સિડનીમાં PM Modi નું શાનદાર સ્વાગત, આકાશમાં લખ્યું- 'Welcome Modi'
PM Modi In Sydney: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઓસ્ટ્રેલિયામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સિડની પહોંચતા જ પીએમના સ્વાગત માટે આકાશમાં 'વેલકમ મોદી' લખવામાં આવ્યું હતું. આજે વડાપ્રધાનના સિડનીમાં ઘણા મોટા કાર્યક્રમો શિડ્યૂલ છે.
Trending Photos
PM Modi In Australia: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયામાં છે. આજે તેમનો સિડનીમાં મોટો કાર્યક્રમ છે. આ દરમિયાન વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રિક્રિયેશ્નલ એરક્રાફ્ટની મદદથી પીએમને આવકારવા આકાશમાં 'વેલકમ મોદી' લખવામાં આવ્યું હતું. વડાપ્રધાન તરીકે ઓસ્ટ્રેલિયાની આ તેમની બીજી મુલાકાત છે. વડા પ્રધાન અગાઉ પાપુઆ ન્યુ ગિનીમાં હતા, જ્યાં ટાપુ દેશના પીએમ જેમ્સ મારાપે તેમના પગને સ્પર્શ કર્યો હતો. તે જ સમયે, જાપાનના હિરોશિમામાં G7 સમિટમાં પહોંચેલા જો બિડેને વડાપ્રધાનનો ઓટોગ્રાફ માંગ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સિડનીમાં ઓસ્ટ્રેલિયન સુપર સીઈઓ પૌલ શ્રોડર, ફોર્ટેસ્ક્યુ ફ્યુચર ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ચેરમેન એન્ડ્રુ ફોરેસ્ટ, હેનકોક પ્રોસ્પેક્ટીંગના એક્ઝિક્યુટિવ ચેરમેન જીના રીનહાર્ટને મળશે. આ સિવાય પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના કેટલાક પ્રભાવશાળી લોકો સાથે પણ મુલાકાત કરશે.
#WATCH | ‘Welcome Modi’ spelt by a recreational aircraft’s contrails before the community event in Sydney, Australia. pic.twitter.com/d5KhGm6Nm8
— ANI (@ANI) May 23, 2023
જાપાન અને પાપુઆ ન્યુ ગીનીની મુલાકાત લીધા બાદ ઓસ્ટ્રેલિયા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભારતીય સમુદાય દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એક કોમ્યુનિટી ઈવેન્ટ પહેલા પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. હવામાં મનોરંજક વિમાનકોન્ટ્રેલ્સ દ્વારા લખવામાં આવ્યું હતું "વેલકમ મોદી".
આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભારતીય સમુદાયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમવારે સિડનીમાં આગમન સમયે 'હેલો મોદી', 'વણક્કમ મોદી', 'નમસ્તે મોદી' અને 'ભારત માતા કી જય' ના નારાઓ વચ્ચે સ્વાગત કર્યું હતું.
ઓસ્ટ્રેલિયામાં પીએમ મોદીનું અભિવાદનઃ
પ્રધાનમંત્રી મોદી હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. વંદે માતરમ, ભારત માતાકી જય અને મોદી મોદીના નારા લાગ્યા જ્યારે પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર પગ મુક્યો. ઓસ્ટ્રેલિયાના અલગ અલગ શહેરોમાંથી સિડનીમાં પીએમ મોદીને મળવા અહીં પહોંચ્યા છે સેકડો લોકો. આજે બપોરે ભારતીય મુળના લોકોને સંબોધિત કરવાના છે પીએમ મોદી. સિડની ઓલમ્પિક પાર્કમાં પહોંચી રહ્યાં છે લોકો.
20 હજાર સીટ છે આ કાર્યક્રમમાં. પણ લાખો લોકોએ અહીં આપવા માટે પ્રયાસ કર્યો હતો. લોકો પોતાની ઓફિસમાં રજા રાખીને મોદીજીને આવકારવા માટે અહીં આવ્યાં છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય મૂળના લોકો હજારો કિલોમીટરની 12 થી 15 કલાકની જર્ની કરીને બ્રિઝબેન અને દૂર દૂરથી સિડનીમાં આવ્યાં છે. ભારત અને મોદીજી વિશે ચર્ચા કરતા લોકો અહીં આવ્યાં છે. નાના બાળકો પણ અહીં પીએમ મોદીને આવકારવા માટે આવ્યાં છે સીડનીમાં.
સિડનીના આકાશમાં વેલકમ મોદી લખવામાં આવી રહ્યું. પીએમ મોદીની ઓસ્ટ્રેલિયા મુલાકાત કેટલી મહત્ત્વની છે એ આ દ્રશ્યો પરથી સમજી શકાય છે. ખાસ વિમાનથી વેલકમ મોદી એવો સંદેશો લખવામાં આવી રહ્યો છે. આખી દુનિયાની નજર અત્યારે ઓસ્ટ્રેલિયાના સીડની પર છે. જ્યારે અનોખી રીતે તેમનું સ્વાગત થઈ રહ્યું છે. અનેક કાર્યક્રમો ત્યાં છે. ત્યાંના બિઝનેસમેન અને મોટા માથાઓ સાથે પીએમ મોદી મુલાકાત કરવાના છે. પીએમ મોદીના સ્વાગતમાં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં થઈ રહ્યાં છે ગરબા. ઢોલિડા ઢોલ રે વગાડ મારે હિચ લેવી છે એવા ગીતો સિડનીમાં મોદીજીના સ્વાગતમાં વાગી રહ્યાં છે. પીએમ મોદીનું દુનિયાભરમાં કેવું વર્ચસ્વ છે એ આવા કાર્યક્રમો થકી જાણી શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે