Afghanistan: તાલિબાને સરકાર બનાવવાની જાહેરાત કરી, દુનિયાભરના દેશો થયા Alert

અફઘાનિસ્તાન પર સંપૂર્ણ રીતે કબ્જો જમાવ્યા બાદ તાલિબાને રવિવારે મોડી રાતે સરકાર બનાવવાની જાહેરાત કરી દીધી છે.

Afghanistan: તાલિબાને સરકાર બનાવવાની જાહેરાત કરી, દુનિયાભરના દેશો થયા Alert

કાબુલ: અફઘાનિસ્તાન પર સંપૂર્ણ રીતે કબ્જો જમાવ્યા બાદ તાલિબાને રવિવારે મોડી રાતે સરકાર બનાવવાની જાહેરાત કરી દીધી છે. આ જાહેરાત બાદ હવે દુનિયાભરના દેશો અલર્ટ થઈ ગયા છે અને અફઘાનિસ્તાનમાં ફસાયેલા પોત પોતાના નાગરિકો અને રાજદૂતોને બહાર કાઢવાના પ્લાનિંગમાં લાગ્યા છે. કાબુલથી કમર્શિયલ ફ્લાઈટ્સ પર રોક લગાવવામાં આવી છે. 

સાંસદોની રજાઓ રદ
બ્રિટનની વાત કરીએ તો ત્યાં સાંસદોને ઉનાળું વેકેશન પરથી પાછા બોલાવવામાં આવી રહ્યા છે. જેથી કરીને અફઘાનિસ્તાનમાં ખરાબ થતી સ્થિતિ પર સંસદમાં ચર્ચા કરી શકાય. મળતી માહિતી મુજબ બુધવારે એક દિવસ માટે સંસદની બેઠક થશે. જ્યાં સંકટ પર સરકારની પ્રતિક્રિયા પર ચર્ચા થવાની છે. પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સને રવિવારે પોતાની કેબિનેટની ઈમરજન્સી સમિતિની બેઠક બોલાવી. કારણ કે તાલિબાન અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબ્જો જમાવી બેઠુ છે. 

600 સૈનિકો અફઘાનિસ્તાન મોકલશે બ્રિટન!
આ બાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને 11 સપ્ટેમ્બર સુધી અફઘાનિસ્તાનથી અમેરિકી સૈનિકોની વાપસીની જાહેરાત બાદ નાટોના અન્ય સહયોગીની જેમ બ્રિટને પણ પોતાના સૈનિકો પાછા બોલાવવાનું શરૂ કરી દીધુ. અફઘાનિસ્તાનમાં બ્રિટનના રાજદૂત લોરી બેયરેસ્ટોને સોમવારે સવાર સુધીમાં અફઘાનિસ્તાનથી બહાર કાઢવામાં આવશે. જો કે વિદેશ મંત્રાલયે તેના પર કોઈ પણ નિવેદન આપવાની ના પાડી દીધી છે. પરંતુ રક્ષા મંત્રાલયે ગત સપ્તાહે કહ્યું હતું કે બ્રિટનના બાકીના નાગરિકો અને બ્રિટિશ દળો સાથે કામ કરનારા અફઘાન નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી કાઢવા માટે ત્યાં 600 સૈનિકો મોકલવામાં આવશે. 

સત્તા હસ્તાંતરણ માટે કમિટી બનાવવામાં આવી
અફઘાન નેતાઓએ તાલિબાન સાથે મુલાકાત કરવા અને સત્તા હસ્તાંતરણની વ્યવસ્થા માટે એક સમનવય પરિષદની રચના કરી છે. પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઈએ સોશયિલ મીડિયા પર પોસ્ટ  કરાયેલા એક નિવેદનમાં કહ્યું કે પરિષદનું નેતૃત્વ હાઈ કાઉન્સિલ ફોર નેશનલ રીકન્સીલિએશનના પ્રમુખ અબ્દુલ્લા, હિઝ્બ એ ઈસ્લામીના પ્રમુખ ગુલબુદીન હિકમતયાર અને તેઓ પોતે કરશે. નિવેદનમાં કહેવાયું છે કે આ નિર્ણય અરાજકતાને રોકવા માટે, લોકોની સમસ્યાઓને ઓછી કરવા તથા શાંતિપૂર્વક સત્તા હસ્તાંતરણ માટે કરવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news