દરિયામાંથી મળેલી ₹10 ની બે ભારતીય નોટો ₹5 લાખમાં વેચાશે, 100 વર્ષ પહેલાં ડૂબ્યું હતું જહાજ

Amazing Facts: 1918 માં ડૂબેલા જહાજમાં આ નોટોની ખેપ સાથે અથાણાથી માંડીને દારૂ ગોળા સુધીનો સામાન લંડનથી મુંબઇ મોકલવામાં આવતો હતો. પરંતુ રસ્તામાં તેને એક જર્મન યૂ બોટ (સબમરિન)એ ડૂબાડી દીધું. 

દરિયામાંથી મળેલી ₹10 ની બે ભારતીય નોટો ₹5 લાખમાં વેચાશે, 100 વર્ષ પહેલાં ડૂબ્યું હતું જહાજ

Ship sank in sea in 1918: વર્ષમાં 1918 માં લંડનથી મુંબઇ જતી વખતે સમુદ્રમાં એક જહાજ ડૂબી ગયું હતું. જ્યારે તેનો કાટમાળ શોધી કાઢવામાં આવ્યો તો તેના પર ભારતના 10 રૂપિયાની બે નોટ (Indian Banknote) મળી હતી. હવે તે ભારતીય નોટોની લંડનમાં હરાજી કરવામાં આવશે. આ હરાજી 29 મેના રોજ થશે. સમુદ્રમાં ડૂબેલા આ જહાજનું નામ SS-શિરાલા હતું. આ નોટો પર 25 મે 19918 ની તારીખ છપાયેલી છે. લંડનમાં નૂનન્સ મેફેયર હરાજી ઘર પોતાની 'વર્લ્ડ નોટબેંક' વેચાણ અંતગર્ત આ નોટોની બોલી લગાવવા ઓફર કરશે. એક અંદાજ મુજબ તેમની કિંમત 2,000 થી 2,600 પાઉન્ડ એટલે કે લગભગ 5.5 લાખ રૂપિયાની વચ્ચે હશે.

જહાજ ડૂબતાં નોટ તરતી મળેલી જોવા મળી
તમને જણાવે દઇએ કે આ જહાજને 2 જુલાઇ 1918 ના રોજ એક જર્મન યૂ-બોટ (સબમરીન) ને ડુબાડી દીધું હતું. નૂનન્સમાં ખાતે ન્યુમિસ્મેટિક બાબતોના વૈશ્વિક વડા થોમસિના સ્મિથે જણાવ્યું હતું કે તે સમયે આ નોટોની સાથે અથાણાથી લઈને દારૂગોળો સુધીનો માલ લંડનથી મુંબઈ મોકલવામાં આવી રહ્યો હતો. તેમણે કહ્યું કે ઘણી નોટો કિનારે તરતી હતી, જેમાં સહી વગરની 5 અને 10 રૂપિયાની નોટો (Indian Banknote) અને 1 રૂપિયાની નોટો પર સહી કરવામાં આવી હતી. તેમાંથી એક રૂપિયાની નોટ પણ આ હરાજીમાં સામેલ છે. મોટાભાગની નોટો રિકવર કરવામાં આવી હતી અને બાદમાં સરકારે તેનો નાશ કર્યો હતો અને તેની જગ્યાએ નવી નોટો છાપવામાં આવી હતી. પરંતુ કેટલીક નોટો ખાનગી લોકો પાસે રહી ગઈ હતી.

સોશિયલ મીડિયા પર ઉલ્લેખ થતાં સામે આવ્યો મામલો
સ્મિથના અનુસાર તેમણે આ પ્રકારની નોટ પહેલાં ક્યારેય જોઇ નથી. બેંક ઓફ ઈંગ્લેન્ડે 1918માં જહાજ ડૂબવાની ઘટનામાં સોશિયલ મીડિયા પર આ નોટોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આ નોટો ઘણી સારી સ્થિતિમાં છે. તે ચોક્ક્સ નોટની ગડ્ડી વચ્ચે રહી હશે જેથી તે સમુદ્રના પાણીમાં પલળી નથી. નવાઈની વાત એ છે કે નોટો પર જે નંબરો છપાયેલા છે તે સળંગ બે નંબરો છે.

100 રૂપિયાની દુલર્ભ નોટની પણ થશે હરાજી
આ હરાજીમાં બ્રિટીશ વસાવત દરમિયાન તાત્કાલીન ભારત સરકારની 100 રૂપિયાની એક દુર્લભ નોટને પણ વેચાણ માટે રાખવામાં આવશે. તેના 4,400 થી 5,000 પાઉન્ડ વચ્ચે વેચાવવાનું અનુમાન છે. આ નોટના પાછળના ભાગમાં બાંગ્લા અને હિંદી સહિત ઘણી ભાષાઓમાં 100 રૂપિયા મુદ્રિત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news