આતંકીઓનો ખુડદો બોલાવનાર પાકિસ્તાનની આ 'મર્દાની'ની ચારેબાજુ ચર્ચા

કરાચી પોલીસની એક નીડર મહિલા અધિકારીએ શુક્રવારે અનેક ચીની દૂતાવાસના અધિકારીઓના જીવ બચાવ્યાં.

આતંકીઓનો ખુડદો બોલાવનાર પાકિસ્તાનની આ 'મર્દાની'ની ચારેબાજુ ચર્ચા

કરાચી: કરાચી પોલીસની એક નીડર મહિલા અધિકારીએ શુક્રવારે અનેક ચીની દૂતાવાસના અધિકારીઓના જીવ બચાવ્યાં. હથિયારોથી લેસ આતંકવાદીઓએ ચીનના કરાચી ખાતેના વાણીજ્ય દૂતાવાસ પર હુમલો કર્યો હતો. SSP સુહાઇ અઝીઝ તાલપુરે સુરક્ષા અભિયાનનું નેતૃત્વ સંભાળ્યું અને આતંકીઓના ખતરનાક મનસુબાઓ પર પાણી ફેરવી દીધુ. હથિયારો લઈને દૂતાવાસમાં ઘૂસવાના પ્રયત્ન કરતા આતંકીઓને સુહાઇના મજબુત ઈરાદાએ સફળ થવા દીધા નહીં. આતંકીઓ દૂતાવાસની ઈમારતમાં પહોંચી જ ન શક્યાં. 

2013માં પોલીસફોર્સમાં સામેલ થયા હતા
પોલીસે જણાવ્યું કે આતંકીઓ પાસે ખાદ્ય સામગ્રીઓ અને દવાઓ પણ હતી જેના કારણે એવું લાગી રહ્યું હતું કે તેઓ દૂતાવાસના અધિકારીઓને બંધક બનાવવાની ફિરાકમાં હતાં. પરંતુ જેવા તેઓ દૂતાવાસના દ્વાર સુધી પહોંચ્યાં કે પોલીસ ટીમે જવાબી કાર્યવાહી કરી. ફાયરિંગમાં બે પોલીસકર્મીઓના મોત થઈ ગયાં પરંતુ તમામ હુમલાખોરો માર્યા ગયાં. એક્સપ્રેસ ટ્રીબ્યુનના અહેવાલ મુજબ સુહાઇ સિંધ પ્રાંતના તંડો મોહમ્મદ ખાન જિલ્લાના ભાઈ ખાન તાલપુર ગામના એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. 2013માં સેન્ટ્રલ સુપિરિયર સર્વિસિઝ એક્ઝામ પાસ કર્યા  બાદ તે પોલીસફોર્સમાં સામેલ થઈ હતી. 

પરિવારે સમાજના ટોણાના કારણે ગામ છોડવું પડ્યું હતું
સુહાઇના અભ્યાસને લઈને તેના સંબંધીઓએ પરિવારને એટલા ટોણા માર્યા  કે તેમના પરિવારે ગામ છોડવાનો વારો આવ્યો હતો. પિતા અઝીઝ તાલપુરના એક રાજનીતિક કાર્યકર્તા અને લેખક હતાં અને તેમણે પુત્રી માટે મોટા સપના પણ જોયા હતાં. 

(ઈનપુટ-ભાષા)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news