SURAT: ભાજપનાં નેતાએ જાહેરમાં પુત્રીનો જન્મદિવસ ઉજવ્યો, કોરોના નિયમોનો ઉલાળીયો
Trending Photos
સુરત : શહેરમાં જાહેરમાં જન્મ દિવસની ઉજવણી અને જાહેરનામાનો ભંગ કરવો જાણે એક ફેશન બની ચુકી છે. બુટલેગરો અને પોલીસ જવાનો બાદ હવે રાજકારણીઓ પણ આ ક્ષેત્રે જંપલાવી રહ્યા છે. સુરત નજીક આવેલા કનકપુર નગરપાલિકાનાં પૂર્વ શાસક પક્ષનાં નેતાએ પોતાની પુત્રીનો જન્મ દિવસ જાહેરમાં ઉજવીને લોકોને એકત્ર કર્યા હતા. કોરોનાના ગાઇડલાઇનના ચિંથરે ચિંથરા ઉડાવી દીધા હતા.
સુરત પોલીસ કમિશ્નરે પહેલાથી જ જાહેરનામું કરીને લોકોને એકત્ર નહી થવા અને રાત્રી કર્ફ્યૂનુ ચુસ્ત પાલન કરાવવા માટે જણાવ્યું હતું. જો કે સુરતમાં જાહેર નામા ભંગના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. હાલમાં સુરત નજીક આવેલ સચિનના કનકપુર નગરપાલિકાના પૂર્વ શાસક પક્ષના નેતા રાજકુમાર સિંહનો છે.
પોતાની પુત્રીનો જન્મ દિવસ હોવાથી લોકોને મોટા પ્રમાણમાં એકત્ર કરીને જાહેરમાં પોતાની પુત્રીનો કેક કાપી જન્મ દિવસ ઉજવ્યો હતો. કોરોના ગાઇડલાઇનનો ભંગ કર્યો હતો. આ વીડિયોમાં મોટા પ્રમાણમાં લોકો એકત્ર થયા હોવાનું પણ જોઇ શકાય છે. જો કે હવે આ રાજકીય આગેવાન પર કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે