પાકિસ્તાનમાં રોટી માટે જંગ; લોટ વહેંચી રહેલા ટ્રક પર લોકોએ કર્યો હુમલો, સિસ્ટમ ભાંગી પડી
ગળા સુધી દેવામાં ડૂબેલા પાકિસ્તાનની સ્થિતિ ખુબ જ ખરાબ છે. પાકિસ્તાનમાં લોકો પાઈ પાઈ માટે મોહતાજ થઈ ગયા છે. આકાશને આંબી રહેલી મોંઘવારીમાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે આથી સરકાર તરફથી મફતમાં લોટ વહેંચણીનું અભિયાન ચાલી રહ્યું છે. પરંતુ સ્થિતિ એવી છે કે લોકો લોટ વહેંચનારી ટ્રકો પર હુમલો કરી રહ્યા છે.
Trending Photos
ગળા સુધી દેવામાં ડૂબેલા પાકિસ્તાનની સ્થિતિ ખુબ જ ખરાબ છે. પાકિસ્તાનમાં લોકો પાઈ પાઈ માટે મોહતાજ થઈ ગયા છે. આકાશને આંબી રહેલી મોંઘવારીમાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે આથી સરકાર તરફથી મફતમાં લોટ વહેંચણીનું અભિયાન ચાલી રહ્યું છે. પરંતુ સ્થિતિ એવી છે કે લોકો લોટ વહેંચનારી ટ્રકો પર હુમલો કરી રહ્યા છે. પેશાવરના હજારી ખવાની વિસ્તામાં મફત સરકારી લોટના ટ્રક પર નાગરિકોએ હુમલો કર્યો, આ સ્થિતિમાં પોલીસ અને જિલ્લા પ્રશાસન પણ લાચાર જોવા મળ્યું. બીજી બાજુ ખૈબર પખ્તુનખ્વા સરકારે મફત લોટ વહેંચવા મામલે પેશાવરમાં અનેક ટ્રકોને ફાળવી પરંતુ અહીં ભાગદોડ અને લોકો વચ્ચે અફરાતફરી જોવા મળી.
પાકિસ્તાની મીડિયાના જણાવ્યાં મુજબ લોટ વહેંચવા માટે હજાર ખવાની પાર્ક અને હયાતાબાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સેન્ટર અલોટ કરાયા હતા. પરંતુ લોકોની ભીડે આ વ્યવસ્થાને સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરી નાખી. આ મામલે ખૈબર પખ્તુનખ્વાના મુખ્ય સચિવ નદીમ અસલમ ચૌધરીએ નવા લોટ વિટરણ સેન્ટરની મુલાકાત લીધી પરંતુ ત્યાં પણ સ્થિતિ કઈંક આવી જ જોવા મળી.
બધુ મોંધુ
પાકિસ્તાનની સરકાર હાલ ભારે આર્થિક સંકટનો સામનો કરી રહી છે. આઈએમએફ પાસેથી હજુ સુધી લોન મળી શકી નથી. બીજી બાજુ શાહબાજ સરકાર લોકો પર કરનો ભારે બોજ નાખી રહી છે. આ સિવાય મોંઘવારીએ પણ લોકોની કમર તોડી નાખી છે. રાશનથી લઈને ફળો સુધીની કિંમત આકાશને આંબી રહી છે.
Just no words.
Simply heartbreaking.#Peshawar #Pakistan pic.twitter.com/gOYkS9ERAy
— Yusra Askari (@YusraSAskari) March 27, 2023
કેળા, ખજૂર, દ્રાક્ષ સુદ્ધાના ભાવ વધ્યા
રમજાનનો સમય ચાલી રહ્યો છે ત્યારે સ્થિતિ એવી છે કે બધુ મોંઘુ થઈ ગયું છે. કરાચીના સ્થાનિક વેપારી મોહમ્મદ ઈશાકે અરબ ન્યૂઝને જણાવ્યું કે બધુ મોંઘુ થઈ ગયું છે અને ખજૂરનો ભાવ પણ વધી ગયો છે. મે ગત વર્ષ 350 રૂપિયા (1.24 ડોલર) મા જે ખરીદ્યુ હતું તે 1000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હિસાબે વેચાઈ રહ્યું છે. જ્યારે કેળાના ભાવ 500 રૂપિયા પ્રતિ ડઝન સુધી પહોંચી ગયા છે. આ ઉપરાંત દ્રાક્ષ ગ્રાહકો સુધી 1600 રૂપિયા પ્રતિ કિલો પહોંચી રહી છે.
કિંમતોમાં વધારાના કારણે ફળોના વેચાણમાં 2022ની સરખામણીમાં ઘટાડો થયો છે. વેપારીઓએ તેની પાછળ આયાત પ્રતિબંધો અને સ્થાનિક પાકના બરબાદ થવાને મોટું કારણ ગણાવ્યું છે. ગત વર્ષ જૂનથી ઓક્ટોબરમાં પાકિસ્તાનમાં ભારે વિનાશકારી પૂર આવ્યું હતું જેમાં બે તૃતિયાંશ પાકિસ્તાન ડૂબી ગયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે