ઝી જાણકારી: મુજરો બની ચૂક્યો છે પાકિસ્તાનની કૂટનીતિક શાન
- પાકિસ્તાનના કૂટનીતિક મુજરાનો ડીએનએ ટેસ્ટ.
- દુનિયાનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવા માટે પાકિસ્તાને લીધો મુજરાનો સહારો.
- વીડિયો બ્રિટનની રાજધાની લંડનનો, 4 દિવસ પહેલા કાર્યક્રમનું થયું હતું આયોજન.
Trending Photos
અહીં આપણે પાકિસ્તાનની કૂટનીતિક મૂજરાનો ડીએનએ ટેસ્ટ કરીશું. કાશ્મીર મુદ્દે હવે કોઈ પણ દેશ પાકિસ્તાનની વાત સાંભળી રહ્યો નથી. આથી હવે દુનિયાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવા માટે હવે પાકિસ્તાને મુજરાનો સહારો લીધો છે. આધુનિક સમયમાં મુજરાને એક સસ્તો શબ્દ ગણવામાં આવે છે. જો કે તેનો અર્થ જાણ્યા બાદ આ અંગેની ગેરસમજ દૂર થઈ જશે અને સમજમાં આવશે કે મુજરો પોતાની રીતે એક સસ્તો શબ્દ નથી. પરંતુ લોકોની નિયત અને ભોગવિલાસે તેને સસ્તો શબ્દ બનાવી દીધો છે.
મુજરો શબ્દ અરબી ભાષાના શબ્દ મુજ્ર પરથી બન્યો છે. જેનો અર્થ થાય છે ઝૂકીને સલામ કરવી અને નૃત્ય વગર ગીત ગાવું. આતંકવાદને ઝૂકીને પ્રણામ કરનાર પાકિસ્તાન હવે કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવા માટે ફંડ ભેગુ કરી રહ્યું છે અને આ માટે મુજરાનો સહારો લઈ રહ્યો છે. તેને એક પ્રકારની કૂટનીતિક વિલાસતા પણ કહી શકાય.
આ જે વીડિયો છે તે બ્રિટનની રાજધાની લંડનનો છે. 4 દિવસ પહેલા પાકિસ્તાને ભારત વિરુદ્ધ ફંડ ભેગુ કરવા માટે અહીં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં પીઓકેના રાષ્ટ્રપતિ સરદાર મસૂદ ખાન પણ સામેલ હતાં. આ કાર્યક્રમમાં મુજરો થયો અને પીઓકેના રાષ્ટ્રપતિ આ મુજરો જોઈ રહ્યાં હતાં. પરંતુ હવે આ તસવીરો દુનિયા સામે આી છે. આથી પાકિસ્તાન હવે પોતાને વધુ અપમાનિત મહેસૂસ કરી રહ્યું છે. આવું બહુ ઓછુ જોવા મળે છે કે જ્યારે રાષ્ટ્રપતિ જેવા પદ પર બેઠેલ કોઈ વ્યક્તિ ખુલ્લેઆમ મુજરો જોતા જોવા મળે. પરંતુ પાકિસ્તાનના શાસકો કઈ પણ કરી શકે છે.
મુજરાને ભલે સસ્તો શબ્દ માનવામાં આવતો હોય પરંતુ પાકિસ્તાન આ શબ્દના સહારે પોતાની કાશ્મીર નીતિને ઉર્જા આપવા માંગે છે. કહેવાય છે કે મુઘલ કાળની મહેફિલોથી મુજરાની શરૂઆત થઈ હતી. ઈતિહાસમાં એ વાત પણ નોંધાયેલી છે કે અવધના નવાબ મુજરો જોવાના ખુબ શોખીન હતાં. ધીરે ધીરે મુજરો અમીરોની મહેફિલમાં આન બાન અને શાનનું પ્રતિક બની ગયાં.
પરંતુ હવે મુજરો પાકિસ્તાની કૂટનીતિક શાન બની ચૂક્યો છે. આ તસવીરો સામે આવ્યાં બાદ પાકિસ્તાનના ન્યૂઝ ચેનલ્સમાં વૈચારિક ભૂકંપ આવી ગયો છે. પાકિસ્તાનના પત્રકાર અને ન્યૂઝ એન્કર્સ પોતાના શાસકો પર સવાલ ઉઠાવી રહ્યાં છે અને કેટલાક પાકિસ્તાની એક્સપર્ટ્સ તેમાં ભારતના ષડયંત્રને શોધી રહ્યાં છે. મુજરા પાર્ટી ખતમ થયા બાદ પાકિસ્તાન હવે કોઈ પણ પ્રકારે ડેમેજ કંટ્રોલમાં લાગ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે