ચીનમાં ઇમરાનની બેઇજ્જતી, લોકોએ કહ્યું ભિખારી સાથે આવું જ થાય
ચીન રવાના થતા પહેલા ઇમરાને કહ્યું કે, ચીન અમારુ સૌથી નજીકનું મિત્ર છે અને અમે આયરન બ્રધર્સ છીએ
Trending Photos
નવી દિલ્હી : થોડા દિવસોથી પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનનો સમય યોગ્ય નથી ચાલી રહ્યો. ઇમરાન સાથે જોડાયેલા અનેક વિવાદો સામે આવતા જોવા મળી રહ્યા છે. હાલનો મુદ્દો ચીનનો છે. જ્યાં ઇમરાન ખાન ચાર દિવસીય મુલાકાત પર ગયેલા છે. બીજિંગમાં આયોજીત બેલ્ડ એન્ડ રોડ સમિટ કાર્યક્રમમાં ઇમરાન હિસ્સો કરતા ચીન પહોંચી છે પરંતુ ચીનમાં જે પ્રકારે ઇમરાનનું સ્વાગત થયું તે મુદ્દે પાકિસ્તાનનાં લોકોમાં ઘણો ગુસ્સો છે.
લોકોએ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનનાં વડાપ્રધાનનું ચીનમાં સ્વાગત મુદ્દે સવાલ ઉઠ્યા છે. થોડા લોકોએ નવા પાકિસ્તાન પર વ્યંગ કર્યો છે તો કોઇએ વડાપ્રધાન મોદીનો ઇમરાનની મજાક ઉડાવી છે. મળતી માહિતી અનુસાર જ્યારે ઇમરાન ચીન પહોંચ્યા તો તેમના સ્વાગત માટે ચીનની તરફથી કોઇ મોટા નેતા કે અધિકારી હાજર નહોતા રહ્યા. પરંતુ ઇમરાનનું સ્વાગત બીજિંગની મ્યુનિસિપલ કમિટીનાં ડેપ્યુટી સેક્રેટરી જનરલ લી લિફેંગે કર્યું હતું. ત્યાર બાદ ચીનને પોતાનાં જિગરી દોસ્ત કહેનારા ઇમરાનનાં આ સ્વાગતની પાકિસ્તાનમાં ભારે ફજેતી થઇ હતી.
પાકિસ્તાનનાં નાગરિકોએ પોતાનાં વડાપ્રધાનનાં આ પ્રકારનાં સ્વાગત વિરુદ્ધ ગુસ્સો ફાટી નિકળ્યો છે. ટ્વીટર પર એક યુઝરે આતિફ મહેમુદે લખ્યું કે, અમે ચીનનું સ્વાગત સીમા પર જેએફ 17 થંડર ફાઇટર પ્લેન મોકલીને કરીએ છીએ પરંતુ તેઓ આપણા વડાપ્રધાનનું સ્વાગત આ પ્રકારે કરે છે. જેનો એક અન્ય યુઝરે જવાબ આપ્યો કે ભિખારીનું સ્વાગત કઇ રીતે કરાય છે ? જ્યારે પણ નવા પાકિસ્તાની વડાપ્રધાન ચીન જાય છે, તેઓ ભીખ માંગવાનું ચાલુ કરી દે છે.
એક અન્ય યુઝરે લખ્યું કે, ઇસ્લામાબાદનાં બેયરનું સ્વાગનાં ચીનમાં ડેપ્યુટી મેચર દ્વારા કરવામાં આવી રહ્યું છે. તે અંગે એક યુઝરે જવાબ આપતા કહ્યું કે, જે પરમાણુ બોમ્બ છે તેને સાથે લઇને ફરવાનું રાખો, જેથી લોકો તમારુ સન્માન કરે. લોકો સોશિય મીડિયા પર ઇમરાન પ્રત્યે રોષ વ્યક્ત કરી રહ્યા છે. ઘણા લોકો નવા પાકિસ્તાન પર વ્યંગ પણ કરી રહ્યા છે.
આ અગાઉ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને ચીનને પોતાનાં સૌથી અંગત મિત્ર ગણાવ્યા હતા અનેત તેનાં ગુણગાનો ગાયા હતા. ચીન રવાના થતા પહેલા વડાપ્રધાને કહ્યું હતું કે, ચીન અમારા સૌથી નજીકનું મિત્ર છે અને આયરન બ્રધર છે. હું આંતરિક હિતોના તમામ મુદ્દાઓ પર પોતાના મંતવ્યો આપવા માટે સારા મિત્રો રાષ્ટ્રપતિ શી અને પ્રીમિયર લીને મળવા માટે ઉત્સાહીત છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે