પક્ષીઓના ઈંડા ખાવા કેમ મજબૂર થયો પાયલટ? પ્લેન ક્રેશ બાદ સવા મહિના સુધી એમેઝોનના જંગલોમાં રહીને પાયલટે કેવી રીતે આપી મોતને મ્હાત
જો તમે ક્યાય જઈ રહ્યા હોય અને જંગલમાં ફસાઈ જાઓ તો, આ કલ્પના પણ તમારા માટે કરવી મુશ્કેલ છે તો આવી પરિસ્થિતિ વાસ્તવિકતામાં એક પાયલટે અનુભવી છે એ પાછી એક કે બે દિવસ નહીં પરંતું 5 અઠવાડિયા કરતા પણ વધુ દિવસો એમેઝોનના જંગલમાં પસાર કર્યા. ત્યારે જાણે હોલિવૂડની કોઈ ફિલ્મ હોય તેવી વાસ્તવિક ઘટના આ પાયલટ સાથે બની છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ જો તમે ક્યાય જઈ રહ્યા હોય અને જંગલમાં ફસાઈ જાઓ તો, આ કલ્પના પણ તમારા માટે કરવી મુશ્કેલ છે તો આવી પરિસ્થિતિ વાસ્તવિકતામાં એક પાયલટે અનુભવી છે એ પાછી એક કે બે દિવસ નહીં પરંતું 5 અઠવાડિયા કરતા પણ વધુ દિવસો એમેઝોનના જંગલમાં પસાર કર્યા. ત્યારે જાણે હોલિવૂડની કોઈ ફિલ્મ હોય તેવી વાસ્તવિક ઘટના આ પાયલટ સાથે બની છે.
36 વર્ષીય પાયલટ 5 અઠવાડિયાથી વધુ સમય જંગલમાં પસાર કર્યા બાદ આખરે તેના ઘરે પહોંચ્યો છે. એન્ટોનિયા સેના નામનો શખ્સ 5 અઠવાડિયાથી એમેઝોનના જંગલમાં ફસાઈ ગયો હતો. આ 5 અઠવાડિયા દરમિયાન તેણે પેટની ભૂખ સંતોષવા પક્ષીઓના ઈંડા અને જંગલી ફળો ખાવાની ફરજ પડી. આ ખોરાક થકી જ તે આટલા દિવસ સુધી જીવી શક્યો.
એન્ટોનિયો સેનાએ પોર્ટુગલના એલેન્કર શહેરથી ફલાઈટની ઉડાન લીધી હતી. એન્ટોનિયા એલમેરિયમ શહેર જઈ રહ્યો હતો. એન્ટોનિયાના વિમાનમાં મિકેનિકલ ખામી સર્જાઈ. પાઈલટે વિમાન એમેઝોનના જંગલમાં લેન્ડ કરવાનું વિચાર્યું પરંતું વિમાનમાં આગ લાગી હતી.તે વખતે એન્ટોનિયાએ પોતાની બેગમાં કેટલીક બ્રેડ્સ અને જરૂરી સામાન રાખી દીધો.
સુહાગરાતમાં દુલ્હા-દુલ્હન કેમ ખાય છે પાન? જાણો પાનના પ્રકાર અને 5 થી લઈને 50 હજાર સુધીના પાનની ખાસિયત
એન્ટોનિયા પ્લેન ક્રેશમાં બચી ગયા પરંતું એમેઝોનના સૂનસાન જંગલોમાં મુશ્કેલી ઓછી નહોંતી. પહેલું અઠવાડિયું એન્ટોનિયાએ તેના વિમાનની આસપાસ જ પસાર કર્યું. એન્ટોનિયાના ગુમ થયા બાદ રેસ્ક્યૂ ટીમ એક્ટિવ થઈ ગઈ હતી. આ સમયે એન્ટોનિયોએ પક્ષીઓના ઈંડા અને જંગલી ફળો ખાઈને તેની ભૂખને મિટાવવાનો પ્રયાસ કર્યો હતો.
Women’s Day 2021: સમય અને ઈતિહાસ પણ જેમના પર કરે છે ગર્વ, અહિલ્યાથી લઈને ઝાંસીની રાણી સુધીની વિરાંગનાઓની કહાની...
એન્ટોનિયા જ્યારે જંગલમાં રહ્યા ત્યારે મદદની શોધ માટે એન્ટોનિયા જંગલમમાં ભટકતા રહ્યા. રેસ્ક્યૂ ટીમને જ્યારે એન્ટોનિયા મળ્યા ત્યારે તેઓ ભાવુક થઈ ગયા.36 વર્ષીય પાયલોટનું વજન પણ ઘટી ગયુ હતું. એક મહિના સુધી એન્ટોનિયા જંગલી જાનવરો વચ્ચે એન્ટોનિયા રહ્યા. ડૉકટરે એન્ટોનિયાની તપાસ કરી. એન્ટોનિયાને નાની મોટી ઈજા પહોંચી હતી.
બિલાડીના મળમાંથી બને છે આ કોફી, આ કારણે કરોડપતિઓ શોખથી પીવે છે આ કોફી! ભાવ સાંભળીને ઉડી જશે હોંશ...
એક મહિનાથી પણ વધુ સમય જંગલમાં રહેનાર એન્ટોનિયા આ ઘટનાને ક્યારેય જીવનમાં ભૂલી શકશે નહીં. ભાવુક થઈને એન્ટોનિયાએ કહ્યું કે મને આવી પરિસ્થિતિમાં રહેવા માટે જો તાકાત મળી તો તે મારા પરિવાર પ્રત્યેની લાગણી છે.હું મારા ભાઈ-બહેન અને માતા-પિતાને મળીશ તે સતત વિચારતો હતો અને આ વિચારના કારણે મે જંગલમાં જીવતા રહેવાની જીદ કરી અને મોતના મુખમાંથી બહાર આવ્યો છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે