OMG! સૂર્યગ્રહણના ડરથી મહિલાએ પતિને ચાકૂ માર્યુ, બાળકોને ચાલુ કારમાંથી બહાર ફેંકી દીધા

World News: અમેરિકામાં જોવા મળેલા પૂર્ણ સૂર્યગ્રહણના  કાળા સાયાએ અમેરિકાની મહિલાને એટલી ડરાવી દીધી કે ત્યારબાદ તેણે તેના પતિને ચાકૂ મારી દીધુ અને પોતાના બંને બાળકોને ચાલુ ગાડીએ નીચે ફેંકી દીધા.

OMG! સૂર્યગ્રહણના ડરથી મહિલાએ પતિને ચાકૂ માર્યુ, બાળકોને ચાલુ કારમાંથી બહાર ફેંકી દીધા

સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ જેવી ઘટનાઓ હંમેશા લોકો માટે એક રોમાંચ પેદા કરનારી હોય છે. પરંતુ બુધવારે (8 એપ્રિલ)ના રોજ અમેરિકાના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકામાં જોવા મળેલા પૂર્ણ સૂર્યગ્રહણના  કાળા સાયાએ અમેરિકાની મહિલાને એટલી ડરાવી દીધી કે ત્યારબાદ તેણે તેના પતિને ચાકૂ મારી દીધુ અને પોતાના બંને બાળકોને ચાલુ ગાડીએ નીચે ફેંકી દીધા. અમેરિકાના પોર્શ કેયેન વિસ્તારમાં રહેતી આ મહિલા વ્યવસાયે જ્યોતિષ હતી જેનું નામ ડેનિયલ જ્હોન્સન હતું. 

અમેરિકી મીડિયા મુજબ ડેનિયલ જ્હોન્સન સૂર્યગ્રહણના રિસર્ચમાં એટલી બધી ગળાડૂબ બની ગઈ હતી કે તેને તેના સિવાય કઈ સૂજતું જ નહતું. તે આખો દિવસ બસ પોતાના રિસર્ચમાં ખૂપેલી રહેતી હતી. આ જ કારણ હતું કે તે સૂર્યગ્રહણથી ડરવા લાગી હતી. બુધવારે જ્યારે અમેરિકામાં સૂર્યગ્રહણના કારણે કાળો છાયો જોવા મળ્યો તો ત્યારબાદ ડેનિયલને કઈ સમજ આવ્યું નહીં અને તેના  હોશ ઉડી ગયા જેના કારણે ડેનિયલ જ્હોન્સને તેના પતિની છાતીમાં ચાકૂ મારી દીધુ જેના કારણે તેમનું મોત થયું. તેના પતિ પાઈલટ હતા. ઘટના બાદ તે તેના બે બાળકોને લઈને ગાડીમાં પહોંચી જેમાંથી એક બાળકની ઉંમર 9 વર્ષ હતી જ્યારે બીજા બાળકની ઉંમર 8 મહિના હતી. રસ્તામાં ડેનિયલ જ્હોન્સને બાળકોને પૂર સ્પીડે ભાગતી કારમાંથી નીચે ફેકી દીધા. જેના કારણે 8 મહિનાના બાળકનું મોત નિપજ્યું જ્યારે 9 વર્ષનો બાળક બચી ગયો. બાદમાં મહિલાએ પોતાની કાર એક ઝાડ સાથે ઠોકી દીધી જેના કારણે તેનું મોત નિપજ્યું. 

— Los Angeles Times (@latimes) April 10, 2024

અકસ્માતના એક દિવસ પહેલા જ્હોન્સને પોતાની વેબસાઈટ પર એક લેખ લખ્યો હતો. આ કન્ટેન્ટમાં તેણે લખ્યું હતું કે સૂર્યગ્રહણ એક યુદ્ધનું પ્રતિક છે. ત્યારબાદ તેણે પોતાના એક્સ એકાઉન્ટ પર વિચિત્ર પોસ્ટ પણ કરી હતી જેમાં લખ્યું હતું કે પોતાની સુરક્ષા અને પોતાના દિલને યોગ્ય જગ્યા પર રાખો. દુનિયા ઝડપથી બદલાઈ રહી છે એટલે જો તમારે એક પક્ષ પસંદ કરવો પડે તો આ સૌથી યોગ્ય સમય છે. 

Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news