સ્વિસ બેંકોમાં કોણે ખાતા ખોલાવ્યા, સરકારને યાદી મળી; જાણો કોના નામ છે સામેલ

સ્વિસ બેન્ક (Swiss Bank) માં ખાતાધારકોની ઓળખ, સરનામા અને નાણાકીય જાણકારીની સાથે સંબંધિત બેન્કર, કેપિટલ, ઇનકમ સંબંધિત જાણકારી સ્વિટ્ઝર્લેન્ડે ભારતને આપી છે. 

Updated By: Oct 11, 2021, 07:23 PM IST
સ્વિસ બેંકોમાં કોણે ખાતા ખોલાવ્યા, સરકારને યાદી મળી; જાણો કોના નામ છે સામેલ

નવી દિલ્હીઃ સ્વિટ્ઝર્લૅન્ડે ભારતને સ્વિસ બેન્ક ખાતાની ત્રીજી લિસ્ટ (Swiss Bank Account List) સોંપી છે. યુરોપીય દેશે 96 દેશની સાથે એક એનુઅલ એક્સરસાઇઝ હેઠળ લગભગ 33 લાખ ફાઇનાન્શિયલ એકાઉન્ટની ડિટેલ શેર કરી છે. સ્વિટ્ઝર્લૅન્ડના ફેડરલ ટેક્સ એડમિનિસ્ટ્રેશન (FTA) એ એક નિવેદનમાં કહ્યું કે, આ વર્ષે સૂચનાઓના આદાન-પ્રદાનમાં 10 અન્ય દેશ એન્ટીગુઆ અને બારબુડા, અઝરબૈઝાન, ડોમિનિકા, ધાના, લેબનાન, મકાઉ, પાકિસ્તાન, કતર, સમોઆ અને વુઆતૂ પણ સામેલ છે. 

70 દેશોની સાથે શેર કર્યું લિસ્ટ
સ્વિટ્ઝર્લૅન્ડે સ્વિસ બેન્ક ખાતાનું લિસ્ટ  (Swiss Bank Account List) 70 દેશોની સાથે શેર કર્યું છે તો 26 દેશોને મામલામાં કોઈ જાણકારી આપવામાં આવી નથી. તેનું કારણ હતું કે તે દેશ (14 દેશ) હજુ સુધી ગોપનીયતા અને ડેટા સિક્યોરિટી પર આંતરરાષ્ટ્રીય જરૂરીયાતોને પૂરી કરતા નથા કે તેણે (12 દેશ) ડેટા પ્રાપ્ત કરવો જરૂરી સમજ્યો નહીં. પરંતુ એફટીએએ બધા 96 દેશોના નામો અને વધુ જાણકારીનો ખુલાસો કર્યો નથી. 

આ પણ વાંચોઃ Nobel Prize In Economics: અમેરિકાના ડેવિડ કાર્ડ, જોશુઆ ડી એન્ગ્રિસ્ટ અને ગુઇડો ઇમ્બેન્સને મળ્યો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર  

ભારતને સતત ત્રીજા વર્ષે મળી સૂચના
અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારત એવા દેશોમાંથી એક છે જેણે સતત ત્રીજા વર્ષે માહિતી મેળવી છે અને ભારતીય અધિકારીઓ સાથેના શેર કરેલી વિગતો મોટી સંખ્યામાં વ્યક્તિઓ અને કંપનીઓના ખાતા સાથે સંબંધિત છે. વિનિમય ગયા મહિને થયું હતું અને સ્વિટ્ઝર્લેન્ડ આગામી સૂચિ સપ્ટેમ્બર 2022 માં શેર કરશે. ભારતને સપ્ટેમ્બર 2019 માં ઓટોમેટિક એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન (AEOI) હેઠળ સ્વિટ્ઝરલેન્ડ તરફથી પ્રથમ યાદી મળી હતી. આ માહિતી ગયા વર્ષે 86 દેશોને આપવામાં આવી હતી.

લિસ્ટમાં NRI પણ સામેલ
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ભારતને મળેલ AEOI ડેટા જેઓ વિશાળ સંપત્તિ ધરાવે છે તેમની સામે મજબૂત કેસ બનાવવામાં મદદરૂપ સાબિત થયા છે. સ્વિસ બેંક દ્વારા તમામ પ્રકારના વ્યવહારો અને મિલકતો વિશે માહિતી આપવામાં આવી છે. નામ ન આપવાની શરતે અધિકારીઓએ જણાવ્યું કે મોટાભાગના ઉદ્યોગપતિઓના નામ આ યાદીમાં સામેલ છે. આમાં તે એનઆરઆઈનો સમાવેશ થાય છે જેઓ હવે ઘણા દક્ષિણ-પૂર્વ એશિયન દેશો તેમજ યુએસ, યુકે અને કેટલાક આફ્રિકન અને દક્ષિણ અમેરિકન દેશોમાં સ્થાયી થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube