Srilanka Crisis: માત્ર 24 કલાકમાં શ્રીલંકાના નાણામંત્રીનું રાજીનામુ, ખતરામાં પડી રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેની ખુરશી
શ્રીલંકા અત્યાર સુધીના પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. દેશમાં ચાલી રહેલા આર્થિક સંકટ વચ્ચે નવા નાણામંત્રીએ પણ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે.
Trending Photos
કોલંબોઃ આર્થિક સંકટ અને લોકોના ભારે વિરોધની વચ્ચે શ્રીલંકાના નાણામંત્રી અલી શાબરીએ શપથ લીધાના એક દિવસ બાદ મંગળવારે રાજીનામુ આપી દીધુ છે. સાબરીએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને લખેલા પોતાના રાજીનામામાં કહ્યું- હું તત્કાલ પ્રભાવથી નાણામંત્રીના પદેથી રાજીનામુ આપુ છું. સાબરીએ રાષ્ટ્રપતિને લખેલા એક પત્રમાં કહ્યુ કે, તેમણે એક અસ્થાયી ઉપાય હેઠળ આ પદ સંભાળ્યું હતું.
સાબરીએ પત્રમાં કહ્યુ, 'તમને થયેલી અસુવિધા માટે મને દુખ છે. પરંતુ વિચાર-વિમર્શ કરવા અને વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા હવે મારી મહામહિમને સલાહ છે કે અભૂતપૂર્વ સંકટનો સામનો કરવા માટે નવા અને સક્રિય ઉપાય કરવામાં આવે, અને આ સમયે એક નવા નાણામંત્રીની નિમણૂક સહિત અપરંપરાગત પગલા ભરવાની જરૂર છે. સાબરી સોમવારે રાષ્ટ્રપતિ રાજપક્ષે દ્વારા નિયુક્ત કરાયેલા ચાર મંત્રીઓમાં સામેલ હતા.'
સાબરી પહેલા કાયદામંત્રી હતા. તે આ મહિનાના અંતમાં આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષની સાથે શ્રીલંકાના આર્થિક સંકટ પર ચર્ચા કરવા માટે અમેરિકાનો પ્રવાસ કરવાના હતા. આઈએમએફે પણ શ્રીલંકાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે, તે સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. શ્રીલંકા આ સમયે પોતાના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને જનતા મોંઘવારી અને સામાનની કમીને કારણે પરેશાન છે.
આ પણ વાંચોઃ અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર મુસ્લિમોએ ટાઈમ્સ સ્કવેર પર નમાજ પઢી, દુનિયાભરમાં છેડાઈ ચર્ચા
શ્રીલંકાની સત્તા પર રાજપક્ષેની પકડ પડી નબળી
શ્રીલંકાની સંસતમાં રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના નેતૃત્વવાળા ગઠબંધનને હાસિલ બહુમત ખતરામાં પડી ગયો છે, કારણ કે પૂર્વ રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાની આગેવાનીમાં નારાજ સાંસદ સરકારથી હટવાની યોજના બનાવી રહ્યાં છે. રાષ્ટ્રપતિ દ્વારા પાછલા સપ્તાહે ઇમરજન્સીની જાહેરાત બાદ દેશની 225 સભ્યોની સંસદ મંગળવારે પોતાના પ્રથમ સત્રનું કામકાજ શરૂ કરશે.
પાર્ટી સૂત્રોએ સોમવારે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ કહ્યુ કે, પૂર્વ રાષ્ટ્રપતિ સિરીસેનાની આગેવાનીમાં શ્રીલંકા ફ્રીડમ પાર્ટીના નારાજ સાંસદ સત્તામાં રહેલી શ્રીલંકા પી કોદુજાના પેરામુના ગઠબંધનનો સાથ છોડી શકે છે. તેમણે જણાવ્યું કે પાર્ટીના 14 સાંસદ આ પગલું ભરી શકે છે.
આ પણ વાંચોઃ ફેક ન્યૂઝ ફેલાવનાર પર મોદી સરકારની ડિજિટલ સ્ટ્રાઇક, ચાર પાકિસ્તાની સહિત 22 યૂટ્યૂબ ચેનલ બ્લોક
નારાજ સાંસદ ઉદય ગમનપિલાએ સોમવારે કહ્યુ કે, સરકાર બજેટ પર મતદાન દરમિયાન ગઠબંધનની પાસે 225 સાંસદોમાંથી 157નું સમર્થન હતું, પરંતુ હવે 50થી 60 સભ્યો અલગ થઈ શકે છે. તેમણે કહ્યું કે, જેથી સરકાર ન માત્ર પૂર્ણ બહુમત ગુમાવી દેશે, પરંતુ સામાન્ય બહુમત જે 113 છે, તેને પણ ગુમાવી દેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે