મુખ્યમંત્રીને ધારાસભ્યોએ ઘેરી લીધા, પાણીની બોટલો ફેંકી; જૂતા-ચપ્પલ પણ વરસાવ્યા

પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના મુખ્યમંત્રી જામ કમાલને વિધાનસભાની બહાર ઘેરી લેવામાં આવ્યા હતા. વિધાનસભાના વિપક્ષના સભ્યો દ્વારા પાણીની બોટલો ફેંકી અને જૂતા-ચપ્પલ વરસાવ્યા હતા

મુખ્યમંત્રીને ધારાસભ્યોએ ઘેરી લીધા, પાણીની બોટલો ફેંકી; જૂતા-ચપ્પલ પણ વરસાવ્યા

ક્વેટા: પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના મુખ્યમંત્રી જામ કમાલને વિધાનસભાની બહાર ઘેરી લેવામાં આવ્યા હતા. વિધાનસભાના વિપક્ષના સભ્યો (MPA-Member of Provincial Assembly) દ્વારા પાણીની બોટલો ફેંકી અને જૂતા-ચપ્પલ વરસાવ્યા હતા. આ દરમિયાન ખૂબ જ હંગામો થયો હતો અને મુખ્યમંત્રીએ વિધાનસભાની અંદર જવા માટે અન્ય માર્ગનો ઉપયોગ કરવો પડ્યો હતો.

ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા વિપક્ષના સભ્યો
બલુચિસ્તાન એસેમ્બલીમાં બજેટ સત્ર દરમિયાન વિપક્ષના સભ્યો વિરોધ કરી રહ્યા હતા. તેઓએ આખું સદન ઘેરી લીધું અને બહારથી બધા દરવાજા બંધ કરી દીધા. ત્યારબાદ તેમણે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. આ દરમિયાન જ્યારે રાજ્યના મુખ્યમંત્રી જામ કમાલ પહોંચ્યા ત્યારે વિપક્ષના સભ્યો ધક્કામુકી પર ઉતરી આવ્યા હતા. તેમની આજુબાજુ એક સજ્જડ સુરક્ષા કવચ હતું, ત્યારબાદ તેઓએ પાણીની બોટલો ફેંકવાનું શરૂ કર્યું હતું અને હંગામો મચાવ્યો હતો. દરમિયાન સભ્યોએ તેની ઉપર ચપ્પલ પણ ફેંક્યા હતા. એટલું જ નહીં તેમણે વાંધાજનક ટિપ્પણી પણ કરી હતી.

સુરક્ષા દળોએ કર્યો લાઠીચાર્જ
વિપક્ષી નેતાઓના ઉગ્ર વિરોધ અને અભદ્ર અભિવ્યક્તિને ધ્યાનમાં રાખીને, સુરક્ષા દળોએ આગેવાની લીધી અને તેમના પર લાઠીચાર્જ કર્યો. આ લાઠીચાર્જમાં ચાર MPA પણ ઘાયલ થયા હતા.

બજેટના ઉપયોગને લઇને અસંતોષ
બલુચિસ્તાન એસેમ્બલીનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં રાજ્યના બજેટનો હિસાબ રાખવામાં આવ્યો હતો. આ બજેટમાં બિનજરૂરી કામો પર ભાર મુકાયો હતો, જેનો વિરોધ પક્ષના નેતાઓ વિરોધ કરી રહ્યા હતા. ભારે વિરોધને કારણે મુખ્યમંત્રી અને તેમના સાથીઓને મુખ્ય દરવાજાને બદલે બીજા દરવાજામાંથી વિધાનસભાની અંદર લઈ જવામાં આવ્યા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news