વળી પાછું EVM નું ભૂત ધૂણીયું, ઈલોન મસ્કના એક નિવેદનથી વિપક્ષને મળી ગયું 'હથિયાર'

હવે વિપક્ષની શંકાને હવા આપવાનું કામ ટેસ્લાના CEO ઈલોન મસ્કે કર્યું છે. ઈલોન મસ્કે દાવો કર્યો છેકે, EVM હેક થઈ શકે છે અને EVMથી મતદાન ક્યારેય ન થવું જોઈએ. આ નિવેદનથી વિપક્ષને EVM વિરુદ્ધ વધુ એક હથિયાર મળી ગયું છે.

વળી પાછું EVM નું ભૂત ધૂણીયું, ઈલોન મસ્કના એક નિવેદનથી વિપક્ષને મળી ગયું 'હથિયાર'

દેશમાં જ્યારે પણ ચૂંટણી યોજાય છે ત્યારે વિપક્ષની હાર બાદ એક મુદ્દો સૌથી વધુ ચર્ચામાં હોય છે EVM. હરિયાણાની ચૂંટણીના પરિણામ બાદ EVMને લઈને અનેક સવાલ ઉઠ્યા. ચૂંટણી પંચ દ્વારા અનેક વખત ખુલાસાઓ પણ કરવામાં આવ્યા પરંતુ, EVMને લઈને વિપક્ષની શંકા દૂર થવાનું નામ નથી લેતી.. આ બધા વચ્ચે હવે વિપક્ષની શંકાને હવા આપવાનું કામ ટેસ્લાના CEO ઈલોન મસ્કે કર્યું છે. ઈલોન મસ્કે દાવો કર્યો છેકે, EVM હેક થઈ શકે છે અને EVMથી મતદાન ક્યારેય ન થવું જોઈએ. આ નિવેદનથી વિપક્ષને EVM વિરુદ્ધ વધુ એક હથિયાર મળી ગયું છે.

ખુદ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કહી ચૂક્યા છેકે, EVM 100% સુરક્ષિત છે અને EVMને હેક કરવાની કોઈ શક્યતા છે જ નહીં. તો, પછી EVMને લઈને વારંવાર સવાલ કેમ થઈ રહ્યા છે. કેમ વારંવાર ચૂંટણીના પરિણામ બાદ જ EVM ચર્ચાનો મુદ્દો રહે છે..? કેમ કોંગ્રેસ અથવા તો અન્ય કોઈ પક્ષ ચૂંટણી હારે ત્યારે જ EVMની ચર્ચા થાય છે..? શા માટે વિપક્ષનું ધાર્યું પરિણામ ન આવે તો EVMની ચર્ચા થાય છે..?આ પ્રકારના સવાલ તો ઘણા છે પરંતુ, હરિયાણા વિધાનસભાની ચૂંટણીના પરિણામથી ચર્ચામાં આવેલું EVM ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે.. અને આ ચર્ચાનું કારણ છે દુનિયામાં ટેક્નોલોજીના કિંગ ગણાતા ઈલોન મસ્કનું નિવેદન.. જી હાં, અમેરિકામાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક એવા ઈલોન મસ્કે EVMને લઈને એક ચોંકાવનારું નિવેદન કર્યું છે જેના કારણે વિપક્ષને વધુ એક હથિયાર મળી ગયું છે.. જાણો ઈલોન મસ્કે શું કહ્યું...

મારા મત પ્રમાણે પેપર બેલેટની ગણતરી યોગ્ય છે.. 
હું એક ટેક્નિશિયન છું..
હું માત્ર એટલું કહેવા માગું છું કે EVM દ્વારા મતદાન ન થવું જોઈએ.. 
કારણ કે EVM હેક થઈ શકે છે.. 
EVM કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ સાથે જોડાયેલું હોય છે.. 
અને તેને હેક કરવું શક્ય છે..

ટેસ્લાના CEO મસ્કે આ દાવો પેન્સિલવેનિયામાં એક જાહેર સભામાં કર્યો હતો.. મસ્કે ડોમિયિનના વોટિંગ મશિનને ફિલાડેલ્ફિયા અને એરિજોનામાં રિપબ્લિકનની હાર સાથે જોડ્યા.. જોકે, ઈલોન મસ્કનો આ દાવો અમેરિકાની ચૂંટણી માટે હતો પરંતુ, મસ્કના નિવેદન બાદ ભારતની રાજનીતિમાં ઘમાસાણ મચી ગયું. ઈલોન મસ્કના નિવેદન બાદ કોંગ્રેસે ફરી સોશિયલ મીડિયા પર આ મુદ્દો ઉઠાવવાનું શરૂ કર્યું છે.. કોંગ્રેસના કેટલાક નેતાઓએ X પર લખ્યું, EVM હેક થઈ શકે છે.  હવે મને કહો કે શું મસ્ક પણ ખોટું બોલી રહ્યા છે.

જોકે, આ પહેલીવાર નથી જ્યારે ઈલોન મસ્કે EVMને લઈને સવાલ ઉઠાવ્યા હોય. આ વર્ષે જૂનમાં ઈલોન મસ્કે કહ્યું હતું કે EVM હેક થઈ શકે છે, ત્યારે ભારતમાં લોકસભા ચૂંટણી ચાલી રહી હતી.. પછી કોંગ્રેસે તેને મુદ્દો બનાવ્યો હતો. જો કે ચૂંટણીપંચ EVMમાં ગેરરીતિના કોંગ્રેસના આરોપોને ફગાવી રહ્યું છે.. બીજેપી પણ તેમને ખોટા ગણાવી રહી છે, પરંતુ આ બધા વચ્ચે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને સ્પેસ એક્સના સીઈઓ ઈલોન મસ્ક દ્વારા EVM અંગે આપવામાં આવેલ નિવેદને આ મામલાને હવા આપી છે.

આ વર્ષે એપ્રિલમાં, ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન વોટ અને વોટર વેરિફાઈબલ પેપર ઓડિટ ટ્રેલ સ્લિપના 100% ક્રોસ-ચેકિંગની માંગ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.. જો કે, આ માંગને લગતી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં ફગાવી દેવામાં આવી હતી.. આ સિવાય અનેક રાજકીય પક્ષો સાથે જોડાયેલા લોકો ઈવીએમ પર સવાલ ઉઠાવી રહ્યા છે..
બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા
---

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news