શ્રીલંકન નાગરિકના લિંચિંગની ઘટના પર પાકિસ્તાનના મંત્રીનું શરમજનક નિવેદન, જુઓ Video 

પાકિસ્તાન (Pakistan) ના રક્ષામંત્રી પરવેઝ ખટકે શ્રીલંકાના નાગરિકની નિર્દયતાપૂર્વક હત્યા પર બેશર્મીવાળું નિવેદન આપ્યું છે.

Updated By: Dec 6, 2021, 01:16 PM IST
શ્રીલંકન નાગરિકના લિંચિંગની ઘટના પર પાકિસ્તાનના મંત્રીનું શરમજનક નિવેદન, જુઓ Video 

કરાચી: પાકિસ્તાન (Pakistan) ના રક્ષામંત્રી પરવેઝ ખટકે શ્રીલંકાના નાગરિકની નિર્દયતાપૂર્વક હત્યા પર બેશર્મીવાળું નિવેદન આપ્યું છે. તેમણે હત્યારાઓનો બચાવ કરતા કહ્યું કે બાળકો છે, જોશમાં આવી જાય છે, પરંતુ તેનો એ અર્થ નથી કે પાકિસ્તાન તબાહી તરફ જઈ રહ્યું છે. અત્રે જણાવવાનું કે સિયાલકોટમાં શ્રીલંકન નાગરિક પ્રિયંતા કુમારા (Priyantha Kumara) ની ઈશનિંદના નામ પર જીવતો બાળી નાખીને હત્યા કરી નાખવામાં આવી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે તેમના શરીરનું એક પણ હાડકું આખું નહતું. 

જોશમાં આવ્યા અને કામ થઈ ગયું
પાકિસ્તાનના રક્ષામંત્રીએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે 'તેઓ બાળકો છે, ઈસ્લામિક દીન છે, જોશમાં આવી જાય છે, જોશમાં આવીને કામ કરે છે. પરંતુ તેનો એ અર્થ નથી કે દેશ તબાહીના રસ્તે જઈ રહ્યો છે. બધાની પોત પોતાની સોચ છે. ત્યાં છોકરાઓ ભેગા થયા. તેમણે ઈસ્લામનો નારો લગાવ્યો કે આ ઈસ્લામ વિરુદ્ધ છે. જોશમાં આવી ગયા, કામ થઈ ગયું.'

મીડિયાને કહ્યું- લોકોને સમજાવે
ખટકે મીડિયાને કહ્યું કે તેઓ લોકોને સમજાવે કે આ ઘટનાને જેવું રૂપ આપવામાં આવી રહ્યું છે તેવું કઈ નથી. હું પણ જોશમાં આવીને દીન માટે ખોટું કામ કરી શકું છું. પરંતુ તેનો અર્થ એ નથી કે બધુ ખરાબ થઈ ગયું. પાકિસ્તાન તબાહીના રસ્તે જતું રહ્યું. રક્ષામંત્રીએ એક પ્રકારે પ્રિયંતા કુમારા દિયાવદનાના મોબ લિંચિંગને એક ખુબ જ સામાન્ય વાત ગણાવી દીધી. 

ઈમરાન ખાને કહી હતી આ વાત
અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે પાકિસ્તાનના રક્ષામંત્રી એકબાજુ જ્યાં હત્યારાઓનો બચાવ કરી રહ્યા છેત્યાં પ્રધાનમંત્રી ઈમરાન ખાને એ વ્યક્તિને સન્માનિત કરવાની જાહેરાત કરી જેણે સિયાલકોટમાં પોતાનો જીવ જોખમમાં નાખીને ઉગ્ર ભીડથી કારખાનાના મેનેજર અને શ્રીલંકન નાગરિકને બચાવવાની કોશિશ કરી હતી. ઈમરાન ખાને ટ્વીટ કરીને કહ્યું હતું કે આવામ તરફથી હું મલિક અદનાનના નૈતિક સાહસ અને બહાદુરીને સલામ કરવા માંગુ છું. જેમણે સિયાલકોટમાં ઉગ્ર ભીડમાં પોતાનો જીવ જોખમમાં નાખીને પ્રિયંતા દિયાવદનાને બચાવવાના ભરચક પ્રયત્નો કર્યા. અમે તેમને તમગા એ શુજાતથી નવાજીશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube