Nobel Prize In Economics: અમેરિકાના ડેવિડ કાર્ડ, જોશુઆ ડી એન્ગ્રિસ્ટ અને ગુઇડો ઇમ્બેન્સને મળ્યો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર
Nobel Prize In Economics 2021: અર્થશાસ્ત્ર માટે 2021ના નોબેલ પુરસ્કાર અમેરિકાના ડેવિડ કાર્ડ, જોશુઆ ડી એન્ગિસ્ટ અને ગુઇડો ઇમ્બેન્સને આપવાની જાહેરાત કરવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ Nobel Prize In Economics 2021: અમેરિકાના ડેવિડ કાર્ડ, જોશુઆ ડી એન્ગ્રિસ્ટ અને ગુઇડો ઇમ્બેન્સને અર્થશાસ્ત્ર માટે 2021નો નોબેલ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્રણેય અમેરિકી અર્થશાસ્ત્રીઓને અનપેક્ષિત પ્રયોગો, અથવા કહેવાતા 'કુદરતી પ્રયોગો' પરથી તારણો કાઢવા પર કામ કરવા બદલ તેમને અર્થશાસ્ત્રમાં 2021 નો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
નોબેલ પુરસ્કારથી સન્માનિત થનારા અર્થશાસ્ત્રીઓમાં બર્કલે સ્થિત કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલયના ડેવિડ કાર્ડ, મૈસાચુસેટ્સ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીના જોશુઆ ડી એન્ગ્રિસ્ટ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ગુઇડો ઇમ્બેન્સ સામેલ છે. રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સે કહ્યુ કે, ત્રણેયે આર્થિક વિજ્ઞાનમાં અનુભવજન્ય કાર્યોને સંપૂર્ણ રીતે બદલી નાખ્યા છે.
The 2021 Nobel Prize in Economics has been awarded with one half to David Card and the other half jointly to Joshua D. Angrist and Guido W. Imbens pic.twitter.com/9f1okhTMsd
— ANI (@ANI) October 11, 2021
બે વૈજ્ઞાનિકોને સંયુક્ત રૂપથી મળ્યો પુરસ્કાર
નોબેલ સમિતિએ ડેવિડ કાર્ડ (David Card) ને શ્રમ અર્થશાસ્ત્રમાં તેમના યોગદાન માટે પુરસ્કારનો અડધો ભાગ આપ્યો છે તો બીજો અડધો ભાગ સંયુક્ત રૂપથી જોશુઆ ડી એન્ગ્રિસ્ટ (Joshua D. Angrist) અને ગુઇડો ઇમ્બેન્સ (Guido W Imbens) ને કારણ સંબંધોના વિશ્લેષણમાં તેમના મેથેડોલોજિકલ યોગદાન માટે આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો- બોયફ્રેન્ડ માતા સાથે ભાગી ગયો તો યુવતીએ 'મજા ચખાડવા' કર્યું એવું કામ....બોયફ્રેન્ડના હાજા ગગડી ગયા
પાછલા વર્ષે આ અર્થશાસ્ત્રીઓને મળ્યો હતો એવોર્ડ
પાછલા વર્ષે પુરસ્કાર સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના બે અર્થશાસ્ત્રીઓ પોલ આર મિલ્ગ્રોમ અને રોબર્ટ બી વિલ્સનને મળ્યો હતો. જેમણે હરાજીને વધુ કુશલતાથી સંચાલિત કરવાની મુશ્કેલ સમસ્યાનું સમાધાન કાઢ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે