કીચડમાં મળ્યો એવો ખજાનો, જે વૈજ્ઞાનિકો માટે કોહિનૂર કરતા પણ કિંમતી સાબિત થયો

પ્રાચીન માનવ સાથે જોડાયેલ અવશેષ વૈજ્ઞાનિકો માટે કોઈ ખજાના (treasure) થી ઓછા નથી હોતા. આ કડીમાં વૈજ્ઞાનિકોને તિબ્બતમાં એક પહાડીની સપાટી પર Immobile Art ના સૌથી જૂના નમૂના મળ્યા છે. લાખો વર્ષ જૂની પહાડીની સપાટી પર મળેલા આ નિશાનની શોધ (research) બહુ જ ખાસ ગણાઈ રહી છે. વૈજ્ઞાનિકોનું માનવુ છે કે, તેનાથી પ્રાચીન જીવનના કોઈ રહસ્ય ખૂલી શકે છે. 

Updated By: Sep 18, 2021, 01:32 PM IST
કીચડમાં મળ્યો એવો ખજાનો, જે વૈજ્ઞાનિકો માટે કોહિનૂર કરતા પણ કિંમતી સાબિત થયો

ઝી મીડિયા/બ્યૂરો :પ્રાચીન માનવ સાથે જોડાયેલ અવશેષ વૈજ્ઞાનિકો માટે કોઈ ખજાના (treasure) થી ઓછા નથી હોતા. આ કડીમાં વૈજ્ઞાનિકોને તિબ્બતમાં એક પહાડીની સપાટી પર Immobile Art ના સૌથી જૂના નમૂના મળ્યા છે. લાખો વર્ષ જૂની પહાડીની સપાટી પર મળેલા આ નિશાનની શોધ (research) બહુ જ ખાસ ગણાઈ રહી છે. વૈજ્ઞાનિકોનું માનવુ છે કે, તેનાથી પ્રાચીન જીવનના કોઈ રહસ્ય ખૂલી શકે છે. 

ચીનની ગ્વાંગઝૂ યુનિવર્સિટી અને બ્રિટનની બોનમાઉથ યુનિવર્સિટીની 18 વૈજ્ઞાનિકોની ટીમે આ શોધ કરી છે. તેને ગત સપ્તાહમાં સાયન્સ બુલેટિનમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તિબ્બતી પઠારના કેસાંગ વિસ્તારમાં પહાડીની સપાટી પર મળી આવેલા આ હાથ અને પગના નિશાન Immobile Art કહેવામાં આવે છે. 

આ પણ વાંચો : રાજકોટ : એકબીજા વગર જીવી ન શક્તી બે બહેનપણીઓ કરી આત્મહત્યા, પોલીસ પણ વિચારમાં પડી 

1,69,000 થી 2,26,000 વર્ષ જૂના નિશાન 
વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચમાં શોધ્યું કે, આ નિશાન 1,69,000 થી 2,26,000 વર્ષ જૂના હોઈ શકે છે. વૈજ્ઞાનિકોએ એમ પણ કહ્યું કે, પહાડીની ઉંમર પરથી માલૂમ પડે છે કે હાથ અને પગના નિશાન હિમયુગના મધ્યમાં બનાવવામાં આવ્યા હતા. આ ક્ષેત્રમાં કુલ પાંચ હાથના નિશાન અને પાંચ પગના નિશાન મળી આવ્યા છે. જે એક ગરમ પાણીના ઝરણાની આસપાસ ચૂનાના બનેલા પત્થરો પર સંરક્ષિત કરવામાં આવ્યા છે. તેને ટ્વૈર્ટીન કહેવામાં આવે છે. 

સ્થિર કલાનો સૌથી જૂનુ ઉદાહરણ
નિશાનના આકાર અને લંબાઈને જોતા 18 વૈજ્ઞાનિકોની ટીમે અનુમાન લગાવ્યું કે, આ નિશાનને 7 થી 12 વર્ષના બાળકે બહુ જ સાવધાનીપૂર્વક બનાવ્યું હશે. રિસર્ચમાં સામેલ બોર્નમાઉથ યુનિવર્સિટીમાં પર્યાવરણ અને ભૌગોલિક વિજ્ઞાનના પ્રોફેસર મૈથ્યૂ બેનેટનું કહેવુ છે કે, નિશાન માત્ર ચાલવાથી નથી બન્યા. પરંતુ એવુ લાગે છે કે તે જાણીજોઈને બનાવવામાં આવ્યા છે. તે સ્થિર કલાનો સૌથી જૂનો નમૂનો બની શકે છે. 

આ પણ વાંચો : કોરોના શરીરને કેવું પથ્થર જેવુ બનાવે છે તેનો અત્યાર સુધીનો સૌથી મોટો પુરાવો મળ્યો 

હજારો વર્ષથી સંરક્ષિત
બેનેટે જણાવ્યું કે, કોઈ પણ કલ્પના કરી શકે છે પ્રાચીન બાળક ગરમ પાણીના ઝરણાંથી બનેલ કીચડમાં રમી રહ્યો હતો અને તે પોતાના હાથ પર સાવધાનીથી રાખતો હતો. ત્યારથી આ બાળકના હાથ-પગના નિશાન હજારો વર્ષોથી સંરક્ષિત છે. આ કીચડમાં ટ્વૈર્ટીન બદલાઈ ગઈ છે. વૈજ્ઞાનિકોએ આ જગ્યાની શોધને અવિશ્વસનીય બતાવી છે.