી લેવો ખતરનાક બની શકે છે. તેમણે કહ્યું કે, ઓમિક્રોનનો આ નવો સબ વેરિએન્ટ સ્ટીલ્થ ઓમિક્રોનથી વધુ સંક્રામક છે. આ કારણ છે કે ઘણા દેશોમાં કોરોના કેસોમાં વધારો જોવા મળ્યો છે. 

યુરોપની શું છે સ્થિતિ
યુરોપીય દેશોમાં કોરોના કેસોમાં ભયાનક વધારો થયો છે. જર્મનીમાં શુક્રવારે ત્રણ લાખ કોરોનાના કેસ સામે આવ્યા. જર્મનીના સ્વાસ્થ્ય મંત્રી કાર્લ લુટરબેકે તમામ લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે સ્વીકાર્યુ કે દેશમાં કોરોનાના સંક્રમણ દેશમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિ ઇટલી અને ફ્રાન્સની પણ છે. જ્યારે ફ્રાન્સમાં શુક્રવારે એક લાખ 10874 નવા કેસ સામે આવવાથી હડકંપ મચી ગયો છે. 

યુકેમાં નવા વેરિએન્ટથી હાહાકાર
યુનાઇટેડ કિંગડમમાં પણ કોરોનાના સબ વેરિએન્ટથી કેસમાં વધારો થઈ રહ્યો છે. આ નવા વેરિએન્ટથી બ્રિટનમાં મચેલા હાહાકારનો અંદાજ તેનાથી લગાવી શકાય છે કે છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના 4.2 મિલિયન કેસ આવી ચુક્યા છે. અધિકારીઓનું માનવું છે કે સ્ટીલ્થ સબ વેરિએન્ટથી સંક્રમણ દરમાં ખુબ વધારો થયો છે. 

અમેરિકામાં પણ સ્ટીલ્થથી કેસમાં વધારો
કોરોનાના નવા વેરિએન્ટ સ્ટીલ્થે અમેરિકામાં પણ કહેર મચાવ્યો છે. આ સમયે અમેરિકામાં દરરોજ 28600 કોરોના કેસ સામે આવી રહ્યાં છે. પરંતુ તે પાછલી લહેરની તુલનામાં વધુ નથી. પાછલા વર્ષે અમેરિકામાં કોરોનાના દરરોજ એવરેજ 80 હજાર કેસ સામે આવી રહ્યાં હતા. પરંતુ સ્વાસ્થ્ય અધિકારીઓ કોરોનાના નવા આંકડાને પણ ગંભીરતાથી લઈ રહ્યાં છે. 

ભારતની શું છે સ્થિતિ
આ વચ્ચે ભારતમાં કોરોનાની વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો થોડી રાહત છે. આ સમયે દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 16187 છે. ભારતમાં રિકવરી રેટ 98.75 પહોંચી ગયો છે. છેલ્લા કેટલાક મહિનાથી દેશમાં વધુ કેસ જોવા મળ્યા નથી. 

ભારતના સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે ડેલ્ટા વેરિએન્ટના મુકાબલે ઓમિક્રોનની અસર દેશમાં ઓછી જોવા મળી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે ઓમિક્રોનના નવા સબ વેરિએન્ટ સ્ટીલ્થની પણ દેશમાં એટલી અસર જોવા મળશે નહીં. પરંતુ સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ નાગરિકોને માસ્ક પહેરવા અને સામાજીક અંતર જાળવવાનું આહ્વાન કર્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news