પાકિસ્તાનના આ વ્યક્તિએ કર્યો જબરદસ્ત જુગાડ, આખી દુનિયા થઈ ગઈ સ્તબ્ધ
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક પોપકોર્ન વેચનારાએ જુગાડ કરીને ઘરમાં જ પ્લેન બનાવી લીધુ છે. જેને જોવા માટે દૂર દૂરથી લોકો આ વ્યક્તિના ઘરની મુલાકાત લઈ રહ્યાં છે.
Trending Photos
તાબુર, પાકિસ્તાન: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક પોપકોર્ન વેચનારાએ જુગાડ કરીને ઘરમાં જ પ્લેન બનાવી લીધુ છે. જેને જોવા માટે દૂર દૂરથી લોકો આ વ્યક્તિના ઘરની મુલાકાત લઈ રહ્યાં છે. વાત જાણે એમ છે કે વ્યવસાયે પોપકોર્ન વેચનારા આ વ્યક્તિનું નામ મોહમ્મદ ફૈયાઝ છે જે પાકિસ્તાનના પાકપટ્ટનનો રહીશ છે. મોહમ્મદ ફૈયાઝે થોડા દિવસ પહેલા જ પોતાના ઘરમાં જ એક પ્લેન બનાવીને દરેકને ચોંકાવી દીધા. આ જાણ જ્યારે લોકોને થઈ, પછી જ્યારે તે રોડ પર પ્લેનનું ટેસ્ટિંગ કરી રહ્યો હતો તો પોલીસ તેને પકડીને લઈ ગઈ.
હકીકતમાં પોલીસનું કહેવું છે કે ફૈયાઝે પ્લેનના ટેસ્ટિંગ અગાઉ ઓથોરિટી પાસેથી કોઈ મંજૂરી લીધી નહતી. જેના કારણે ફૈયાઝની ધરપકડ કરાઈ છે. જો કે એકબાજુ જ્યાં પોલીસે ફૈયાઝની ધરપકડ કરી લીધી છે ત્યાં બીજી બાજુ માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ આખી દુનિયા તેના હુનરના વખાણ કરી રહી છે. સમગ્ર દુનિયા ફૈયાઝથી ખુબ પ્રભાવિત છે અને આટલા ઓછા પૈસા અને સુવિધાઓ છતાં તેણે આ કારનામું કરીને બતાવ્યું છે.
ફૈયાઝના જણાવ્યાં મુજબ જ્યારે તેણે પ્લેન ઉડાવ્યું ત્યારે તેને પોતાને પણ વિશ્વાસ નહતો આવ્યો કે તેણે સાચે જ આ કરી બતાવ્યું છે. તે હવામાં હતો પરંતુ તેને વિશ્વાસ જ નહતો કે તેણે બનાવેલું પ્લેન હવામાં ઉડી રહ્યું છે. અત્રે જણાવવાનું કે ફૈયાઝે આ પ્લેનને ઈન્ટરનેટ અને બ્લુપ્રિન્ટ્સની મદદથી બનાવ્યું છે. ફૈયાઝના જણાવ્યાં મુજબ તેણે નેશનલ જિયોગ્રાફીની સીરિઝ એર ક્રેશ ઈન્વેસ્ટિગેશન જોઈને આ પ્લેન બનાવ્યું છે.
જ્યારે ઓથોરિટી પાસેથી પરમિશન લેવા પર ફૈયાઝે કહ્યું કે તેણે ઓથોરિટીની આ અંગે સૂચના આપી હતી અને ટેસ્ટિંગની પરમિશન પણ માંગી હતી. પરંતુ ઘણા દિવસો સુધી રાહ જોવા છતાં જ્યારે કોઈ જવાબ ન મળ્યો તેણે ટેસ્ટિંગ કરવાનો નિર્ણય લીધોૌ. ટેસ્ટિંગ દરમિયાન તેણે હવામાં અનેક ચક્કર લગાવ્યાં. આ દરમિયાન તેને ઘણું સારું લાગી રહ્યું હતું. ફૈયાઝના જણાવ્યાં મુજબ પ્લેન બનાવવા માટે તેણે પોતાનું ખેતર પણ વેચી દીધુ અને બેંક પાસેથી 50,000 રૂપિયાની લોન પણ લીધી. આવામાં તે પોતાની મહેનત બરબાદ કરવા દેવા માંગતો નહતો. અત્રે જણાવવાનું કે હાલ તો ફૈયાઝને પોલીસે 3000 દંડ ફટકારીને છોડી દીધો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે