Drug Case Update: NCB ની પૂછપરછ પહેલા પિતાને ભેટીને રડી પડી Ananya, બીજા દિવસે થશે પૂછપરછ

ડ્રગ્સ કેસમાં (Drug Case) નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) સતત બીજા દિવસે બોલીવૂડ અભિનેત્રી અનન્યા પાંડે (Ananya Panday) ની પૂછપરછ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એનસીબી વોટ્સએપ ચેટના આધાર પર અનન્યા પાંડેની પૂછપરછ કરી રહી છે જે આર્યન ખાન (Aryan Khan) અને અનન્યા પાંડે વચ્ચે છે

Updated By: Oct 22, 2021, 02:54 PM IST
Drug Case Update: NCB ની પૂછપરછ પહેલા પિતાને ભેટીને રડી પડી Ananya, બીજા દિવસે થશે પૂછપરછ

મુંબઈ: ડ્રગ્સ કેસમાં (Drug Case) નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) સતત બીજા દિવસે બોલીવૂડ અભિનેત્રી અનન્યા પાંડે (Ananya Panday) ની પૂછપરછ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એનસીબી વોટ્સએપ ચેટના આધાર પર અનન્યા પાંડેની પૂછપરછ કરી રહી છે જે આર્યન ખાન (Aryan Khan) અને અનન્યા પાંડે વચ્ચે છે. આ વોટ્સએપ ચેટ (WhatsApp Chat) માં આર્યન ખાન અને અનન્યા પાંડે ગાંજા વિશે વાત કરતા હતા. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન (Shah Rukh Khan) નો પુત્ર આર્યન ખાન છેલ્લા ઘણા દિવસોથી આર્થર રોડ જેલમાં બંધ છે.

અનન્યાની સતત બીજા દિવસે પૂછપરછ
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ડ્રગના કેસ (Drug Case) માં સતત બીજા દિવસે બોલીવૂડ અભિનેત્રી અનન્યા પાંડેની પૂછપરછ કરશે. અગાઉ, ગુરુવારે પણ એનસીબીની ઓફિસમાં અનન્યાની પૂછપરછ કરવામાં આવી હતી.

ડ્રગ્સ મામલે આર્યન ખાન અને અનન્યા પાંડે વચ્ચે થઈ હતી વાત? વોટ્સએપ ચેટમાં થયો ખુલાસો

NCB ઓફિસ માટે ઘરેથી નીકળી અનન્યા પાંડે
એનસીબી ઓફિસ પહોંચવા માટે અનન્યા પાંડે પોતાના ઘરથી નીકળી ગઈ છે. અનન્યા તેના પિતા ચંકી પાંડે સાથે બહાર આવી હતી. અગાઉ ગુરુવારે પણ તે ચંકી પાંડે સાથે એનસીબી ઓફિસ પહોંચી હતી.

Drug Case: એનસીબીની ટીમ પહોંચી શાહરૂખ ખાનના ઘરે, જાણો ત્યારબાદ શું થયું મન્નતમાં

અખબાર સાથે કારની બારીઓ બંધ હતી
ઘરની બહાર નીકળતી વખતે, અનન્યા પાંડે (Ananya Panday) એ તેની કારની તમામ બારીઓ પર અખબારથી સંપૂર્ણપણે બંધ કરી દીધી છે, જેથી વાહનની અંદર બેઠેલા લોકોને બહારથી જોઈ ન શકાય.

12મું પાસ Ananya Panday આ રીતે કરે છે પાર્ટી, NCB રેડ બાદ વાયરલ થઇ રહ્યા છે ફોટોઝ

એનસીબીએ પાડ્યા હતા અનન્યાના ઘરે દરોડા
અનન્યા પાંડે (Ananya Panday) ના ઘર પર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ બુધવારના દરોડા પાડ્યા હતા અને તેને પૂછપરછ માટે બોલાવી હતી. ત્યારબાદ તે ગુરૂવારના એનસીબીની ઓફિસ પહોંચી હતી, જ્યાં તેની લાંબા સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

કેટલા ગાઢ મિત્રો છે Ananya Panday અને Aryan Khan, આ ફોટાથી બધુ જ થઇ જશે સ્પષ્ટ

પેડરલ સાથે ક્રોસ સવાલ કરવાની સંભાવના
ગત રાત્રી એનસીબીને મોટી સફળતા હાથ લાગી હતી અને મુંબઇના એક શંકાસ્પદ ડ્રગ તસ્કરની ધરપકડ કરવામાં આવી હતી. હવે અનસીબી દ્વારા આજે (22 નવેમ્બર) અનન્યાની સાથે પેડલરથી પણ ક્રોસ સવાલ કરવાની સંભાવના છે. કેમ કે આ તસ્કરને આર્યન ખાન અને અનન્યા પાંડે વચ્ચે એક કથિત લિંક તરીકે જોવામાં આવી રહ્યો છે.

જેલમાં પુત્રની હાલત જોઈને રડી પડ્યો શાહરૂખ ખાન, જુઓ લોકોને હાથ જોડી રહ્યો છે બોલીવુડનો બાદશાહ!

આર્યન ખાને અનન્યા પાંડે પાસે કરી હતી ગાંજાની માંગ!
વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ, એનસીબી (NCB) જે વોટ્સએપ ચેટ્સનો અહેવાલ આપી અનન્યા પાંડે (Ananya Panday) ની પૂછપરછ કરી રહી છે, તે આર્યન ખાન અને અનન્યા પાંડે વચ્ચે છે. આ વોટ્સએપ ચેટ (WhatsApp Chat) માં આર્યન ખાન અને અનન્યા પાંડે ગાંજા વિશે વાત કરી રહ્યા હતા.

Video: નિયમ બદલાતા થયો ફાયદો! પુત્ર આર્યન ખાનને મળવા માટે શાહરૂખ ખાન આર્થર રોડ જેલ પહોંચ્યા

એનસીબી ઓફિસ પહોંચી અનન્યા
અનન્યા પાંડે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ઓફિસ પહોંચી ગઈ છે. જ્યાં એનસીબીના અધિકારીઓ સતત બીજા દિવસે પૂછપરછ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube