આ બજારને નથી થઇ નોટબંધીની કોઇ પણ અસર, સરકારને થયો આટલો ફાયદો
કેન્દ્રીય મંત્રીએ એગ્રો વિઝન એક્ઝિવિશનમાં કહ્યું કે બીજની ખરીદી માટે ચલણથી બહાર કરવામાં આવેલી નોટોના ઉપયોગ પર પ્રતિબંધ ન હતો.
Trending Photos
નાગપુર: કેન્દ્રીય કૃષિ મંત્રી રાધા મોહન સિંહે શુક્રવારે કહ્યું કે, નોટબંધીને કારણે ખેડૂતો બીજ લેવાથી વંચીત નથી રહ્યા. કેન્દ્રીય મંત્રીએ એગ્રો વિઝન એક્ઝિવિશનમાં કહ્યું કે બીજની ખરીદી માટે ચલણથી બહાર કરવામાં આવેલી નોટોના ઉપયોગ પર પ્રતિબંધ ન હતો. આંકડાઓ બતાવી રહ્યા છે, કે નોટબંધી બાદ પહેલા વર્ષની સરખામણીએ બીજ ખરીદીમાં ફાયદો જોવા મળ્યો છે.
મીડિયા રિપોર્ટ્સે કર્યો આ દાવો
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે કૃષિ મંત્રાલયની રિપોર્ટમાં સ્વિકાર કરવામાં આવ્યો છે, કે નવેમ્બર 2016માં નોટબંધીને કારણે રોકડ ન હોવાને કારણે ખેડૂતો બીજ ખરીદી શક્યા નહિં. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો કે તેમની સરકાર તરફથી છેલ્લા ચાર વર્ષમાં ખેડૂતોના ખાતામાં 48 હજાર કરોડ જમા કરાવામાં આવ્યા છે.
ટેક્સ ભરનારા લોકોમાં સાડ ચાર વર્ષમાં 2.57 કરોડનો વધારો
CBDTના ચેરમેન સુશીલ ચંદ્રાએ નોટબંઘીના ફાયદા બતાવતા કહ્યું કે, છેલ્લા ચાર વર્ષમાં દેશમાં કરદાતાઓની સંખ્યાઓમાં વધારો થયો છે. ખાસકરીને નોટબંધી બાદ તેમાં ઉલ્લેખનીય વધારો જોવા મળ્યો છે. ત્યારે વિપક્ષ આ મુદ્દા પર સરકારની દલીલને રદ કરી રહી છે. સીબીડીટીના ચેરમેને કહ્યું, જ્યારે 2014માં એનડીએ સરકાર સત્તામાં આવી હતી,ત્યારે દેશમાં 3.45 કરડો લોકો ટેક્સ ભરી રહ્યા હતા. જ્યાર ચાલુ વર્ષમાં ટેક્સ ભરનારા લોકોની સંખ્યા વધીને 6.02 કરોડ રૂપિયા થઇ ગઇ છે. નોટબંઘી બાદ કરદાતાઓની સંખ્યામાં બે ગણો વધારો થયો છે. અમને તે લોકોની ઓળખ કરવામાં સહેલાઇ રહેશે. કારણ કે, કેટલાય લોકો એવા હતા જે ટેક્સ જમા નથી કરતા પરંતુ નોટબંઘી સમયે મોટી સંખ્યામાં કેશ જમા કરાવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે