ખુબ આશા સાથે ઈમરાન ખાન અમેરિકા પહોંચ્યા, સ્વાગત માટે કોઈ ફરક્યું સુદ્ધા નહીં
ઈમરાન ખાન વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર અમેરિકાના પ્રવાસે છે. અમેરિકા પહોંચ્યા ત્યારે ઈમરાન ખાનના સ્વાગત માટે કોઈ મોટા સ્ટેટ ઓફિસર હાજર રહ્યાં નહતાં.
Trending Photos
વોશિંગ્ટન: ઈમરાન ખાન વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર અમેરિકાના પ્રવાસે છે. અમેરિકા પહોંચ્યા ત્યારે ઈમરાન ખાનના સ્વાગત માટે કોઈ મોટા સ્ટેટ ઓફિસર હાજર રહ્યાં નહતાં. જેના કારણે ટ્વીટર પર વિરોધીઓ ખુબ ટ્રોલ કરી રહ્યાં છે. જો કે અમેરિકા માટે ઈમરાન ખાને કતાર એરવેઝની સામાન્ય કમર્શિયલ ફ્લાઈટ લીધી અને તેઓ 3 દિવસના આ પ્રવાસમાં અમેરિકામાં પાકિસ્તાનના રાજનયિક આવાસ પર જ રોકાશે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી અને પીએમ ઈમરાન ખાને મેટ્રોમાં બેસીને હોટલ જવું પડ્યું. ઈમરાન ખાનના સ્વાગત માટે કોઈ જ અધિકારી એરપોર્ટ ન પહોંચ્યા તે ચર્ચાનો વિષય બની ગયો છે.
ઈમરાન ખાનનો અમેરિકા પહોંચવાનો વીડિયો પીટીઆઈના અધિકૃત ટ્વીટર એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો હતો. જેના પર અનેક યૂઝર્સે કમેન્ટ્સ કરી. કેટલાક તેને વડાપ્રધાન સાથે ખરાબ વર્તન ગણાવ્યું તો કેટલાકે તેના પર વર્લ્ડ કપ હારનો બદલો કહી કટાક્ષ કર્યો. પીટીઆઈ તરફથી શેર કરાયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ખાન કોઈ સામાન્ય વ્યક્તિની જેમ જ ફ્લાઈટમાંથી બહાર નીકળી રહ્યાં છે.
He saved his country money it didn’t need to spend AND didn’t wear his ego on his sleeve like most “leaders” do. Remind me again why that’s a bad thing. This reflects badly on the American establishment rather than on @ImranKhanPTI IMO. https://t.co/A8drk4VlqM
— Omar Abdullah (@OmarAbdullah) July 21, 2019
ઉમર અબ્દુલ્લાએ કર્યાં વખાણ
પાકિસ્તાનના પીએમને ટ્રોલ કરનારા પર નિશાન સાધતા ઉમર અબ્દુલ્લાએ અમેરિકા પર જ નિશાન સાધ્યું. અબ્દુલ્લાએ ટ્વીટ કરીને કહ્યું કે તેમણે પોતાના દેશના પૈસા બચાવ્યાં. તેઓ (ઈમરાન ખાન) પોતાની સાથે ઈગો લઈને ચાલતા નથી, જે મોટા ભાગના નેતાઓ કરતા હોય છે. એક વાર ફરીથી મને યાદ કરાવો, આ કેવી રીતે ખરાબ ચીજ છે. તે અમેરિકાની સતતા પર વજ્રઘાત કરે છે ઈમરાન ખાન પર નહીં.
Not a single US official were present to receive @ImranKhanPTI at IAD airport. Neither he recieved any state protocol.
😂😂😂
US showed him his AUKAT 😂 #ImranKhan pic.twitter.com/Zfn6ALKBkJ
— BJPBUZZ 🇮🇳 (@BJPBUZZ) July 21, 2019
No private plane
No US ministers to receive
No state officials to receive
No private vehicle to from plain.#पाकिस्तान की इंटरनेशनल बेज्जती... #ImranKhan#PMIKInUSA
Finally @ImranKhanPTI ko Amreeka jane ka mauka mil gaya.@PMOIndia @AmitShah @narendramodi @myogiadityanath pic.twitter.com/VlbKHLiGOe
— Devashish Chauhan (@devashish0001) July 21, 2019
અત્રે જણાવવાનું કે આ પ્રવાસ દરમિયાન ઈમરાન ખાનની મુલાકાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ થવાની છે. બંને દેશો વચ્ચે રક્ષા, વ્યાપાર અને કર્જ જેવા મહત્વના મુદ્દાો પર ચર્ચા થવાની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે